________________
ધરસેન ર જાનાં તામ્રપત્રો
ગુપ્ત- સંવત રહ માધ સુદ ૧૦ (ઈ.સ. પ૯૦) આ સંસાયટી તરફથી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમ ઑફ વેસ્ટ ઇન્ડિઆને આપવામાં આવેલાં તામ્રપત્રમાં નં ૭૩ની નિશાનીવાળાં ૪ પતરાંઓના કકડા છે. આ નંબર દેખીતી રીતે
સાયટીના લીસ્ટનો છે. આ પતરાંઓમાં સૌથી મોટું આ દાનપત્રનું બીજું પતરૂં છે, જેના નીચેના બે ખૂણાઓ કટાઈને નાશ પામ્યા છે. તેનાથી નાના કકડામાં પહેલાં પતરાંને મધ્ય ભાગ છે. અને તેમાં ફક્ત હંમેશનો વંશાવળીને ભાગ જ સુરક્ષિત છે. બને છેડાની બાજુઓ નાશ પામી છે. બાકીના બે કડામાંને એક, ૯૪રમાપને, કેઈ અન્ય દાનપત્રના બીજા પતરા ઉપર ભાગ છે, અને આ દાનપત્ર સાથે કંઈ પણ સબંધ ધરાવતું નથી. છેલ્લે કકડે, આશરે ૧૪૪ માપને, એક વલભીના દાનપત્રનાં પહેલાં પતરાંનો ભાંગી ગયેલે ભાગ જણાય છે, પણ આ દાનપત્ર સાથે સંબંધ ધરાવતું નથી. આ છેલા બે કકડાઓનું મૂળ મળી આવે ત્યાં સુધી રાખી મૂક્વા પડશે.
પહેલા પતરાવાળા કકડે પક્ષ અને બીજે ૧ર૩૮” માને છે. બન્ને એક જ બાજીપર લખેલા છે. પહેલા પતરા ઉપર ૧૫ અને બીજા ઉપર ૧૭ પંક્તિઓ સાચવેલી છે. તારીખ પહેલાં પતરાની છેલ્લી પંક્તિમાં આપેલી છે. અને તેમાંથી ૨૦૦,૭૦,૧૦નાં ચિતો મળી શકે છે.
પહેલા પતરામાં આપેલા વંશાવળીને ભાગ છે. એ. ૭ પા. હ૦માં પ્રસિદ્ધ કરેલા ગુપ્ત સંવત ર૭૦ના દાનપત્રમાં છે તેને બરોબર મેળવે છે. બીજા પતરાની બીજી પંક્તિમાં દાન કરનાર ધરસેન(૨)નું નામ આપ્યું છે. તેણે સુરાષ્ટ્રપ્રાંતમાં સુદત્તભાનક પાસે આવેલા ઉટપાલક ગામનું દાન આપેલું છે. આ દાન નીચેનાં ત્રણ કાર્યો માટે આપ્યું છેઃ-(૧)બુદ્ધની મૂર્તિની પૂજા,(૨) પૂજ્ય ભિક્ષુઓનું સ્વાગત (કપડાં, ખોરાક ઓષધ વિગેરે વડે ), (૩) મઠનું સમારકામ. તારીખ ઈસ, પ૯૦ને મળતી ગુ.સં. ૨૭૦ના માઘ શુદ ૧૦ આપેલી છે. દાનને કૂતક સામંત શિલાદિત્ય અને લેખક હિવિરપતિ સ્ક૬ભટ છે.
જનમ છે. બ્રા. ર. એ. સે, ૧ પા. ૨૬-૧૭ , જી. આચાર્ય
"Aho Shrut Gyanam"