________________
नं0 30
ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો
[ ગુમ] સંવત ૨૨૬ કાર્તિક સુ. ૧૫ આ બે પતરાઓના ભાંગીને ઘણું ટુકડા થઈ ગયા છે. પહેલા પતરાના ચાર, અને બીજાના છ ટકડા સાચવેલા છે. તેમની મદદથી દાનપત્રને ભેટો ભાગ વાંચી શકાય છે અને કંઈ બહુ નુકસાનભરેલી બેટ જણાતી નથી. દરેક પતરું ૧૧”x૪ '' ના માપનું છે. લેખને ઇજા એટલી બધી થઈ છે કે તેની છાપ લઈ શકાય તેમ નથી. બીજા પતરાંના, આશીર્વાદ અને શાપ આપના બ્લેક અને તિથિવાળા ભાગે પૂરતા સ્પષ્ટ છે.
- વલભીમાંથી જાહેર થયેલું આ દાનપત્ર ધ્રુવસેન ૧ થી આનર્તપુરમાં વસતા એક બ્રાહ્મણને અપાયેલા દાનની નેંધ લે છે. દાન લેનાર પુરૂષ અને દાનની મિલકતનું વર્ણન છેવાએલ છે. પણ તે મિલ્કત સેપકેન્દ્રક મંડલમાં કેટલાંક પાદાવ ભૂમિની છે.
દાનપત્રમાં જાણવાલાયક ત્રણ વિશેષ હકીકત છે. ઘુવસેન માટે, તે નૃપનાં બીજા દાનમાં, અને તેનું નામ જણાવતાં અન્ય દાનમાં, ને મળતું એવું એક વધારે ઉપનામ આ દાનમાં આપણે જોઈએ છીએ. તે ઉપનામ પહેલા પતરાની પંક્તિઓ ૧૦ અને ૧૧ માં જણાવેલું છે.
બીજી બાબત એ છે કે આ દાનની તિથિ શબ્દમાં અને જંખ્યા બનેમાં આપી છે તેથી તિથિની સંખ્યા સંબંધે કંઈ પણ શક રાખવાની જરૂર નથી.
તિથિ અને લખનારનું નામ એક શ્લોકમાં આપ્યાં છે, લખનારનું નામ તદ્દન નવું છે. દૂતકનું નામ આપ્યું નથી.
દાનની તિથિ સંવત ર૦૬ નવી છે, અને વલભી સમયના જ્ઞાનને માટે ઘણી મહાન અગત્યની છે. કારણ કે અત્યાર સુધી જાણેલી નૃપ ધ્રુવસેનની તિથિ સંવત ૨૨૧ હતી (વી, એ. જ લો. પા. ૨૯૭) અને તેથી આપણું દાનપત્ર, તેના રાજયનો સમય આમ ઓછામાં ઓછાં પાંચ વર્ષ વધારે છે. વલભી નૃપ ગુહસેનની બીજી તિથિ ૨૪૦ (ઈ. એ., , પા. ૬૬) મળેલી છે. વચ્ચે થએલા નૃપ ઘરપટ્ટે કોઈ પણ દાન કર્યું કે નહિ તે જાણીનું નથી.
૧ જરનલ બે, બ્રા. રે.. એ. સે, ન્યુ રહી. છે. ૧ ૫, ૧૧ ડી. બી. દિસ્કર.
"Aho Shrut Gyanam"