________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર
સ્વસ્તિ! ખુવેદીય ગામમાંના વિજયી નિવાસથાનમાંથી, પિતાના શત્રુઓને બળથી નમાવનાર, મિત્રેના અતુલ પ્રતાપથી સામ્રાજ્ય પ્રાપ્ત કરનાર, સામાસામી કરેલાં અનેક યુદ્ધમાં યશ પ્રાપ્ત કરનાર, દાન, માન, {ભટ્ટારકના) યશનાં ફળ, અને પિતાની સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગને લઈને અનુરકત મિત્ર નૃપમંડળના પ્રતાપથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર શ્રીમાન સેનાપતિ ભદ્રારક પૂર્વ થઈ ગયે.
તેને પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રકત બનીને પવિત્ર થયું હતું, જેના પદના નખની પ્રજા નમન કરતા શત્રુઓનાં ચૂડામણિના તેજથી કંકાઈ જતી, જેની લમી દીન અને અનાથનું પાલન કરતી હતી, તે પરમ માહેશ્વર શ્રી સેનાપતિ ધરસેન હતા.
તેને અનુજ, જેને વિમળ ચૂડામણિ બન્યુના ચરણને નમન કરવાથી અધિક તેજસંપન્ન થયું હતું, જે મનુ આદિ મુનિએ)ના જાહેર કરેલાં વિધિ વિધાનમાં યુધિષ્ઠિર સમાન હતું, જેણે ધર્મ પાલનના નિયમ પળાવ્યા, જેની રાજ્યશ્રી મહાદાનથી પવિત્ર થઈ
હતી, અને જેને રાજ્યાભિષેક અખિલ પૃથ્વીના પરમસ્વામિથી જાતે જ થયું હતું તે સિંહ- સમાન પરમ માહેશ્વર મહારાજ શ્રી દ્રોણસિંહ હતા,
તેને અનુજ, પિતાના ભુજબળ વડે શત્રુઓના ગજેની ઘટાને એકાકી વિજેતા, શરણાગતને આશ્રયસ્થાન, શાસ્ત્રાર્થ અને તત્વમાં નિપુણ, પ્રણય મિત્રને અભિલાવ અનુસાર ઈચ્છિત ફળ આપનાર કલપતરૂ સમાન, પરમ ભટ્ટારકને પાદાનુધ્યાત, પરમભાગવત, મહાસામન્ત, મહાપ્રતીહાર, મહાદચ્છનાયક, મહાકાર્તાકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેન હતા.
તે કુશળ હાલતમાં સમસ્ત રાજપુરૂષ, આયુક્તક, મહત્તર, ચાટ, ભટ આદિને અનુશાસન કરે છે -
તમને જાહેર થાઓ કે મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે, આ લેકમાં અને પરલોકમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે, અનુપુંજયના અન્ત પર આવેલું પિપ્પલરૂખરી ગામ, રાજપુરૂના હસ્ત પ્રક્ષેપણુ મુક્ત, ... ... ... ... ... ... ... સહિત, તેમાંની સર્વ આવક સહિત, ભૂમિછિદ્રના ન્યાયથી, વલભીમાં મહુારી ભગિનીની પુત્રી, બુદ્ધ ઉપાસિક દુહાએ કરેલા વિહારમાં પ્રતિષ્ઠાપિત, પૂજાપાત્ર અને પૂર્ણ બુદ્ધિસંપન્ન બોદ્ધો અને ત્યાં વસતા મુનિઓના સંઘને, વિહારના પડી ગએલા અને ભાંગી ગએલ ભાગોનું સમારકામ કરવા માટે અને ધૂપ, દીપ, તેલ અને પૂજા માટે) પુષ, અને આખરી જનોનાં અન્ન, ઓસડ, વસ્ત્ર આદિ મેળવવા માટે, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી ઉપભેગ માટે, મેં દાન આપ્યું છેઆથી તે ગામના માલિકને, જ્યારે તે ત્યાં ઉત્પન્ન થતું ભેગું કરે ત્યારે, કંઈ પ્રતિબંધ કરે નહિ. અમારા વંશના નપાએ, માનુષ્ય અનિત્ય છે, અને એશ્વર્ય ચંચળ છે, એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી. જે તે હરી લેશે, અથવા તે હરણ કરવામાં અનુમતિ આપશે, તે પંચ મહાપાપને, અને અન્ય અલ૫ પાપને દોષી થશે. અને અને માટે વ્યાસનો કહેલે એક શ્લોક છે-જે પિતે અથવા અન્યથી આપેલી ભૂમિ હરી લે છે, તે લક્ષ ધેનુના વધનું પાપ લે છે. મહાસામન્ત, મહાપ્રતીહાર, મહાદડનાયકે, મહાકાર્તાકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેનના સ્વહસ્ત ... ... • • • કિકકકથી લખાયું.
સંવત. ૨૧૬. માઘ વદિ. ૩.
"Aho Shrut Gyanam"