________________
૨૪) “મને ઘોડિયામાં દિક્ષા લેવાની રઢ લાગી રે લોલ !” ૨૫) “તારા શાસનનું સાધુપણું મને આપ.” ૨૬) “હાથીની અંબાડી, મારે થઈ સિદ્ધ શીલાની નિસરણી.. ૨૭) “મારા પાપનું સ્મરણ થશે, ત્યાં સુધી આહાર-પાણીનો મારે ત્યાગ.” ૨૮) “રત્નકંબળ કરતાં સંયમર સાચવ, ઓ ચંચળમુનિ.” ૨૯) “અહો ભાગ્ય ! મારા પાતરામાં તપસ્વી બ્રમણોનું ઘૂંક ક્યાંથી ?” ૩૦) “ક્યાં ગયા એકલા મૂકી મુજને, હવે નથી કોઈ જગમાં મહારે !” ૩૧) “મારું ખરું રૂપ જોવું હોય તો મને રાજસભામાં નિહાળજો.” ૩૨) “આ તપના પ્રભાવે આવતાં ભવમાં આવું સ્ત્રી રત્ન મળે તો કેવું સારું !” ૩૩) “પ્રભુ મારા હાથમાં હાથ ન મૂક્યો તો હવે મસ્તક ઉપર હાથ મૂકાવીશ.” ૩૪) “હું ક્યાં છું ? દેવલોકમાં કે મૃત્યુલોકમાં ?” ૩૫) “તારું મૃત્યુ નર કેશરીના હાથે થયું છે, ચિંતા ન કર.” ૩૬) “ઘંટનાદ કરીને સર્વને મેરુ પર્વત ઉપર આવવા કહો.” ૩૭) “જાઓ ! દેવશર્માને પ્રતિબોધ કરી આવો.” ૩૮) “પ્રભુને વિનંતિ કરો. જરૂર એ તમને આપશે.” ૩૯) “હે પ્રભુ ! શું ઓછું પડ્યું ?” ૪૦) “રૂપસેન ! બુઝ બુઝ ! નેહબંધ તોડી દુખથી અટક.” ૪૧) “તો લ્યો આ વેશ પાછો ! મારે આવા ગુરુના શિષ્યને ગુરુ કરવા નથી.” ૪૨) “હું કાયર છું રે, મારી માવડી !” ૪૩) “હું ધન વિંછું છું રાયનું, રાય વંછે મુજ ઘાત !” ૪૪) “કાચા સૂતરના તાંતણે, બંધાઈ ગયો હું બાર વરસ !” ૪પ) “નટડી કાજે નાટક કરતાં, પામ્યો કેવળજ્ઞાન.” ૪૬) “નાચ કરતાં મુનિને જોતાં, પામ્યો હું કેવળજ્ઞાન.” ૪૭) “ધૂળમાં લાડુનો કરતાં ચૂરો, થયો હું કેવળજ્ઞાને પૂરો.” ૪૮) “ઉપશમ-વિવેક-સંવર શબ્દ : પામ્યો હું પંચમજ્ઞાન.” ૪૯) “મુજને તજીને વીરા ! અવર માત મત કીજે રે.” ૫૦) “નરનાથ ! તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ.” ૫૧) “બાધા રખે તુમ હાથે થાયે, કહો તિમ રહીએ ભાયા રે !” પર) “સ્વીકાર્યું મેં નવકારનું શાસન, થયું ત્યાં શુળીનું સિંહાસન !”