________________
નં૦ ૨૦ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો (ગુપ્ત) સંવત ૨૦૭ હૈ.વ. ૫
આ બે પતરાંઓ છે, તે દરેક અંદાજે ૧૧” પહેલાં, અને ” ઉંચા છે. દરેકની એક બાજુ એ જ લેખ છે, લખાણના રક્ષણ માટે કાંઠા રહેજ વાળેલા છે. ૧ થી ૪ લીટીના કેટલાક ભાગ શિવાય લખાણ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે, તે પણ અક્ષરો ઊંડા કોતરેલા હોવાથી પાછળની બાજુએ જણાઈ આવે છે. કોતરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. દરેક પતરા ઉપર બે કાણાં પડેલાં છે. તેમાંથી પસાર કરેલા તાર વડે બને પતરાં એક બાજુએ જેડલાં છે. આવાં પતરાંઓ સાથે સાધારણ રીતે હોવી જોઈએ તેવી મુદ્રા આમાં નથી. બનેનું કુલ વજન ૧૦૨ તલા છે. દરેક ઉપર ૧૨ લીટીએ લખેલી છે. બીજા પતરાની પંક્તિ ૧૧ માં તિથિ આપેલી છે. એ. ઈ. ૧૧ ૫, ૧૦૪ થે આ જ રાજાનાં બી દાનપન્ન ડો. ન કોનો એ પ્રસિદ્ધ કર્યા છે, તેમાં અને આમાં લિપિ, ભાષા વિગેરેને કાંઈ ખાસ તફાવત નથી.
મૈત્રક વંશના મહારાજા ધ્રુવસેન ૧ ને લેખ છે. અને તેમાં લખેલું દાન વલભી શહેરમાં કરેલું છે. હિતવપ્રાહરણમાં છાનક (અક્ષરક પ્રાશ્ય કહેવાતા) ગામડાંના રહીશ, છગ મતના શિષ્ય, શનક નેત્રના માધવ નામના બ્રાહ્મણને આપેલી પિતાના ગામની જમીનની દક્ષિણ ધ્રુવસેને ચાલુ રાખી તેની નોંધ કરવાને લેખને હેતુ છે. હસ્તવ હાલને હાથબ (ભાવનગર સ્ટેટમાં ઘોઘાથી દક્ષિણે મૈલ) અને હાલમાં વળા તરીકે ઓળખાતું ( ૨૧પર ઉત્તરે તથા ૭૧૫૭' પૂર્વ તરફ આવેલું ) વલભી આ એ સિવાય બીજા સ્થળે જાણી શકાયાં નથી. લેખની તિથિ સંવત ૨૦૭ ( સાધારણ રીત મુજબ આંકડામાં આપેલ છે.) ના વૈશાખ વદ ૫ આપેલી છે. આ સંવત ગુપ્ત-વલભી સંવત હોવાથી ઈ. સ. (૨૦૭+૩ર૦). =પરછ બરોબર થાય છે.
1 એ, ઈ, . ૧૭ પા, ૧૫. ડા. વિએસ. સુખથંકર.
"Aho Shrut Gyanam"