________________
નીચેના વાક્યોની સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૮. સમકિતે સિદ્ધપદની આરાધના ચણાની દાળના ધાન્યથી કરી. ૮૯. રૂપેશે છેલ્લા ચાર દિવસ ચોખાના ધાન્યના આયંબીલ કર્યા. ૯૦. ગૌતમે ઓળી દરમ્યાન એક પણ વ્યાખ્યાન સાંભળવાનું ન
સુકાય, તેની કાળજી લીધી. ૯૧. રૂપેને સિદ્ધચક્ર પૂજન દરમ્યાન ભગવાનની નજર પોતાની - ઉપર ન પડે તે રીતે હાર-મુગટ પહેર્યા. ૯૨, વિઠ્ઠલભાઇએ ફોટોગ્રાફર-વીડીયોગ્રાફર વિના સિદ્ધચક પૂજન | ભણાવ્યું. ૯૩. અરિહંતપદનું પૂજન કરતાં શ્વેતલભાઇએ ફોટોગ્રાફર સામે જોતાં
વીંટી મૂકી. ૯૪. રમણભાઇએ રાત્રિભોજન ન થાય તે માટે સિદ્ધચક્રપૂજન સવારે
ગોઠવ્યું. ૫. સિદ્ધચક્રપૂજનનું આયોજન કરનારા અંજનાબેન પૂજામાં
બેસવાના બદલે આવનારા મહેમાનોની સરભરામાં રહ્યાં. ૯૬. પાયલે આયંબીલ કરનારા બધાની ઉપેક્ષા કરી, પોતાની બહેનને
ગરમ રોટલી પીરસી. ૯૭. વાતો કરતાં કરતાં બધાએ આયંબીલ કર્યું. ૯૮. રશ્મીબહેને આયંબીલ કર્યા પછી થાળી ધોઈને પીધી તથા લૂછી. c૯. રોનકે નવપદની ઓળીની એક પણ વિધિ રહી ન જાય તેની
બરોબર કાળજી લીધી. ૧૦૦. ગૌતમે નવપદની ઓળીનો તપ પૂર્ણ થતાં તેની સુંદર ઉજવણી કરી. સિદ્ધચક્રજીની આરાધનાથી શ્રીપાળે મેળવેલી સમૃદ્ધિ : ૯૦૦ વર્ષ સુધી રાજ્ય નવ હજાર હાથી નવ વખત રાજ્ય પ્રાપ્તિ. નવ હજાર રથા નવ રાણીઓ
નવ લાખ ઘોડા નવ પુત્રો
નવ કરોડ પાયદળ કાળ ફરીને નવમા દેવલોકે નવમા ભવે મોક્ષપ્રાપ્તિ.