________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A GIFT ACCEPT
તમને એક સવાલ પૂછું...?
કોઈ ખૂબ જ પ્યારથી તમને કાંઈક ભેટ આપે તો તમે એનો સ્વીકાર કરો કે અસ્વીકાર?પછી ભલે ને ભેટ નાની હોય.. નજીવી હોય. વસ્તુની કશી જ કિંમત નથી. કિંમત છે આપનાર વ્યક્તિની..હેતભીની નજરનો એકાદો અણસાર કે ઇશારો કે જીવનની અણમોલ યાદ બની રહે છે, ખરું ને? તો પછી મારા દોસ્ત... આ જિંદગી આપણને પરમાત્મા તરફથી મળેલી પ્રેમભરી ભેટ છે. એનો સ્વીકાર કરીએ..એને ઠુકરાવાય નહીં...
અફકોર્સ.. જીવન તો મહામૂલું છે.. આ ભેટના મોત થતાં જ નથી...પ્રેમથી મળે છે. પ્રેમથી સ્વીકાર.. પ્રેમના પડદા પર વહેમની વળગણો ના ચિતરાય. ત્યાં તો આપનારને એમ જ કહેવાય...
_ 'तेरे फूलों से भी प्यार, तेरे कांटों से भी प्यार' અરે, કહી દો ખુમારી સાથે...!
'तु जैसे जिलायेगा जिये जायेंगे
जो काम कहेगा किये जायेंगे जब आयें हैं, पीने तेरे हाथों से तु जहर भी देगा, तो पिये जायेंगे।'
વિચાર પંખી
૧૦૩
For Private And Personal Use Only