________________
ध्रुवसेन १ लाना भावनगरना पतरांओ
૨૨
ભાષાન્તર [ પં. ૧-૧૨ ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણ તરીકે ડો. સ્ટેન કે - થી પ્રકટ થએલા પાલિતાણા તામ્રપત્ર નં. ૧ ની શરૂઆતની પંક્તિઓ ના, તરજુમા સાથે સરખાવે. એ. ઈ. જે. ૧૧ પાનું ૧૦૮]
( પંક્તિ ૧૩-૧૮ ) તમને જાહેર થાઓ કે મારે માતાપિતાના પુણ્યની અભિવૃદ્ધિ અર્થે અને મારા આ લેક તેમ જ પરલોકમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવપ્રહરણી માં છેક પદ્ધક ગ્રામમાં પૂર્વ સીમા પર ૫૦ (પચાસ) પારાવર્ત જે ચઢવક-અભયકની માલિકીનાં છે અને, માલાકારની ઉત્તર સીમા પર ૧૬ માદાવ વિસ્તારને ઉદુમ્બર સહિત કુપ, ભૂત, વાત, હિરણ્ય અને આદેય સહિત, બલિ, ચરૂ, વૈશ્વદેવ આદિ વિધિ અનુષ્ઠાન માટે વલાપદ્રના નિવાસી માણવગેત્રના, છગ-સબ્રહ્મચારી બ્રાહ્મણ ગુણને, ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતોના આરિતકાળસુધી, પુત્ર, પૌત્ર, પરંપરાના ઉપલેગ માટે પાણીના અર્થ્યથી બ્રહ્મદાય તરીકે મારાથી અપાયાં છે.
(પંક્તિ ૧૦) આથી બ્રહ્રદાયના નિયમાનુસાર, તે ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સંપે ત્યારે તેને કેઈએ લેશ પણ પ્રતિબંધ કરવો નહિ
(પંક્તિ ર૧-૨૫-ચાલુ ઉપદેશ અને શાપ સમાવે છે. )
(પંક્તિ ર૬) આ મારા મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના સ્વહસ્ત છે. કૂતક પ્રતીહાર મમક છે, કિકથી લખાયું.
( પંક્તિ ૨૭-૨૮) સંવત ૨૧૨ શ્રાવણ શુદિ ૧૩ ને દિને
"Aho Shrut Gyanam"