________________
* વિશ્વમાનવી :
દાર્શનિકનું મન મગજમાં
કવિનું હૃદયમાં
ગવૈયાનું ગળામાં
ખાઊધરાનું પેટમાં
નર્તકીનું અંગ-પ્રત્યંગમાં
પણ યોગીનું મન અખિલ બ્રહ્માંડમાં વસે છે.
યોગી કૂવાનો દેડકો નથી, પણ ગગનવિહારી ગરૂડ છે.
તે વિશ્વ માનવ છે, ક્ષુદ્ર માનવ નહિ.
આપણે પણ વ્યક્તિમાંથી વિશ્વ માનવ બનવાનું છે.
“વ્યક્તિ મટી હું બનું વિશ્વ માનવી;
માથે ધરૂં ધૂળ વસુંધરાની.’
* જપાત્ સિદ્ધિ :
જાપમાં મન નથી લાગતું ? ચિંતા ના કરો.
મન વિના પણ જાપ કર્યા જ કરો... કર્યા જ કરો. અભ્યાસ (પ્રયત્ન)થી મરચા પણ પ્રિય થઇ જાય છે.
જ્યારે ભગવાનનું નામ મરચા જેવું તો તીખું નથી જ ! * સીધી જ તન્મયતા ન આવે :
આરંભમાં જાપ અનિચ્છાથી પ્રાયઃ થતો હોય છે.
ત્યાર પછી તેમાં રૂચિ થાય,
પછી આસક્તિ આવે,
પછી શ્રદ્ધા જામે,
અને છેલ્લે તન્મયતા આવે.
આકાશગંગા = ૧૦૦
* રાત્રે જાગનાર :
૧. જોગી
૨. રોગી ૩. ભોગી
* અર્હમ્ :
‘અ’ કુંડલિની (તૈજસ)નું સ્વરૂપ છે.
‘૨’ અગ્નિબીજ છે. આથી બૂરા સંસ્કાર નષ્ટ થાય છે. ‘હ’ આકાશબીજ છે. આથી ચિદાકાશનો અનુભવ થાય છે. ‘મ્’ એક ઝંકાર છે. આથી જ્ઞાનતંતુ સક્રિય બને છે. * કોને કયો યોગ મુખ્ય ?
∞ જ્ઞાનયોગ : કુશાગ્ર બુદ્ધિવાળાને.
રાજયોગ : સંકલ્પ શક્તિવાળાને.
»
ભક્તિયોગ : હૃદયના પ્રેમાળ ગુણવાળાને. → કર્મયોગ : શારીરિક રીતે સશક્તને. * યોગી કોણ ?
દશ્ય વિના જ જેની દૃષ્ટિ સ્થિર બની ગઇ છે. પ્રયત્ન વિના જ જેનો વાયુ સ્થિર થઇ ગયો છે. આલંબન વિના જ જેનું મન સ્થિર રહે છે.
* ત્રણ યોગ :
- ગોરક્ષા શતક ૨૪
૧. જ્ઞાનયોગ (જ્ઞાન)
૨. કર્મયોગ (ચારિત્ર)
૩. ભક્તિયોગ (દર્શન)
આ ત્રણ સિવાય આત્મ કલ્યાણનો કોઇ ઉપાય નથી.
ભાગવત ૧૧/૨૦
આકાશગંગા = ૧૦૧