________________
વિના સહકાર નહિ ઉદ્ધાર :
હાથની આંગળીઓમાં એક દિવસ જોરદાર ઝગડો થઇ પડ્યો. બધી આંગળીઓ કહેવા માંડી : ‘જ મોટી છું.'
તર્જની : હું કેટલું કામ કરું છું? ચિત્ર દોરવામાં મારી જરૂર પડે. લખવામાં, સંકેત કરવામાં, ચૂપ કરાવવામાં, નિષેધ કરવામાં, ચૂંટી ખણવામાં મારી જરૂર પડે જ. માટે હું જ સૌથી મોટી છું. મારા વિના કશું થઇ શકે જ નહિ.
મધ્યમાં : વીણા, વાયોલીન, હાર્મોનિયમ વગેરે વાઘો મારા વિના ક્યાં વાગી શકે તેમ છે ? કદાચ એ કામ મારા વિના પણ થઇ શકતું હોય છતાં પણ મારી મોટાઈ ઘટતી તો નથી જ. કારણ કે કુદરતે મને સ્વાભાવિક રીતે જ મોટાઇ આપી છે, જે કોઈ પણ દૂર કરી શકે તેમ નથી. માટે હું જ મોટી છું.
અનામિકા : તમે બધા રહેવા દો. ખરી મોટાઇ તો મને જ મળી છે. ભગવાનની પૂજા કરવાનો અધિકાર મને જ મળ્યો છે અને ભગવાન કરતાં મોટું બીજું કોણ છે ? માટે હું જ મોટી છું. પ્રભુને સ્પર્શ કરવાનો હક મને જ મળ્યો છે.
કનિષ્ઠા : હું ભલે દેખાવમાં નાની હોઉં, પણ મારું મૂલ્ય જરાય ઓછું નથી હોં ! કાન ખંજવાળવામાં હું કામ આવું છું. કષ્ટ પડે તે વખતે સૌથી પહેલું હું જ બલિદાન આપી દઉં છું. ડાકણ વગેરેના ઉપદ્રવને દૂર કરવામાં મારો ઉપયોગ થાય છે. હું પણ કાંઇ કમ નથી.
આંગળીઓની વાત સાંભળી અત્યાર સુધી મૂંગો રહેલો અંગૂઠો બોલી ઊઠ્યો : ઓ બેનો ! પરસ્પર ઝગડો છો શા માટે? તમારો પતિ હું અહીં બેઠો છું. હું જો સહયોગ ન આપું તો પ્રાય: કોઇ કામ થઇ શકે નહિ. બોલો, મારા વિના તમે લખી શકો ?
ન આકાશગંગા • ૨૬૮ -
ચૂંટી ભરી શકો? કાંતી શકો? પીંજી શકો? મૂઠી વાળી શકો? ગાંઠ ખોલી શકો? શસ્ત્ર ચલાવી શકો ? કપડા ધોઇ શકો? શરીર લૂછી શકો? કાંટો કાઢી શકો ? ગાય દોહી શકો ? અરે... શત્રુનું ગળું દબાવી શકો ? કયું મહત્ત્વનું કામ તમે મારા વિના કરી શકો છો ? એ બતાવો તો ખરા ? અને તિલક વગેરે કામ તો હું જ કરું છું. છતાં હું એમ નથી કહેતો કે હું જ સર્વસ્વ છું. મારે તમને બધાને એટલું જ કહેવું છે કે આપણે ઝગડા છોડીને સંપથી, પરસ્પર સહાનુભૂતિથી જ કામ કરવાનું છે. સમજ્યા ?
અંગૂઠાની વાત સાંભળી આંગળીઓ ચૂપ થઇ ગઇ. મનોમન તેઓ બોલી ઊઠી : સંપ ત્યાં જંપ... વિના સહકાર નહિ ઉદ્ધાર !
ફૂલોનો જવાબ :
અત્તરનો બનાવનારો ખરલમાં ગુલાબના ફૂલોને પીસી રહ્યો હતો. કોઇ તત્ત્વદ્રષ્ટાએ ફૂલોને પૂછ્યું :
મહાનુભાવો ! તમે તો સદા હસતા રહો છો. માનવજાતનો કોઇ અપરાધ કરતા નથી છતાં પીસાવું કેમ પડે છે ?'
‘પ્રિય બંધુ ! અમે હસતા રહ્યા તે જ અમારો ગુનો ! ઇર્ષ્યાળુ માનવ-જાત કોઇનું મધુર સ્મિત જોઇ શકતી નથી, પણ અમે તો હસતા જ રહેવાના, સુગંધ ફેલાવતા જ રહેવાના. સુગંધ ફેલાવતા-ફેલાવતા જીવીશું અને મરીશું. તેમજ મર્યા પછી પણ સુગંધ ફેલાવીશું. - દીવો કહે છે : ૧. મારામાં અને હૃદયમાં એટલો સ્નેહ ભરજો કે સૂવાના
| (મરવાના) સમય સુધી ખૂટે નહિ. ૨. હું અને વિરહી બળી-બળીને જીવીએ છીએ. ૩. જો કે સ્નેહપૂરતો છે, છતાં બહારની હવા ન લાગવા દો.
આકાશગંગા • ૨૬૯ |