________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ આરાઘને અભિવાદન ક
સલામ, તમારા તપશ્ચર્યાથી તરબોળ વ્યક્તિત્વને! અભિવાદન, તમારા આરાધનાથી ઓળઘોળ અસ્તિત્વને!
તમારી સોહામણી ત્રિદિવસીય સાધનાનો આજે સુંદર મજાનો દિવસ છે! પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના એટલે જીવનનું એક મહામૂલું સંભારણું! ભગવંત પાર્શ્વનાથ એટલે મંત્રોની દુનિયાના “માઈલ સ્ટોન'! એમની આસપાસ મંત્ર - ઉપાસનાના એટલા તો દીવડા જલેલા છે કે એમાંથી એકાદ ઉપાસનાનો દીવડો જો આપણે જીવનમાં જલાવી દઈએ તો જીવતર અજવાળાના ધોધથી ઝળહળી ઊઠે! તમને ખબર છે? જ્યારે તમે જાપની સાધનમાં ડૂબી જાવ છો ત્યારે તમારી આસપાસ એક “ઈલેક્ટ્રૉ ડાયનેમિક ફીલ્ડ' રચાઈ જાય છે. તમારી ઈર્દગિર્દના અણુઓમાં એક નવી જાતની ઊર્જાનો આવિર્ભાવ થાય છે... અને બીજી તરફ તમારી ભીતરમાં ગુણાત્મક પરિવર્તન (Qualitative Transformation) આકાર લે છે. અકોર્સ..તમારું વલણ એ માટે વિધેયાત્મક Positive હોવું જરૂરી છે! મંત્રોમાં એ તાકત છે કે જે તમારા વ્યક્તિત્વને બદલી નાંખે. તમારા અસ્તિત્વને બદલી નાંખે! પણ સબૂર! સાધનાની ક્ષણોમાં સાવધાન રહેજો! વિચારોમાં જરીયે નબળાઈ કે વાણીમાં થોડીયે અકડાઈ કે પછી વર્તનમાં લગીરે અતડાઈ જો ભૂલેચૂકે ભળી તો તમારી ઉપાસના ઊણી ઊતરશે!
સાધના સ્વના અંતઃકરણને આનંદથી ભરી દેવા માટે કરજો!
સાધના “સ્વ” ને સમજવા | પામવા ને પહેચાનવા કરજો! ઉપાસના એવી કિરજો કે મનના ગગન પરથી વાસનાનાં વાદળાંઓ વિખેરાઈ જાય! તમને દિલની લાખ દુઆઓ!
તમારું તન સ્વસ્થ બને! તમારું મન સ્વચ્છ બને!
તમારું જીવન સહજ બને!
ઉ૪
વિચાર પંખી
For Private And Personal Use Only