________________
નં. ૮૩ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો
સંવત્ ૩૫ર ભાદ્રપદ સુ ૧ નીચે આપેલું શીલાદિત્ય ૩ જાનું દાનપત્ર જેને ફેટોગ્રાફ ડૉ. બસે મને આ હતો, તે ૧૨ ઇચ૮૧૩ ઇંચના માપનાં બે પતરાં ઉપર લખેલું છે. મુદ્રા ખોવાઈ ગઈ છે. પરંતુ બીજી રીતે લેખ સુરક્ષિત છે. વલભી રાજાઓનાં અન્ય દાનપત્રોની લિપિ કરતાં આની લિપિ કેટલેક અંશે જુદી છે. કારણું કે, લેખ માટે વપરાતા અક્કડ અને પુરાતન અક્ષરેની સાથે સાથે, ઇ. સ. ૪૦૦–અને ૬૦૦ વચ્ચે વ૫રાતી સાહિત્યની લિપિમાંથી લીધેલાં કેટલાંક રૂપ તેમાં બતાવ્યાં છે.
સંવત્ ૩૪૮ અને ૩૫૬નાં શીલાદિત્ય ૩(ત્રીજા)નાં આપણી પાસે બે દાનપત્રો હેવાથી સંવત ૩૫ર ના ભાદ્રપદ સુદ ૧નું આ દાનપત્ર વલભીના ઈતિહાસના જ્ઞાનમાં કંઈ નવી માહિતી ઉમેરતું નથી. આ દાનપત્રને આશય ગાગ્યે શેત્રના, યજુર્વેદનું અધ્યયન કરતા બ્રાહ્મણુ કિકક(કીકાભાઈના પુત્ર માપદત્ત (?) ને બે ભૂમિખંડના ત્રનું દાન છે. દાન લેનાર પુરુષ વલભીમાં રહેતા હતા પણ તે આનન્દપુર(એટલે કદાચ વડનગર)ને વતની હતા. પાછળનું નકકી કરેલું જે સાચું હોય તો વલભીમાં નાગર બ્રાહ્મણે હતા તેને આ બીજો દાખલો છે. સુરાષ્ટ્ર અથવા સેરઠમાં ધૂશા ગામમાં તે ખેતર હતું અને જેનું નામ સ્પષ્ટ નથી તે શહેરના કબજાનું હતું. તક એક રાજપુત્ર ધ્રુવસેન, જે નામ પરથી રાજકુટુંબને માણસ ધારી શકાય, તે હતે. હવે પછી પ્રગટ થશે તે એક નવું રાઠોડ દાનપત્ર સ્પષ્ટ બતાવે છે કે દૂતક, મેં હંમેશાં ભાષાંતર કર્યું છે તેમ કાર્યને અમલ કરનાર પુરૂષ નથી, પરંતુ ઘણી વખત તેને, દૂત (સંદેશા લઈ જનાર) અથવા દાનને અમલમાં મૂકવાનું કાર્ય સૈપાયેલા માણસ એમ અર્થ થાય છે. લેખક શ્રી સ્કંદભટ દિવિરપતિને પુત્ર દિવિરપતિ શ્રી અણહિલ છે. અણહિલે પહેલાં અરડ. ૨(બીજ)ની સેવા (નોકરી) કરેલી હતી.
• ઈ. એ. વી. ૧ પા. ૩૦૫ કે. જી. જુહુર
"Aho Shrut Gyanam"