________________
આત્માના મૂળભૂત પાંચ ગુણો : ૧. સતુ (જીવવાની ઇચ્છા) ૨. ચિતુ (જાણવાની ઇચ્છા) ૩. આનંદ (સુખની ઇચ્છા) ૪. ઇશિત્વ (સ્વતંત્રતાની ઇચ્છા) ૫. વશિત્વ (સત્તાની ઇચ્છા) જીવન સંગીત : સા : સાધુની સંગતિ કરો. રે : રે જીવો ! અરિહંતમાં રતિ કરો. ગ : ગુરુ તરફ ગતિ કરો. મ : મંત્ર (શાસ્ત્રોમાં મતિ કરો. ૫ : પુણ્યમાં પ્રીતિ કરો. ધ : ધર્મમાં ધૃતિ કરો.
ની : અર્થ-કામમાં નીતિ રાખો. - ચાર માતા : ૧. વર્ણમાતૃકા (બારાખડી) : જ્ઞાનની માતા. ૨. નમસ્કાર મહામંત્ર : પુણ્યની માતા. ૩. અષ્ટપ્રવચન માતા : ધર્મની માતા. ૪. દ્વાદશાંગી (ત્રિપદી) : ધ્યાનની માતા. - સાત ઉત્તમ ભાવ : ૧. પુદ્ગલ પ્રત્યે ઉદાસીન ભાવ. દા.ત. સુબુદ્ધિ મંત્રી ૨. જીવો પ્રત્યે સ્નેહ ભાવ. દા.ત. : ધર્મરુચિ અણગાર ૩. વિષયો પ્રત્યે વૈરાગ્ય ભાવ. દા.ત. : જંબૂસ્વામી ૪. કષાયો પ્રત્યે ઉપશમ ભાવે. દા.ત. : ગજસુકુમાલ ૫. સુખ-દુ:ખ પ્રત્યે સમભાવ. દા.ત. : દમદંત મુનિ
ન આકાશગંગા • ૧૦૬ -
૬. ભગવાન પ્રત્યે ભક્તિભાવ. દા.ત. : શ્રેણિક રાજા ૭. મન પ્રત્યે સાક્ષીભાવ. દા.ત. : ભરત ચક્રવર્તી,
પ્રસન્નચંદ્ર ઋષિ આદિ.. - સાત રોગથી છુટવા... ૧. સ્વની વિસ્મૃતિથી છુટવા સ્વરૂપ જાગૃતિ કેળવો. ૨. બીજા સાથે ખંડિત મૈત્રીથી છુટવા મૈત્રીનો મંત્ર સ્વીકારો. ૩. સમાજ તરફની નિરપેક્ષવૃત્તિથી છુટવાપરોપકાર આદરો. ૪. મર્યાદાના ઉલ્લંઘનથી બચવા પ્રતિજ્ઞાબદ્ધજીવન અપનાવો. ૫. કુદરત સાથે ક્રૂરતાથી બચવા અનુકંપાભર્યું હૃદય બનાવો.
નિસ્તેજ કર્મ (ઉદરલક્ષી જીવન)થી બચવા પરહિત
ચિંતા કેળવો. ૭. પરમ તત્ત્વની ઉપેક્ષાથી છુટવા શુદ્ધ ચૈતન્યનો સ્પર્શ
કરો, શરણાગતિ સ્વીકારો. સાત “ન’ અપનાવો : ૧. નમ્રતા ૨. નિર્મળતા ૩. નિશ્ચિતતા ૪. નિઃસ્પૃહતા ૫. નિર્બદ્ધતા ૬. નિર્વિકારતા
૭. નિર્વિચારતા * સાત “સકાર ચૂર્ણ’ : ૧. સદાચાર ૨. સાદગી ૩. સેવા
ન આકાશગંગા • ૧૦૦ F