________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
HASTE MAKES WASTE
ઉતાવળ ક્યારેક વણમાંગી આફત નોતરે છે. જલ્દબાજી ક્યારેક જલદ બનીને જિંદગીને જલાવી દે છે! ઉતાવળા ન બનો. શાંતિથી વિચારીને ડગલું ભરો! જિંદગી કિંમતી છે! બહુ મૂલ્યવાન છે! ઉતાવળે એવા કોઈ કદમ ના ભરો કે જેથી જીવન નાહકનું ઝંઝામાં ઝીંકાઈને ચીંથરેહાલ બની જાય!
મન મળ્યું છે વિચારવા માટે! બુદ્ધિ મળી છે નિરાંતે નિર્ણય કરવા માટે! ધૈર્ય બહુ જરૂરી છે જીવનમાં! અધીરતા જીવનને કાર્યક્ષમ નથી બનવા દેતી!
ઉતાવળ કાર્યને આરંભાવી દે ખરી પણ પૂરતા વિચાર્યા વગરની શરૂઆત પાછળથી કાર્યને કથળાવી દે છે, બગાડી દે છે. કારણ કે, ઉતાવળની સાથે હતાશાનો મૈત્રી-કરાર છે. અલબત્ત, ક્યારેક ઉતાવળ આવશ્યક પણ બને... છતાંયે હંમેશ માટે તો નહીં જ!
માત્ર પ્રવૃત્તિની પળનો નહીં પણ સાથે સાથે પરિણામની ક્ષણનો પણ વિચાર કરીને પગલું ઉપાડો!
૧૪
જે લોકો વિચારીને... સમજીને કદમ ભરે છે એમને નિષ્ફળતા નંદવી નથી શકતી... બલકે સફળતા એમના અસ્તિત્વને વધાવે છે.
યહૂદી ધર્મગ્રંથ ‘તાલમુદ’ નું એક વાક્ય યાદ રાખવા જેવું છે. ‘મીઠું, આથો અને ઉતાવળ ઓછાં સારાં!'
For Private And Personal Use Only
વિચાર પંખી