________________
* પાપથી નષ્ટ થતી ચાર ચીજ :
ચિત્તની પ્રસન્નતા
શરીરનું આરોગ્ય
૧.
૨.
૩. કુટુંબમાં સંપ
..
જીવનમાં શાંતિ
* સાધુ અને પશુ :
***
૧૭. પ્રતિજ્ઞા
બધા વગર ચાલે એ સાધુ,
બાધા વગર ચાલે એ પશુ.
* પ્રતિજ્ઞામાં ભય લાગે છે ?
તમે મેલા થવાના ભયથી વસ્ત્ર પહેરવાનું નથી છોડતા. ભિખારીઓના ભયથી રસોઇ કરવાનું નથી છોડતા. તીડના ભયથી ખેતી કરવાનું નથી છોડતા. અકસ્માતના ભયથી મોટરમાં બેસવાનું નથી છોડતા. નુકસાનીના ભયથી વેપાર કરવાનું નથી છોડતા. માખીઓના ભયથી દૂધ પીવાનું નથી છોડતા. તો તૂટી જવાના ભયથી
પ્રતિજ્ઞા લેવાનું કેમ છોડી દો છો ?
તૂટેલા યંત્ર, તૂટેલા વાસણ અને ફાટેલા વસ્ત્ર વગેરેની જેમ તૂટેલી પ્રતિજ્ઞાને પણ પ્રાયશ્ચિત્તથી નિર્મળ બનાવી શકાય છે. * પ્રતિજ્ઞાનું રક્ષણ :
ટીટોડી જેમ ઇંડાનું રક્ષણ કરે,
ચમરી ગાય જેમ પૂંછડીનું રક્ષણ કરે,
- આકાશગંગા • ૪
માતા જેમ પોતાના એકના એક પુત્રનું રક્ષણ કરે, કાણો માણસ જેમ પોતાની એક આંખનું રક્ષણ કરે, તેમ સદા પ્રતિજ્ઞાનું રક્ષણ કરો.
* પ્રતિજ્ઞાની વાતોથી ન ચાલે : લાડવાની વાતોથી મોઢું મીઠું ન થાય. ધાબળાની વાતોથી ટાઢ ન ઊડે. વેપારની વાતોથી ક્રોડપતિ ન થવાય. દીવાની વાતોથી અંધારું ન જાય. દવાની વાતોથી દર્દ ન મટે. લગ્નની વાતોથી વહુ ઘરે ન આવે. સત્તાની વાતોથી ખુરશી ન મળે. વિદ્યાની વાતોથી વિદ્વાન ન બનાય. પ્રતિજ્ઞાની માત્ર વાતોથી શ્રાવક ન બનાય.
પરંતુ તે જીવનમાં લાવવી પડે. આમોં સે આમ
કહાં સૂખી બાતોં સે હો રેલ-પેલ;
ખલી પેલને સે ન નીકલેગા તેલ.
- વિશુદ્ધિ માર્ગ ૧/૯૮
ન બાતેં બનાકર હી બહલાઓ જી;
કે પાની બિલૌને સે નીકલે ન થી. અમલ કે મુતાબિક સિલા હો મુદામ; કે ઇમલી સે ઇમલી હો, આમોં સે આમ.
આકાશગંગા • ૬૫
- ઉર્દૂ શાયરી