SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख નક્કી કરવાને બીજી કઈ હકીક્ત નથી, પરંતુ ડે. કીબહેને જણાવે છે કે જે ચાલુ વર્ષ ગણવામાં આવે તે તે ઈ. સ. ૪૫૬ ના એપીલની ૪ થી તારીખની બરોબર થાય. અને પૂરું થયેલું વર્ષ ઈ. સ. ૪૫૭ ના એપ્રીલની ર૩ મી તારીખ ખરોબર થાય: વૈકુટકના કુટુંબનું વર્ણન આપતું ( ક્લચુરી ) સંવત ૨૪૫નું કહેરીનું પતરું આ વંશના જે રાજાના સમયનું છે તેના નામની માહિતી આપી શકતું નથી. કૂટને રાજા દહન (કલચુરી) સંવત ૨૦૭= ઈ. સ. ૪૫૬ અથવા ઈ. સ. ૪૫૭ માં રાજ્ય કરતા હતા એવું પારડીનાં પતરાંઓ ઉપરથી માલુમ પડે છે. કહુસેનના પિતા ઇંદ્રદત તથા પુત્ર વ્યાસેન નામના તે જ વંશના બીજા બે મારા વિષે પણ સિક્કાઓ ઉપરથી જાણવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ મી. જેકસન પાસે સુરતમાંથી મળેલું એક ( કલચુરીની) ૨૩૧ ની સાલનું તામ્રપત્ર હતું. તેમાં ત્રિકુટક વંશના વ્યાઘને આપેલા દાનનું વર્ણન હતું. હસેન અને વ્યાધસેન પિતાને સિકકાઓ ઉપર પરમ વૈષ્ણવ તરીકે ઓળખાવે છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. જ્યારે પારડીનાં પતરાંઓમાં દહુસેનને તેવા જ અર્થવાળું ભગવક્ષાકર્મકર એટલે ભગવનાં ચરણને સેવક એવું બિરૂદ આપવામાં આવેલ છે. આ લેખમાં બતાવેલ સ્થળે વિષે છે. ફલીટ એમ માને છે કે “અન્તરમન્ડલીવિષય” એ ગુજરાતમાં આવેલ ઉત્તરે સિહોળા અને દક્ષિણ પૂર્ણા નદીની વચ્ચેનો પ્રદેશ હે ઈ. વડેદરા રાજ્યના વ્યારા પરગણાની નૈરૂત્ય કેણુની દક્ષિણ તરફ ત્રણ મેલ ઉપર આવેલ મિઢેળા નદીના કાંઠા ઉપર જરા મોટું ગામડું આવેલું છે તેજ કાપુર તરીખે ઓળખાવે છે. આ સ્થળને ઈન્ડીયન એટલાસ કવાર્ટર શીટ નં. ૨૩ એસ, ઈ (૧૮૮૮) માં અક્ષાંશ ૨૧°૪ રેખાંશ ૭૩ ૨૫ ઉપર કપુર તરીખે બતાવવામાં આવ્યું છે. કનીયરતડાકા સારિકા” એટલે ન્હાના તડાકા. સારિકાને મિઢેળા અને પૂર્ણ વચ્ચે લગભગ અ રસ્તે તથા કપુરથી પશ્ચિમે ૧૫ મિલ ઉપર નકશામાં બતાવેલ તસરિ અથવા તશરિ તરીખે ઓળખાવે છે. દહસેને દાન આપ્યું ત્યારે જ્યાં રહ્યું હતું તે આમ્રકા કદાચ કપુરથી નૈરૂત્ય કેણમાં બે મિલ ઉપર નકશામાં બતાવેલ અમ્બળ અથવા આમ્બા હોય એમ તે માને છે. પરંતુ લેખમાં બતાવેલાં બીજે સ્થળાની નજીક આમ્રકા હોવું જોઈએ એ જરૂરનું માનતા નથી. નાશિકના શિવરાતના એક લેખમાં બતાવેલા. કાપુરાહાર નામના વિભાગનું નામ કાપુર ઉપરથી પડયું છે. અને તે જ લેખમાં બતાવેલ ચિખલપદ્ધ પણ કપુરથી ઈશાન ખૂણે અહી મેલ ઉપર મિઢોળાના દક્ષિણ કાંઠા ઉપર નકશામાં બતાવેલ ચિખદ છે. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy