________________
નં. ૨૫
ધ્રુવસેન ૧ લાનાં પતરાંઓ [ ગુપ્ત ] સંવત ૨૧૦ ભાદ્રપદ વદિ ૧૩
આ બે પતશઓ છે, દરેકનું માપ ૧૦૪” છે–અને તે દરેક એક જ બાજુએ લખેલાં છે. રુદ્રાના ઉપલા અર્ધ ભાગમાં હંમેશ મુજબ ચપટ બેઠેલે નન્દી દેખાય છે. અને નીચલા અર્ધ ભાગમાં “શ્રી-ભટકે એવા શબ્દો લખેલા છે. દરેક પતરાં ઉપર ૧૪ પંક્તિઓ લખેલ છે. ૨૭ મી પંક્તિમાં આપેલ તારીખ ઉપરથી ર૦૦,૧૦ અને ૩ એવા આંકડાઓનાં ચિના દાખલા મળે છે.
આ બધાં પતરાંઓ, પહેલેથી છેલ્લે સુધી, એપિઝાફિયા ઇડકા . ૧૧ પા. ૧૦૪ ઉપર પ્રોક એન કોનેએ પ્રસિદ્ધ કરેલાં વલભીનાં પાંચ પતરાંઓમાંના પહેલા ગુમ(સં. ૨૦૬)ને મળતાં આવે છે. પરંતુ આહિ, ધ્રુવસેનનાં પાલિતાણાનાં ગુપ્ત સંવત્ ૨૧૦ ના પતરાંઓ પરથી જાણવામાં આવેલો બ્રધર દૂતક છે. .
મિત્રક વંશના ધ્રુવસેન ૧] એ વલભી શહેર( કાઠિવાડમાં વળા)માંથી દાન આપેલું છે. દાન લેનાર હસ્તવપ્ર( ભાવનગર તાબે ઘોઘાથી ૬ મિલ ઉપર આવેલ હાથબ )ને રહીશ, ભાર્ગવ ગોત્રને કદી બ્રાહ્મણ શુભદ્ધિ વર્ણવેલ છે.
ભણિકા નામના ગામડાથી અગ્નિકોણમાં અને નકપુર નામના ગામડાની સરહદ મળે છે ત્યાં ૨૦૦ પાદાવર્ત પૃથ્વીનું દાન આપેલું છે.
ઈ. સ. ૫૩૦ ને મળતાં [ ગુપ્ત–વલભી સંવત ] વર્ષ ૨૧૦ ના ભાદ્રપદના ૧૩ મા દિવસે લેખ લખેલે છે.
*
જર્નલ . પ્રા. લિ. એ સે, ન્યુ સી. , ૧ પા. ૫ જી, વી. આચાર્ય.
"Aho Shrut Gyanam"