________________
પ૩) “શ્રી વીરની વાણી તારે કદી ન સાંભળવી.” ૫૪) “મેને તુઝે ઐસો દૂધ પીલાયો. તુને મેરી કૂખ લજાયો.” ૫૫) “જહા લાહો તથા લોહો.” પ૬) “મિથિલા બળતી હોય તેમાં મારું કંઈ બળતું નથી.” ૫૭) પહેલાં તું મને પીલ, પછી બાળ સાધુને પીલજે.” ૫૮) “મારે ત્યાં એક બળદ છે, પણ બીજા બળદની મારે જરૂર છે.” પ૯) “હે બાળક તમારે અને મારે અઢાર સગપણ છે !” ૬૦) “અરે ઓ મહાવીરના જીવડા ! કચૂડ કચૂડ શું કરે છે?” ૬૧) “નમુચિ ! બોલ ત્રીજો પગ ક્યાં મૂકું ?” ૬) “સંગમના ભતે કર્યુ મેં ખીરનું દાન પામ્યો આજે હું ૯૯ પેટીનું નિધાન.” ૬૩) ““મારે જોઈએ ન વારસ, મારે તો જોઈએ માત્ર આરસ.” ૬૪) “રાણી થવું છે કે દાસી ?” ૬૫) “રથને પાછો વાળ સારથિ રથને પાછો વાળ.” નીચેના વાક્યોના આધારે પરસ્પર સંબંધ ધરાવતા બંને
શાત્રો ઓળખાવો. ૬૬) પુત્રે પિતાને ચાબખાં માર્યા. ૬૭) બહેન ભાઈને ભણવામાં અંતરાયરૂપ થઈ. ૬૮) ભાઈએ ભાઈને પરાણે દીક્ષા આપી. ૬૯) ભાભીએ દીયરને દીક્ષામાં સ્થિર કર્યા. ૭૦) પત્નીએ પતિને નિર્ધામણા કરાવ્યા. ૭૧) ભાઈએ ભાઈની સાથે યુદ્ધ કર્યું. ૭૨) બહેનની સામે બહેનને નાચવું પડ્યું. ૭૩) સસરાએ જમાઈને મોક્ષની પાઘડી પહેરાવી. ૭૪) માસીએ ભાણીની પાસે મિચ્છામિ દુક્કડમ્ કર્યા. ૭૫) ભાઈના કાળધર્મથી બહેને પસ્તાવો કર્યો. ૭૬) રાજ્ય માટે પુત્રોએ પિતાની સલાહ લીધી. ૭૭) પત્નીએ પતિના પ્રાણ લીધા. ૭૮) દીકરાને શોધવા માં ગલીએ ગલીએ ફરી. ૭૯) પ્રપૌત્રે દાદાને પારણું કરાવ્યું.