________________
દા.ત. ૯ × ૨ = ૧૮ (૧ + ૮ = ૯), ૯ x ૩ = ૨૭ (૨ + ૭ = ૯).
કોઇ પણ સંખ્યાનો સરવાળો કરીને તેમાંથી તેટલી રકમ બાદ કરતાં નવનો આંકડો જ આવશે.
દા.ત. ૨૩, ૨ + ૩ = ૫, ૨૩ – ૫ = ૧૮, ૧ + ૮= ૯. સિદ્ધચક્રમાં નવ પદો છે. નવ લોકાંતિક દેવ છે. નવ રૈવેયક છે. નવ પુણ્ય છે. નવ વાડો છે. નવ મંગળ છે. નવ નિધાન છે.
આવી ઉત્તમ વસ્તુઓ નવ સંખ્યામાં છે.
નવની દોસ્તી એટલે સજજનની દોસ્તી... જે કદી તુટે જ નહિ, સદા અખંડ રહે.
આઠ (કર્મ)ની દોસ્તી એટલે દુર્જનની દોસ્તી... જે ખંડિત થતી જ જાય. દા.ત. ૮ x ૧ = ૮, ૮ x ૨ = ૧૬ , ૧ + ૬ = ૭, ૮ x ૩ = ૨૪, ૨ + ૪ = ૬, જુઓ સંખ્યા ઘટતી જાય છે ને? નવ કહે છે કે તમે નવપદ સાથે દોસ્તી કરો. મારી દોસ્તી અખંડ રહેશે... ઠેઠ મુક્તિ સુધી અખંડ...! ક નવપદ રૂપી કલ્પવૃક્ષ :
છે અરિહંત મૂળ છે. છે સિદ્ધ ફળ છે. છે આચાર્ય ફૂલ છે.
ઉપાધ્યાય પાંદડા છે.
સાધુ ડાળ છે. છે સમ્યગ્દર્શન જલસિચન છે.. છે સમ્યજ્ઞાન અનુકૂળ પવન છે. છે સમ્યકુચારિત્ર અનુકૂળ તાપ છે. છે સમ્યક્તપ ભૂમિ છે.
આકાશગંગા • ૮૨ |
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ તત્ત્વાર્થના આ પ્રથમ સૂત્રમાં નવકાર છૂપાયેલો છે. ચાલો, આપણે શોધીએ. માર્ગ:' પદથી અરિહંત (‘મગ્ગો’ અરિહંતનું વિશેષણ છે.) “મોક્ષ'થી સિદ્ધ ભગવંતો. ચારિત્ર'થી આચાર પાલક-પ્રચારક આચાર્ય ભગવંતો. ‘જ્ઞાન’થી જ્ઞાનદાતા ઉપાધ્યાય ભગવંતો. ‘દર્શન'થી શ્રદ્ધાપૂર્વક સંસાર ત્યાગ કરતા મુનિઓ. ‘સમ્યગુથી ભક્તિપૂર્વકનો નમસ્કાર (નમ:) સૂચિત થાય છે. “નમો અરિહંતાણં’ : » ‘નમો’ તત્ત્વરુચિ (સમ્યગ્દર્શન) છે ‘અરિહં’ તત્ત્વબોધ (સમ્યજ્ઞાન)
‘તાણુંતત્ત્વપરિણતિ (સમ્યકુચારિત્ર) ‘નમો'થી નમસ્કારનું ધ્યાન કરનાર ધ્યાતા.
‘અરિહંથી નમસ્કરણીય અરિહંત ધ્યેય. & ‘તાણું થી નમસ્કાર સ્વરૂપ ધ્યાન.
‘નમો'થી દુષ્કૃત ગહ, જે પોતાને પાપી સમજે તે જ
નમી શકે. Cછે અરિહં'થી સુકૃતાનુમોદના. અરિહંત સુકૃતના ઉત્કૃષ્ટ
ભંડાર છે. Cછે ‘તાણું'થી શરણાગતિ. ત્રાણ એટલે રક્ષણ. સંપૂર્ણ રક્ષણહારની જ શરણાગતિ સ્વીકારી શકાય છે.
| આકાશગંગા • ૮૩ |