________________
* બંધન :
બળદને નાથનું બંધન ઘોડાને લગામનું બંધન હાથીને અંકુશનું બંધન મોટરને બ્રેકનું બંધન જયોતને કોડિયાનું બંધન પાણીને પ્યાલાનું બંધન રૂપિયાને તિજોરીનું બંધન તિજોરીને તાળાનું બંધન તાળાને ચાવીનું બંધન ચાવીને હાથનું બંધન હાથને મગજનું બંધન મગજને આત્માનું બંધન આત્માને સદ્ગુરુનું બંધન સદ્ગુરુને શાસ્ત્રનું બંધન શાસ્ત્રને ભગવાનનું બંધન ભગવાનને વસ્તુસ્થિતિનું બંધન છે.
જે ભગવાનના બંધનથી બંધાય છે તે જ સંસારના બંધનથી છૂટી શકે છે.
* * *
પછી જીવન પરિવર્તન ત્યાર પછી સમાજ પરિવર્તન ને પછી દેશ પરિવર્તન ને છેલ્લે વિશ્વ પરિવર્તન શરૂઆત ઘર-આંગણેથી જ કરવી પડે. જ કોણ કોનાથી સારા ? અભણ કરતાં ભણેલા સારા, ભણેલા કરતાં યાદ રાખનારા સારા, યાદ રાખનારા કરતાં રહસ્ય જાણનારા સારા, રહસ્ય જાણનાર કરતાં તે મુજબ જીવનાર સારા.
- મનુસ્મૃતિ ૧૨/૧૦૩ સદાચારે આપઘાત કર્યો : ‘હાય ! હાય ! મારો એકનો એક જુવાનજોધ પુત્ર તો મરી ગયો. હવે મારે જીવીને કામ શું છે?” આમ વિચારી એક ઘરડા બાપે આપઘાત કર્યો. જાણો છો આ બાપ-બેટા કોણ ? બેટાનું નામ “સત્ય', બાપનું નામ ‘સદાચાર'..
ભ્રષ્ટાચારે સોગંદ લીધા : સાંભળ્યું છે કે લોકસભામાં નેતા સોગંધવિધિ કરી રહ્યા હતા ત્યારે યુવાનેતા લોકપ્રિયશ્રી અસત્યના લાડીલા પુત્ર શ્રી ભ્રષ્ટાચારે પણ રાષ્ટ્ર પ્રત્યે પૂરી ઇમાનદારીથી વર્તવાના સોગંદ લઇ લીધા છે.
- શ્રી રવિ દિવાકર
૧૮. ચારિત્ર
જગતનું પરિવર્તન કરવું હોય તો... પહેલા હૃદય પરિવર્તન
| આકાશગંગા • ૬
આકાશગંગા • દo |