________________
१३०
गुजरातना ऐतिहासिक लेख
વરાહા અથવા વડોદરાને મળતું આવે છે. પરંતુ કાઠિયાવાડના નકશામાં આ નામવાળાં ઘણાં સ્થળે છે પણ તેમાંનાં એક પણ પાસેઆ દાનપત્રમાં લખેલાં ભદ્રાણ, પુમિલનક, બમિલનક અને દીન્નાનાક નામનાં ગામો આવેલાં નથી. પ્રાચીન સમયમાં પણ વટપદ્ર સાધારણ નામ હશે એમ જણાય છે. કારણ કે, આ દાનપત્રમાં વટપદ્રની આગળ લગાડેલો શબ્દ વન, જેને અર્થ , “ અલવર્મનનું અથવા બલવર્મને સ્થાપેલું” કર્યો છે, તે ફકત આ ગામ તથા તેવાં અને કા ગામ વચ્ચે તફાવત બતાવે છે,
દાનમાં આપેલી વસ્તુઓનું વર્ણન આપતે ભાગ નીચે પ્રમાણે છે
યમલવાપી, જે, પચીસ ચેરસ ફુટના ઘેરાવવાળી, વટપદ્રની સીમાની અંદર ઉત્તર તરફ આવેલી છે. અને વાણિજ કુવાની પશ્ચિમે, બલભટના કૂવાની દક્ષિણે તથા ચન્દ્રભટના કૂવાની પૂર્વ છે. આ ઉપરાંત ૧૫૦ ચોરસ ફૂટનું પશ્ચિમ તરફની સીમા ઉપરનું એક ક્ષેત્ર, જે ભદ્રાણુક ગામના રસ્તાની દક્ષિણે, વિતખટ્ટાની પશ્ચિમે દીન્નાનાકના રતાના ઉત્તરે, તથા બટકની સીમાની પૂર્વ છે, તથા [ ૧૫૦ ચેરસ ફેટનું એક ક્ષેત્ર] દક્ષિણ તરફની સીમા ઉપર, પૂજ્ય ભગવાન આદિત્યના કવાની પૂર્વે, મોઆ3) કકિત્રિ(કકિ?િ )ના ક્ષેત્રની ઉત્તરે, અમિલન ગામના રસ્તાની દક્ષિણે, પુમલાનક ગામની સીમાની પશ્ચિમે આ રીતે કુવા સહિત આ પલ્પ ચારસ ફૂટ (જમીન) . . ... ... .. ( આપવામાં આવી છે )
આ દાન આપવાને હેતુ હમેશ મુજબને, એટલે, મંદિરની પૂજા તથા સમાર કામના ખર્ચની સગવડ કરવાનો છે.
આ બધી હકીકતે કરતાં વધારે જાણવા જેવી હકીકત તૂતક, જે કદાચ વટપદ્ર જ્યાં આવેલું છે તે પ્રદેશને અમલ કરનાર અધિકારી હશે, તેનું નામ, અને દાનની તારીખ છે. દૂતક ખગ્રહ નામને છે. અને પછીનાં પતરાંઓ ઉપરથી આપણે જાણીએ છીએ કે ખરગ્રહ ૧ લે શિલાદિત્ય 1 લાને ન્હાનો ભાઈ અને તેના પછી ગાદીએ આવનાર હતું. અને તે શીલાદિત્યના સમયમાં રાજ્યવહીવટ ચલાવતા હતે.
દતક અને રાજાને એક જ કહેવામાં હું જરા પણ સંકોચ રાખતું નથી, તથા આ જવાબદારીવાળી જગ્યાએ તેની નિમણુંક હોવાની અંગે રાજ્યની ખરી સત્તા છેવટે તેના હાથમાં આવી અને પોતાના બંધના આદેશ પ્રમાણે વર્તન કરી, એક કેળવાયલે બળદ સરું ઉપાડે તેવી રીતે, એ કે ઉપેન્દ્ર વિગ)ના વડિલ બંધુ ( ઇન્દ્ર) જેવા પિતાના વડિલ બંધુની બહુ ઈચ્છા જાતે (રાયેલમ) ઉપાડવાની હશે છતાં, પિતે રાજ્યલક્ષમીને ભાર ઉપાડી લીધું હતું
આ લેખની તારીખ સંવત ર૦ છે. જ્યારે શિલાદિત્યનાં બીજા બધા જાણુવામાં આવેલ લેખે સંવત ૨૮ ના છે. આ નવી તારીખથી શીલાદિત્યનાં અને બીજા ધ્રુવસેનનાં સંવત ૩૧ નાં દાનપત્રો વચ્ચેનું અંતર ર૦ વર્ષનું જ રહે છે. જે સમયાન્તરમાં બે રાજાઓ થયા, એક ખરગ્રહ ૧ લે અને ધરસેન ૩ છે. તેથી આ દાન શીલાદિત્યના રાજ્યના અંતના સમયમાં આપ્યું હશે અને ત્યાર બાદ થોડા સમયમાં જ તેને પદભ્રષ્ટ કર્યો હશે, એ બંડ સંભવિત છે.
"Aho Shrut Gyanam"