________________
છે ધરા પુકારને લગી :
ગગન પુકારને લગા, ઊઠો મનુષ્ય, ચેતનાકા સ્વન પુકારને લગા. નએ દિવસકે આદિ મેં, નિશાકા અંત હો ગયા, હંસી વિભા, સમસ્ત સૃષ્ટિ મેં વસંત હો ગયા, ગલી-ગલી ખિલે સુમન, યહાં ચમન વહાં ચમન, ફબન ધરાકી દેખ લો, ગગન પુકારને લગા, ઊઠો મનુષ્ય, ચેતનાકા સ્વન પુકારને લગા, હરે-ભરે સુરંગ ભરે, અસંખ્ય સ્વપ્ન કો જુટા, પડે રહે હો સેજ પર, અમોલ જીંદગી લુટા, સ્વપ્ન તો નહિ સ્વજન, કુવ્યંગ-વ્યંગકા છલન, લુટે ગયે બહુત, ઊઠો... સૃજન પુકારને લગા, ઊઠો મનુષ્ય ! ચેતનાકા સ્વન પુકારને લગા, કિ દાગદાર જીંદગીકી, માગ અબ સંવર રહી, અભી ઊઠેગી પાલકી, કિ ઢોલકી ઊભર રહી, પાયલોંકા રૂનૂન-ઝૂનૂન, પિયા મિલન-પિયા મિલન, ઊઠો બરાત દેખ લો, સગુન પુકારને લગા, ધરા પુકારને લગી, ગગન પુકારને લગા, ઊઠો મનુષ્ય, ચેતનાકા સ્વન પુકારને લગા.
જીંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી. જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે જાતે મન, થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી. જોઇ લેવું આપણે, જોનારને પણ છૂટ છે, આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી. ભાન ભૂલી વેદનાઓને વલૂરી નાખવી; જવાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી. જામમાં રેડાય તેને પી જવાનું હોય છે, ઘૂંટડે ને ઘૂંટડે તાસીર પૂરી રાખવી. કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું થોડુંક રહેવું ઘેનમાં થોડીક ઘુરી રાખવી. ઝંખનાઓ જાગતી બેઠી રહે છે. રાત-દિન, જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી. એમના દરબારમાં તો છે શિરસ્તો ઓર કંઇ, ફંક સૂરીલી અને બંસી મધુરી રાખી. બાજ થઇને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર, દર્શક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી. દશા પર દાઝનારને દશા પર દૂઝનારાઓ ! નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ; દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને ખુંદનારાને સડક ઝાલી નથી શકતી. જ ફૂલ પર બેઠા હતા કેટલા ફોરા હતા ! ચાંદની ફીક્કી પડે, એટલા ગોરા હતા ! ફૂંક પણ મેલા કરે, એટલા કોરા હતા !
આકાશગંગા • ૨૮૦ -
| આકાશગંગા • ૨૮૬ -