________________
દીક્ષા લઇ લેતા. અમે તો ખૂબ મજબૂત ! ગજવેલની છાતીના ! પેપરોમાં રોજ હજારોની હત્યા વાંચીએ છીએ. રૂંવાડું યે ફરકતું નથી.
સાચે જ મોહરાજા આ સંસાર-નગરમાંથી નિર્ગુણી અને તોફાની (મહાવીર, શાલિભદ્ર જેવા) લોકોને કાઢી મૂકે છે. પણ અમને ન કાઢે... કારણ કે અમે તો પરમ ‘સદ્ગુણી’ છીએ.
***
૩૯. ક
* આઠ કરણ :
૧. બંધન કરણ
૨.
સંક્રમ કરણ
૩. ઉર્દૂર્તના કરણ
૪. અપવર્તના કરણ
૫.
૬.
ઉપશમન કરણ
ઉદીરણા કરણ
૩.
નિતૃત્તી કરણ
૮. નિકાચિત કરણ
* કર્મના ઉપકાર :
કર્મ આમંત્રણ આપે છે, તેને જ ચોંટે છે, બીજાને નહિ જ. બંધાયા પછી તરત ઉદયમાં આવતા નથી. અબાધાકાળ પૂરો થાય ત્યાં સુધી શાંત રહે છે.
જ્યારે ઉદયમાં આવે છે ત્યારે કપાળમાં લખતા નથી કે તમે પૂર્વભવમાં કોઇનું ગળું દબાવ્યું હતું માટે કેન્સર થયું છે.
આકાશગંગા - ૧૯૨ -
C▸ તે એકદમ ન્યાયી છે. નાનો પણ સારા કાર્ય કરે તો મહાન બનાવી દે. (સંગમ જેવા ભરવાડને શાલિભદ્ર બનાવી દે) મોટા પણ જો ખોટું કરે તો છોડે નહિ. (મહાવીરસ્વામી જેવાને પણ છોડ્યા નથી.)
* એક વાર્તામાં આઠ કર્મ :
જ્ઞાનચંદજી દર્શન કરવા ગયા. રસ્તામાં વેદના ઊપડી. સામે આવેલા મોહનભાઇએ કુશળતા પૂછી ત્યારે તેણે વિહ્વળ થઇ જવાબ આપ્યો : ‘આયુષ્ય ખૂટતું જણાય છે.’ અરે... એમ ના બોલશો, ભગવાનનું નામ લો. ગોત્રદેવીની પૂજા કરો. તમારા અંતરાય દૂર થશે.’
***
૪૦. સ્યાદ્વાદ
* તર... તર... તરકત...
વૃક્ષ પર બેઠેલું પંખી બોલતું હતું : તર... તર... તરકત... નીચે બેઠેલા દરેક લોકોએ તેમાં પોતાનો અભિપ્રાય સાંભળ્યો.
મુસલમાને કહ્યું : આ પંખી બોલે છેઃ અલ્લા ! તેરી કુદરત... ! ખ્રિસ્તીએ કહ્યું : નહિ... આ તો બોલે છે ઃ ઇસુ ! તેરી અરજ ! ગાંધીવાદીએ કહ્યું : મને તો સંભળાય છે ઃ ચરખો પુણી ચમરખ... !
પહેલવાને કહ્યું : આ પંખી તો મારી જ વાત કરી રહ્યું છે. એ બોલે છે : દંડ મગદળ કસરત.
વેપારી બોલ્યો : ખોટી વાત ! આ તો મારા વેપારની જ વાત છે. સાંભળો : હલ્દી મિરચ અદરખ !
આકાશગંગા ૰ ૧૯૩ -