________________
૨૭૦
गुजरातना ऐतिहासिक लेख
દશપુરને ચતુર્વેદી હતા આ ઉપરથી હું અનુમાન કરું છું કે અયાનકાગ્રહાર એ એક દશપુરનો એક વિભાગ ( ભાગ) હતા. દાન લેનારે બીજો પુરૂષ એ કદાચ પહેલને ભાઈ હતા અને તે અગસ્તિકાગ્રહાર જે દશપુરને બીજો વિભાગ હશે ત્યાંના ચતુર્વેદી મળેને એક હતા અને ત્યાં વસતા હતા. આ શહેર એ હલનું દસર અથવા મદસેર છે. જે સિંધિયા સરકારના રાજ્યના એક વિભાગનું મુખ્ય શહેર છે અને રતલામની ઉત્તરે પર માઈલ દૂર આવેલું છે.
“એ” લેખ મુજબ દાન અપાયેલી ભૂમિ માલક વિભાગમાં હતી. તે ચન્દ્રપુત્રની દક્ષિણે આવેલું એક ખેતર હતું અને તેની પૂર્વમાં ધમ્મણહર્ફિકા અને દક્ષિણમાં દેવકુલપાટક હતાં. મી. માર્શલને લખેલા પત્રમાં રતલામના દિવાને આ સ્થળો તે ચોદીઆ, ધુનેદ અને દિવાલ ખેડી એ ગાવાની તૈયે આવેલાં ત્રણ ગામ જ્યાંથી આ બે દાન શોધાયાં હતાં તે જ અનુક્રમે માન્યાં હતાં. પણ એ નામમાં ઉરચારની સમાનતા ફક્ત ઉપર ઉપરની જ ( બાહ્ય ) છે. આ ઉપરાંત ધને ચાદીઆની પૂર્વમાં નથી, પણ નિત્યમાં છે. અને દિવાલ ખેડી દક્ષિણમાં નથી પણ ચોદીને વાયવ્યકોણે છે. આ ઉપરથી દીવાને મુકરર કરેલી એળખ રદ ગણવી જોઈએ. ડૉ. કુલ મટી કુપા કરી નકશા તપાસીને નીચેના પરિ. ણામ સ્થાપ્યાં છે –
માસેરની દક્ષિણ-અગ્નિ ખૂણામાં ૧૧ માઈલ પર, “ધી ઈન્ડીઅન એટલાસ શીટ” નં. ૩૫. એસ. ઈ. (૧૮૯૧) માં “ ધનુર” નામે બતાવેલું એક મહાટું ગામ છે. અને ભોપાલ અને માલવા ટેપિોગ્રાફિકલ સર્વે શીટ . ૩૮. (૧૮૮૨) માં ધ—ાર આપેલું છે તે આ દાનપત્રનું ગામ ધમ્મહફ્રિકા છે એમ મને લાગે છે.
પરંતુ કઈ પણ નકશામાં બીજાં નામોમાંથી એક પણ બતાવેલું નથી. પણ ચન્દ્રપત્રકની દક્ષિણ અને ધનારની નૈરૂત્ય કેણુથી પશ્ચિમે ૪ મૈલ ઉપર દિલૌદને દેવકુલપાટક માનીએ, અને ધન્નારને ચપુત્રકની પૂર્વનું ગામ ગણીએ તે સંભવિત છે. તેમ છતાં ફક્ત એક જ સ્થળ અનુમાનથી ઓળખવાથી લેખનું ચોક્કસ રથળ નિર્વિવાદ રીતે નક્કી થાય નહિં.
આ લેખની તારીખ, [ગુપ્ત સંવત ૩૨૧ (એટલે ઈ. સ. ૬૪૦-૪૧) ને ગાવાનાં પહેલાં દાનપત્રના સંવત ૩૨૦ અને ધરસેન ૪ થાની વહેલામાં વહેલી તારીખ સંવત ૩૨૬ એ બે વચ્ચે છે. અને આ રીતે ધ્રુવસેન ૨ જાના રાજ્યને જણાયેલો વખત એક વર્ષ આગળ વધે છે.
"Aho Shrut Gyanam"