________________
cછે ‘નમો'થી નાદ » ‘અરિહંથી બિંદુ છે ‘તાણ'થી કલા. શબ્દાદિના મોહથી છુટવા : છે શબ્દના મોહથી છુટવા અરિહંતની વાણી સાંભળો. છે રૂપના મોહથી છૂટવા અરૂપી સિદ્ધોનું રૂપ જુઓ.
(ધ્યાન ધરો). છે ગંધના મોહથી છુટવા આચાર્યના આચારની સુગંધ માણો. છે રસના મોહથી છૂટવા ઉપાધ્યાયના જ્ઞાન-રસને ચાખો. Cછે સ્પર્શના મોહથી છુટવા સાધુના ચરણોનો સ્પર્શ કરો. પંચ પરમેષ્ઠીથી પંચાચારની શુદ્ધિ : ૧. અરિહંતના ધ્યાનથી જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે.
સિદ્ધના ધ્યાનથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. ૩. આચાર્યની આરાધનાથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ૪. ઉપાધ્યાયના ધ્યાનથી તપાચારની શુદ્ધિ થાય છે.
(સજઝાયસમો તવો નFિ). ૫. સાધુની આરાધનાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે.
(વીર્યાચારની જેમ સાધુ બધે જ વ્યાપ્ત છે.) પંચ પરમેષ્ઠીથી ઉપશમાદિ પાંચ ગુણની પ્રાપ્તિ : ૧. અરિહંતની ભક્તિથી ઉપશમગુણની પ્રાપ્તિ થાય છે. ૨. સિદ્ધની ભક્તિથી સંવેગગુણની પ્રાપ્તિ થાય છે. ૩. આચાર્યની ભક્તિથી નિર્વેદગુણની પ્રાપ્તિ થાય છે. ૪. ઉપાધ્યાયની ભક્તિથી અનુકંપાગુણની પ્રાપ્તિ થાય છે. ૫. સાધુની ભક્તિથી આસ્તિષ્પગુણની પ્રાપ્તિ થાય છે.
ને આકાશગંગા • ૮૪ |
જે નવ લાખ નવકાર :
છે દરરોજ એક બાધી માળાથી ૯ લાખ જાપ ૨૫ વર્ષે થાય. છે દરરોજ ત્રણ બાધી માળાથી ૯ લાખ જાપ ૯ વર્ષે થાય. છે દરરોજ પાંચ બાધી માળાથી ૯ લાખ જાપ પાંચ વર્ષે થાય. છે દરરોજ દસ બાધી માળાથી ૯ લાખ જાપ અઢી વર્ષે થાય. ce દરરોજ પચીસ બાધી માળાથી ૯લાખ જાપ એક વર્ષે થાય. જીવન ઉત્થાન માટે ચાર ચીજો : ૧. સમજદારી (જ્ઞાન) ૨. ઇમાનદારી (દર્શન) ૩. જવાબદારી (ચારિત્ર) ૪. બહાદુરી (તપ) * નવકાર :
છે ૬૮ અક્ષરોથી ૬૮ તીર્થરૂપ. & ૯ પદથી નવગ્રહ પીડાશામક. ce ૮ સંપદાથી ૮ કર્મોનો નાશક, છે ૭ જોડાક્ષરોથી ૭ ભયોનો નાશક, છે ૫ ધ્યેયપદોથી પંચમી ગતિ આપનાર. મંત્ર, તંત્ર અને મંત્ર : Cછે જ્ઞાન મંત્ર છે. છે કર્મ (ચારિત્ર) તંત્ર છે. છે ભક્તિ (દર્શન) બંનેને જોડનાર યંત્ર છે. નવપદ :
છે અરિહંતો પરોપકારના ભંડાર છે. cક સિદ્ધો સુખના ભંડાર છે. & આચાર્યો આચારના ભંડાર છે.
આકાશગંગા • ૮૫ -