________________
ન
કર
ધરસેન ૨ જાનાં માળિયાનાં તામ્રપત્રો
ગુ. સંવત ૨પર (ઈ.સ. પ૭૧-છર) વૈશાખ વદ ૧૫ આ લેખ તરક પ્રથમ ૧૮૮૪ માં ઈ. એ. વ. ૧૩ ૫, ૧૬૦ માં મેં ધ્યાન ખેંચ્યું હતું મુંબઈ ઇલાકામાં કાઠિવાડને સ્વસ્થાન જુનાગઢના માળિયા મહાલના મુખ્ય શહેર માળયામાંથી મળી આવેલાં કેટલાક તામ્રપત્ર ઉપરથી આ લેખ લખેલે છે. મૂળ પતરાંએ જૂનાગઢના દરબારના હવાલામાં છે.
દરેક લગભગ ૧૧૪૭” ના માપનાં એવાં બે પતરાંઓ છે. અને તેની એક બાજુપર લેખ લખેલો છે. લેખના રક્ષણ માટે કાંઠાઓ વાળી દીધેલ છે. અને આ લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે, પર્ણ અક્ષરે ઉડા હાઈ પાછળના ભાગમાં એ દેખી શકાય છે. કેતરકામ સારૂં કરેલું છે, પરંતુ અક્ષરોની અંદર કોતરનારનાં ઓજારોનાં નિશાન હમેશ મુજબ દેખાય છે. પહેલા પતરાની નીચે અને બીજાની ઉપરના ભાગમાં કાણામાંથી પસાર કરેલી કડીઓથી પતરાંઓ જોડેલાં છે. મારા લેવામાં આવ્યાં ત્યારે બને કડીએ કાપેલ હતી. એક કડી સાદી ત્રાંબાની છે તે ” જાડી અને ૧” વાસવાળી ગોળ છે. બીજી તેટલી જ જાડી પણું વલભી મુદ્રાઓની કડીઓ પ્રમાણે લખગેળ છે. આના છેડા ઉપરથી ૧રૂર” વાળી લંબગોળ મુદ્રાથી બાંધેલા છે. આ મુદ્રામાં જરા ઉંડી સપાટીમાં ઉપડતી રીતે કોતરેલો જમણી બાજુ મહાવાળે નંદી છે જે વલભી મુદ્રામાં સામાન્ય રીતે કેતરવામાં આવે છે. તેની નીચે બે આડી લીટીએ કરી તેની નીચે ભટકઃ (શ્રીભટાર્ક ) એટલે પ્રતાપી ભટાર્ક એમ લખેલું છે. બે પતરાંઓનું વજન ૩ પૉડ ૧ ઓસ છે. એ કડીઓ તથા મુદ્રાનું વજન ૧૨ ઔસ છે. અને કુલ વજન ૩ પંડ, ૧૩ ઔસ છે. અક્ષરનું માપ રે” અને ” વચ્ચે છે.
વલભી વંશના મહારાજા ધરસેન ૨ જાને આ લેખ છે તેમાં લખેલ શાસન વલભી એટલે કાઠીઆવાડમાં ગોહિલવાડ પ્રાંતના વળાસ્ટેટના હાલના મુખ્ય શહેર વળામાંથી કાઢેલું છે. સમય આંકડાએથી આપે છે. તે સંવત ૨પર ઈ.સ. પ૭૧-૭૨ ના વૈશાખ (એપ્રીલ-મે) વદિ ૧૫ છે. આ લેખ કઈ પશુ પંથને નથી. તેને હેતુ ફકત મહારાજા ધરસેન ૨ જાએ એક બ્રહાણુને પંચ મહાયજ્ઞ ચાલુ રાખવા માટે અંતરત્રા ડાંભિગ્રામ, તથા વજગ્યામ નામનાં ગામડઓમાં દાનમાં આપેલા જમીનની નોંધ કરવાને છે.
૧ કે. ઈ. ઈ. વ. ૩૫, ૧૬૪–૧૬૫ ફીટ ૨ જૂનાગઢથી નૈરૂત્ય ખુણામાં આશરે ૨૩ માઈલ ઉપર ઉત્તર માંના માળિયા મીઆણાથી જૂદું પાડવાને આને માજિઆ હાટીના પણ કહે છે.
"Aho Shrut Gyanam"