________________
નં. ૪૩ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો
સવત પર વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા ) આ લેખ દરેક ૧૨.૫ ઇંચ૮.૫ ઇંચના માપનાં બે પતરાંઓ ઉપર લખેલે છે. હમેશ મુજબ ચિહ્નો અને લેખવાળી મુદ્રા સહિત જમણી બાજુની કડી તેની એગ્ય જગ્યાએ છે. લિપિ, નીચે આપેલાં ધરસેનના દાનપત્રમાં છે, તેના જેવી છે.
પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે તથા કાટ લાગેલ નથી. પરંતુ ધી કાઢનારે તે સાફ કયા હોય એવું લાગે છે.
કેતરકામ ઘણું જ ખરાબ અને મલીન છે. ૩ અને ૨ માં ભેદ રાખે નથી. ક ને બદલે ઘણી વાર ૩ લખેલે છે. ૪ ની પહેલા ટૂ ની નિશાની કરી નથી. અને વિસર્ગ, અનુનાસિક, તથા આ ઘણી વાર છોડી દીધેલા છે અથવા પેટે ઠેકાણે મૂકેલા છે. તે સિવાય જોડણીમાં અસંખ્ય ભૂલો છે અને કેટલેક ભાગ ખાલી રહે છે.
અદ્વિમાં આ પતરાંઓ ઈ, એ. વ. ૬ પા. ૧૨ માં પ્રસિદ્ધ કરેલાં શિલાદિત્ય ૫ માનાં પતરાંઓને મળતાં આવે છે. સંસ્કૃત ભાષા પણ શુદ્ધ નથી. કેટલાક શબ્દોની જાતિનું ચોક્કસપણું તથા ને બદલે વધારે પ્રમાણમાં થતા જ્ઞ ને ઉપગ બતાવે છે કે લેખક સંસ્કૃત કરતાં પ્રાકૃત ભાષા સાથે વધારે પરિચય ધરાવતા હતે.
વંશાવળીમાં કાંઈ નવીન જાણવા જેવું નથી. પરંતુ તારીખ સંવત્ ૨પર ની વૈશાખ વદિ ૧૫ એતિહાસિક દૃષ્ટિએ જાણવા જેવી છે. કારણ કે, ધરસેનના પિતા ગુહસેનને જાણવામાં આવેલ છેલે લેખ સંવત ૨૪૮ ને છે. અને આથી પિતાના મૃત્યુ તથા પુત્રના રાજ્યારહણુ વચ્ચેને સમય ચાર વર્ષને થાય છે.
દાનની વસ્તુઓમાં, સૂર્યદાસ નામના ગામમાં એક ક્ષેત્ર તથા વાવ, તથા જેતિપદ્રક અને લેશુક ગામમાંના વધારાનાં બે ક્ષેત્રે છે.
ધરસેન ૪ થા નાં ઈ. એ. . ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ થયેલાં દાનપત્રો પ્રમાણે, આ ક્ષેત્રોનું માપ ફટ “પાદ' થી આપ્યું છે, “ વસ્થિત નવીન તથા મારાથી ન સમજી શકાય તે શબ્દ છે.
દાન લેનારાએ શાડિલ્ય ગોત્રના દશા તથા ષષ્ઠિ નામના બે બ્રાહ્મણ છે. તેઓ, હાલમાં ગુજરાતમાં પ્રસિદ્ધ, સામવેદની ઈદેશ્ય કૌથુમી શાખાના શિષ્ય હતા. કાશ્મીરના માં બ્રાહ્મણોના નામ તરીકે “ષષ્ઠ” શબ્દ વાપરે છે. “દશ' સંસ્કૃત નથી, કદાચ તે દેશી ઉપનામ હય.
આ લિસ્ટમાં વર્મપાલ અને પ્રતિસરક એ બે અધિકારીઓનાં નામ આપ્યાં છે. આ અધિકારીઓ પ્રથમના લેખમાં બતાવ્યા નથી. “વર્ભપાલ” નો અર્થ “મારક્ષક” એવો થાય છે. અને કદાચ તે રસ્તા ઉપર ચેરીઓ થતી અટકાવવા રાખેલે ચોકીદાર હય, આધુનિક સમયમાં પણ કાઠિવાડ અને રાજપૂતાનાના રસ્તાઓનું, બે ત્રણ કેસને અંતરે અપડાંઓમાં રહેતા આવા ચેકીદારોથી રક્ષણું કરવામાં આવે છે. * પ્રતિસરક” ને અર્થ સામાન્ય રોકીદાર થાય છે અને ગામડાંઓમાં રાખવામાં આવતા રાત્રિના શૈકીદારને માટે વપરાય લાગે છે.
ઈ. એ. જે. છ ૫. ૬૮ છે. પુહર.
"Aho Shrut Gyanam"