________________
* સાહિત્યમાં કોનું શું ?
સંગ્રહ તો ઉમાસ્વાતિજીનો.
કાવ્ય તો સિદ્ધસેન દિવાકરસૂરિજીના. વ્યાકરણ તો હેમચંદ્રાચાર્યનું. તર્કશક્તિ તો યશોવિજયજીની. અનુભવના ઉદ્ગાર તો આનંદઘનજીના.
→ ચોપાઇ તો તુલસીદાસની.
ભજન તો મીરાબાઇના.
પ્રભાતીયા તો નરસિંહ મહેતાના.
કાફી તો ધીરાની.
ચાબખા તો અખાના.
છપ્પા તો શામળના.
શૌર્યગીત તો નર્મદના. આખ્યાન તો પ્રેમાનંદના. ગરબી તો દયારામની.
ગરબા તો વલ્લભના. રાષ્ટ્રગીત તો મેઘાણીના.
» દૂહા તો બિહારીના.
* પ્રતિલિપિ :
મનના વિચારો જગતની પ્રતિલિપિ શબ્દો વિચારોની પ્રતિલિપિ
લેખન-મુદ્રણ શબ્દોની પ્રતિલિપિ
આકાશગંગા - ૧૨૨ -
એડીસન
• વિદ્યાર્થીઓમાં ત્રણ ગુણ જરૂરી :
૧. ધાર્મિક-નૈતિક સિદ્ધાંત.
૨. સજ્જનોચિત વ્યવહાર. ૩. બૌદ્ધિક ક્ષમતા.
* હું આંધળા પાસેથી શીખ્યો છું : ‘આપે વિદ્વત્તા ક્યાંથી શીખી ?’
‘આંધળાં પાસેથી, જે ક્યારેય ચોક્કસાઇ કર્યા પહેલા પગ મૂકતો નથી અને ઘૂસ્યા પહેલા બહાર નીકળવાની તૈયારી રાખે છે.' લુકમાને પંડિતે કહ્યું .
- શેખ સાદી
♦ વિદ્વતા અને અનુભવ :
અનુભવ ૨૦ વર્ષમાં જેટલું શીખવે, વિદ્વત્તા તેટલું એક વર્ષમાં શીખવી દે.
* જ્ઞાનના ચાર ભેદ :
૧.
ભાષાજ્ઞાન (વ્યાકરણ)
૨.
સાહિત્યિક જ્ઞાન
૩.
નય જ્ઞાન
૪.
આત્મજ્ઞાન
(ચારેય ઉત્તરોત્તર ચિડિયાતા છે.) * બુદ્ધિ ચાર પ્રકારે :
૧. તીર્થંકરોની સમુદ્ર સમી.
૨. ગણધરોની સરોવર સમી.
૩.
૪.
ઉત્તમ મુનિની કૂવા સમી.
સામાન્ય મુનિની ખાબોચિયા સમી.
આકાશગંગા - ૧૨૩
- રોગર એસ્કમ