________________
જે લોકોને તમારા વિચારના બનાવવાના અગિયાર માર્ગો : ૧. વાદ-વિવાદમાં જીતવાનો એકમાત્ર માર્ગ દલીલબાજીથી
દૂર રહેવાનો છે. ૨. સામા માણસના અભિપ્રાયને માન આપજો . તે ખોટો
છે, એમ કદી કહેતા નહિ. ૩. તમારી ભૂલ થાય તો તેનો તરત એકરાર કરજો . ૪. મિત્રાચારીપૂર્વક શરૂઆત કરો. ૫. સામા માણસ પાસેથી તરત જ “હા... હા...' કહેવરાવો. ૬. સામા માણસને જ મોટે ભાગે બોલવા દો. ૭. સામા માણસને એમ જ લાગવા દો કે તે પોતાના જ
વિચારનો અમલ કરે છે. ૮. બીજાના દષ્ટિબિંદુથી પ્રમાણિકપણે પરિસ્થિતિ
નિહાળવા પ્રયાસ કરો. ૯. બીજાઓની ઇચ્છા અને વિચારો તરફ દિલસોજી બતાવો. ૧૦. તમારા વિચારોને નાટકીય રૂપ આપો. ૧૧. ચેલેન્જ ફેંકો.
- ડેલ કાર્નેગી (ડેલ કાર્નેગીએ જો કે આ બધી વાતો આ જ લોક પૂરતી કરી છે, પણ જો ધર્મી આત્મા સાચા હૃદયથી મૈત્રીભાવપૂર્વક વ્યવહાર કરે તો તેને અહીં તો સફળતા મળે જ, ઉપરાંતમાં તેનો પરલોક પણ સુધરે.
આ લોકના જીવનને સફળ બનાવવું હોય તો પણ તમારે ધાર્મિકનો બુરખો પહેરવો જ પડે છે ! ધાર્મિકનો બુરખો નકલી ધર્મ) પણ જો આટલું કામ કરતો હોય તો વાસ્તવિક ધર્મ શું ન કરી શકે ?)
ને આકાશગંગા • ૨૩૦ –
લોકોને ગુસ્સે કર્યા વિના સુધારવાના નવ માર્ગો : ૧. ખરા જીગરથી પ્રશંસાપૂર્વક વાત શરૂ કરો . ૨. લોકોની ભૂલ તરફ આડકતરી રીતે ધ્યાન ખેંચો. ૩. બીજાના દોષો કાઢતાં પહેલા પોતાની ભૂલ બતાવો. ૪. સીધો હુકમ કરવાને બદલે સવાલ પૂછો. ૫. સામા માણસને ચાટ પડતો બચાવો. ૬. નાનામાં નાની સુધારણાની તારીફ કરો. વખાણ
કરવામાં કંજૂસાઇ ન કરો. ૭. સામો માણસ માનવંત છે – એમ માનીને તેને માનવંત
બનાવો. ૮. ઉત્તેજન આપો. ભૂલ સુધારવી સહેલી છે – એમ બતાવો. ૯. તમારું કામ કરતાં સામા માણસને આનંદ થાય તેમ કરો.
- ડેલ કાર્નેગી જ સુંદર વ્યક્તિત્વ માટે શું કરશો ? Cછે મન લગાવીને વાંચો. છે સંબંધને શોધો. છે સંકેતનો પરિચય વધારો. ce વિવેકશક્તિ વિકસિત કરો. cછે પોતાના સિદ્ધાંતમાં સ્પષ્ટ રહો.
છે વિચારો પર કાબૂ રાખો. સુખી થવાના ચાર સૂત્રો : ૧. વ્યસ્ત રહો, મસ્ત રહો. ૨. સુખ વહેંચો, દુઃખમાં ભાગીદાર બનો. ૩. હળીમળીને ખાઓ. ૪. સલાહ લો, સન્માન આપો.
| આકાશગંગા • ૨૩૧ -