________________
અર્થાત્ પ્રથાદિ આરામાં પડતો વરસાદ અને તેને ઝીલનારી ધરતી એટલી જોરદાર હોય કે વર્ષો સુધી વરસાદની જરૂર જ ન પડે.
પ્રભુની વાણી પુષ્પરાવર્ત મેઘ જેવી છે, પણ આપણી હૃદયની ધરતી કેવી છે ?
પહેલાના કાળમાં જંબૂસ્વામી, અભયકુમાર, મેઘકુમાર, આનંદ શ્રાવક આદિને એકાદવાર જિનવાણી શ્રવણ થઇ જતાં સંપૂર્ણ જીવનનું પરિવર્તન થઇ જતું, જયારે અત્યારે દર વર્ષના વરસાદની જેમ દરરોજ જિનવાણી સાંભળવા છતાંય હૃદયની ધરતી પર દુકાળ ને દુકાળ જ ! કેવી કઠોર ધરતી છે હૃદયની ! વાણીની તાકાત : છે કાણી ભાભી ! પાણી લાવ.
કૂતરાને આપીશ, પણ તને નહિ. છે રાણી ભાભી ! પાણી લાવ.
પાણી નહિ, તને તો શરબત આપીશ. વિનાશના આરે :
છે જેનો મંત્રી મીઠાબોલો, તે રાજા વિનાશના આરે. cછે જેના ગુરુ મીઠાબોલા, તેનો ધર્મ વિનાશના આરે.
છે જેનો વૈદ મીઠાબોલો, તેનું શરીર વિનાશના આરે. ચંદન તન હલકા ભલા : ચંદન તન હલકા ભલા, મન હલકા સુખકાર; પર હલકે અચ્છ નહિ, વાણી અરૂ વ્યવહાર, કુદરત કો ના મંજૂર હૈ : કુદરત કો નામંજૂર હૈ, સપ્તી જબાન મેં; પૈદા હુઇ ન ઇસલિએ, હડી જબાન મેં.
ન આકાશગંગા • ૩૬ +
વાણીમાં શિષ્ટતા પણ જરૂરી : વાણીમાં સત્ય સાથે શિષ્ટતા જરૂરી છે. રાંડને વિધવા, આંધળાને પ્રજ્ઞાચક્ષુ, જાટને ચૌધરી, હજામને ખવાસ -વગેરે શબ્દોથી સંબોધતાં ભાષામાં શિષ્ટતા પ્રગટ થાય છે.
ભાષણ ચાર રીતે શરૂ કરાય : ૧. પોતાની કમજોરી બતાવીને. ૨. પોતાની પ્રશંસા કરીને. ૩. પ્રશ્ન ઊભો કરીને. ૪. કથા કહીને. ભોજન અને ભાષણ : પ્રિયકર, હિતકર અને પરિચિત હોવા જોઇએ. શાંતિના ફળો. ક્યાં છે શાંતિનાં પાકાં-મીઠાં ફળો ? એ... પેલા મૌનના મહા તરુ પર લટકે છે શાંતિના મીઠાં ફળો... મૌનની મહત્તા : ખૂબ અવાજ કરનાર ઝાંઝરને પગે સ્થાન મળ્યું. થોડો અવાજ કરનાર હારને હૈયે સ્થાન મળ્યું. સંપૂર્ણ મૌન રહેનાર મુગટને મસ્તકે સ્થાન મળ્યું. મૌન રહે તેનો મહિમા વધે ! વાણીની ચાર વિશેષતા : ૧. મૌન ૨. સત્ય ૩. પ્રિય ૪. ધર્મ (ચારેય ઉત્તરોત્તર ચડિયાતી છે.)
ન આકાશગંગા • ૩૦