________________
गुहसेननुं वळानुं ताम्रपत्र ભાષાન્તર
તેના પુત્ર, જેણે શત્રુએના સમદ ગોનાં કુમ્સ ભેદીને આત્મમળ પ્રકાશિત કર્યું હતું, જેના પાદનખનાં કિરણા પેાતાના પ્રતાપથી નમેલા શત્રુએના મુગટમણની કાન્તિ સાથે ભળી જાય છે, જેણે સકળ સ્મૃતિમાં નિર્મલા માર્ગનું કાળજીથી પાલન કરીને જનેાનાં હૃદય અનુરંજિત કરી, રાજ ( હૃદય હરનાર ) શબ્દના અર્થ સત્ય કર્યું છે, જે રૂપમાં કામદેવ, કાન્તિમાં ઇન્દુ, સ્થિરતામાં ગિરીશ, ગાંભીર્યમાં સાગર, બુદ્ધિમાં બૃહસ્પતિ કરતાં અધિક છે, શરણાગતને અભયદાન આપવામાં પરાયણુ ઉંડવાથી જે પેાતાના હિત માટે તૃણ્ સરખી પશુ દરકાર રાખતા નથી, જે વિદ્વાન અને પ્રણયી મિત્રાનાં હૃદય, પ્રાર્થના કરતાં અધિક ધન આપી, રજે છે, જે અખિલ ભુવનના સાક્ષાત્ આનંદ હતુ, તે પરમમાહેશ્વર, મહારાજ શ્રી ગુસેન કુશળ હાલતમાં, રાજ્ય સાથે કાઈ પણ સંબન્ધ ધરાવતા સર્વ અાયુક્તક, વિનિયુક્તક, ડ્રાંગિક, મહત્તર, ચાર્ટ, ભટ, ધ્રુવ:ધિકરણિક, દડભેાગિક, ચાદ્ધણિક, રાજસ્થાનીય, કુમાર, અમાત્ય આદિને શાસન ફરે છે.
તમને જાહેર થાએ કે મારાં માતાપિતા અને મારા માટે આ લેકમાં અને પરલેકમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, ભગવતી દુડ્ડાએ કરેલા અને વચ્ચે આવેલા દુડ્ડાના વિદ્વારમાં ૧૮ શાખાના સર્વ દિશામાંથી આવતા શાકય ભિક્ષુસંધને, આજારી આદિ જનેનાં અન્ન, વસ્ત્ર, આસન ઉપાય અને એસડ માટે નીચેનાં ચાર ગામેઃ
५७
631
આનુમજી અને પિપલરૂ ખરી વચ્ચે આવેલું સમીપટ્ટ( ૬ )વાટક મણ્ડલીવંગમાં સગ માનક, તથા દૈતારમાં નદ્દીય અને ચાસરી, ... ...સર્હુિત, સહિત, લીલી અને સુકી ઉત્પત્તિની આવક સદ્વૈિત, અન્ન અને સુવર્ણ, અને વેના હક્ક સદ્ભુિત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી, પાણીના અર્થ્યથી ( દાનને અનુમતિ આપી ) મેં આપ્યાં છે.
આથી ભગવાન શાકય—ભિક્ષુસંઘની સાથે સંબંધ ધરાવનાર ફઇ પણ આ ગામેાની જ્યારે ખેતી કરે અથવા ખેતી કરાવે ત્યારે કોઇએ પણ પ્રતિગન્ધ કરવા નહિ અને અમારા વંશન ભાવિ ભદ્ર નૃપે એ, ઐશ્વર્ય અસ્થિર છે, માનુષ્ય અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ ( સર્વ રક્ષ નારને ) સામાન્ય છે, એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. જે તે હરી લેશે અથવા તે હરી લેવામાં અનુમતિ આપશેતે પાંચ કુકમોને દંડ મેળવશે અને ત્રણ ( જાતનાં ) વિતમાં પંચમહાપાપ અને અન્ય અલ્પ પાિના દેખી થશે.
અને કહ્યું છે કે રૃપેાના દારિદ્રયના ભયને લઇને ધર્મ અર્થે આપેલું જે નિર્માલ્ય અને વાન્ત અન્ન સમાન છે તે યે સુજન પુનઃ હરી લેશે ?
સગર આદિ અહુ નૃપાએ પૃથ્વીના ઉપભોગ કર્યો છે. જે સમયે જે ભૂપતિ, તેમ તેનું ફળ છે.
મારા સ્વમુખે દેવાએલી આજ્ઞા : મારા, મહારાજ ગુહુસેનના સ્વહસ્ત. સંધિવિગ્રહાધિ કરણાધિકૃત કન્દ્રભથી લખાયું. સં. ૧૪૬
૧ ઇ. એન્ટી. વ. ૪ ૬, ૧૭૫,
"Aho Shrut Gyanam"