________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાંતર . (પંક્તિ ૩૬) મહેશ્વરને પરમ ભકત, બાલાદિત્ય નામધારી, શ્રીમાન ધ્રુવસેન કુશળક્ષેમ હતે તે સમયે સર્વે લાગતાવળગતાઓને આજ્ઞા કરે છે
( પંક્તિ ૩૭ ) તમને જાહેર થાઓ કે મારી માતપિતાના પશ્યની વૃદ્ધિ માટે માલવકમાં જણાવેલા વિભાગમાં નવગ્રામક ગામની પૂર્વ સીમા પર એક ભકતી ભૂમિ, ઉદુમ્બરગરથી આવેલા, અગસ્તિકાગ્રહારમાં નિવાસ કરતા ત્યાંના ચતુર્વેદી મધ્યેના પારાશર ગેત્રના, વાજસનેય શાખાના બ્રાહ્મણ કુમારસ્વામીના પુત્ર, બ્રાહ્મણ સ્વામીને તથા જમ્બુસરથી આવેલા અયાનકાગ્રહાનિવાસી, ચતંદી, કૌશિક શેત્રના, વાજસનેય શાખાના, બ્રાદ્વાણુ મહેશ્વરના પુત્ર બ્રાહ્મણ સંગરવિને મેં આપી છે.
(પંક્તિ કર ) આ ભૂમિની સીમા-પૂર્વમાં વરાહાટક ગામની સીમા, દક્ષિણે એક નદી, પશ્ચિમે લક્ષમણની પટ્ટિકા અને ઉત્તરમાં પુલિન્દાનક ગામની હદ છે.
( પંક્તિ, ૪૩) ઉપર જણાવેલી સીમાવાળી ૧૦૦ ભક્તી ભૂમિ ઉદ્ર સહિત, ઉપરીકર સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણની ઉજ સહિત, દશાપરાધ સહિત, - વિષ્ટિક સહિત, અને રાજપુરૂષના પ્રતિબંધ મુક્ત, પૂર્વે મંદિરને અને બ્રાહ્મણે કરેલાં દાન બાદ કરી (વજર્ય કરી) અને બ્રાહ્મણો માટે વીસમો ભાગ વજર્ય કરી, ભૂમિછિદ્ર ન્યાયને અનુસરી, શશી, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વના સમય સુધી, (આ બે પુરુષના) પુત્રે, પગે અને તેમના વંશજોના ઉપગ અર્થે મેં પુણ્યદાન તરીકે પાણીના અર્ધ સાથે આપી છે.
(પક્તિ ૪૬-૫૧ ) ચાલુ ધમકી તેમ જ શાપ દેવાના શ્લેકે છે.
( પતિ પ૧ )" આ દાનને હતક રાજપુત્ર શ્રીમાન ખરબદ્ધ છે. દાનપત્રને લખનાર સાંધિવિગ્રહધિકારી, દિવિરપતિ વત્રભદિને પુત્ર, દિવિરપતિ સ્કન્દમટ છે. સંવત્ ૩ર૦ ભાદ્રપદ કૃષ્ણપક્ષ ૫ ને દિને. આ મારા સ્વહસ્તાક્ષર છે.”
"Aho Shrut Gyanam"