________________
નં. ૩૯
ભાવનગર તાબે મહુવા પાસે કતપુર ગામેથી મળેલાં ધરસેન ૨ જાનાં તામ્રપા
સંવત ૨૫ર વૈશાખ વદ ૫ (ઇ. સ. ૧૭૧-૭૨ )
ભાવનગર સામે કાર્ડિઆવાડના દક્ષિણ કિનારાપરનું મહુવા અંદર એક ન્હાનું શહેર છે. અને જ્યાંથી આ પતરાં મળ્યાં છે તે ક્તપુર ગામ તેની પૂર્વમાં એ મેલપર આવેલું છે. આ બન્ને પતરાં, વલભી રાજશ્નેાની મુદ્રા તથા અન્ને પતરાંએ જોડાએલાં રાખવા માટે પસાર કરેલી કડીઓ સહિત, ભાવનગરના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કાટને લીધે બીજા પતરાંના ચાડા અક્ષરા આંખા થઈ ગયા છે તેપણ તે સુરક્ષિત સ્થિતિમાં છે. તે ઉકેલવામાં કાટને લીધે કંઈ પણ હરકત થતી નથી. તેનું મા૫ ૧૦×ા છે અને તેમાં અનુક્રમે ૧૬ અને ૧૭ પંક્તિએ ફક્ત એક બાજુએ લખેલી છે.
વિશાખ અને અપ્પા નામના કાઈ બ્રહ્મચારીઓને અમુક યજ્ઞા કરવાના અદ્દલામાં કામિરપાટકની પૂર્વ તરફની સરહદ ઉપર એક ખેતરનું દાન બાયતના આ લેખ છે. તે વલભી સવત ૨૫૨ (ઈ. સ. ૫૭૧-૭૨ ) ના છે.
તે સંસ્કૃત ગદ્યમાં લખેલા છે. અને લિપિ વલભી છે.
"Aho Shrut Gyanam"