________________
અહીં એક પ્રશ્ન થવા સંભવ છે કે માછલીને પાણીની સહાયકતા પ્રત્યક્ષથી સિદ્ધ છે એન્જિનને પાટાની સહાયકતા પણ પ્રત્યક્ષથી સિદ્ધ છે. તે રીતે જીવ–અજીવની ગતિમાં ધર્મદ્રવ્યની સહાયકતા પ્રત્યક્ષથી સિદ્ધ નથી તો તેવા ધર્મદ્રવ્યની નાહક કલ્પના શા માટે કરવી ? આનું સમાધાન એ છે કે પ્રથમ તો જેટલું, પ્રત્યક્ષ હોય તેટલું જ માનવું એ સિદ્ધાન્ત જ બ્રાન્ત છે છતાં તે સિદ્ધાન્ત જડતાપૂર્વક પકડી રાખવામાં આવે તો જીવેલા છતાં આંખ સામે ન દેખાતા વિધમાન મિત્રોને મૃત્યુ પામેલ માનવા પડશે, મરી ગયા હોવાથી ન દેખાતા પિતામહ કે પ્રપિતામહને અસતુ માનવા પડશે. તત્કાળ ન દેખાતાં આંતરડાં વગેરેનું અસ્તિત્ત્વ હસી નાંખવું પડશે પરંતુ જગતમાં ‘ન દેખાતું' પણ માનવું પડે છે. કેમકે પ્રત્યક્ષની જેમ અનુમાન અને આગમ પણ પ્રમાણભૂત ગણાય છે. એટલે “ધર્મ' નામનું દ્રવ્ય પણ આગમ પ્રમાણથી મુખ્યત્વે તો માનવું પડશે. પરંતુ તે સાથે તેને માનવામાં યુક્તિ પણ છે જ. સર્વ જીવોમાં અને પરમાણુ વગેરે જડતત્ત્વોમાં જયારે ક્યારે પણ જે ગતિ જોવા મળે છે તે ગતિઓ પ્રતિ એક સાધારણ બાહ્યનિમિત્ત તો માનવું જ પડશે. કેમકે બધાં ય યુગપતુ પણ ગતિમાન દેખાય છે. જે મ અને ક માછલીઓની યુ ગપતું ગતિના બાહ્ય સાધારણનિમિત્ત તરીકે તળાવનું પાણી માનવામાં આવે છે તેમ અહીં પણ તેવું કોઈ ગતિસહાયક દ્રવ્ય માનવું જ પડશે એનું જ નામ ‘ધર્મ’ છે.*
વળી જો “ધર્મ' જેવું મર્યાદાવાળું ગતિસૂચક દ્રવ્ય ન હોત તો વિશ્વનું જે સંગઠન જોવા મળે છે તે ન મળત કેમકે પરમાણુઓ સતત ગતિ કરતાં કરતાં ય અનંત આકાશમાં ચાલ્યા જ કરત, સ્કન્ધો પણ એ જ રીતે ગતિ કર્યા જ કરત, આમ થતાં પરમાણુ આદિનું જે સંગઠન થાય છે અને તેમાંથી જે વિશ્વ બને છે તે બધું ય ન બનત. એટલે પરિમિત અને સંગઠિત વિશ્વને ઘટમાન બનાવવા માટે જ અમુક મર્યાદામાં રહેનારું એવું “ધર્મ” દ્રવ્ય માનવું જ રહ્યું. જેથી તે મર્યાદાની બહાર આકાશમાં ધર્મદ્રવ્યની
સહાયકતા ન મળવાને કારણે પરમાણુ કે જીવ ગતિ કરી શકે જ નહિ,
આમ જીવ-પુદ્ગલની ગતિના નિયમન માટે પણ આ ‘ધર્મ' દ્રવ્યની કલ્પના અનિવાર્ય બની રહે છે.
આમ યુક્તિથી પણ ધર્માસ્તિકાયદ્રવ્યને સિદ્ધ કરવાનો પ્રયત્ન થઈ શકે છે ખરો.
પરંતુ હવે તો વૈજ્ઞાનિકો પણ આ દ્રવ્યના જેવા જ-લગભગ આ જ દ્રવ્યને-માનવા લાગ્યા છે. એમણે આ દ્રવ્યને ‘ઈથર’ એવું નામ આપ્યું છે. આ ઈથર દ્રવ્ય અંગેની તેમની જૂની માન્યતા અને આજની માન્યતામાં ઘણું બધું અંતર જોવા મળે છે. તેમનું પૂર્વ કલ્પિત ઈથર એ જિનાગમમાં જણાવેલા ધર્મ-દ્રવ્યને જરાય મળતું ન હતું. પરંતુ તે માન્યતામાં પરિવર્તન આવતાં આવતાં હવે જે વિધાન તેઓ કરે છે તે ધર્મદ્રવ્યને ખૂબજ મળતું આવે છે. એટલે જ એમ કહીએ તો કદાચ તે ખોટું નહિ કહેવાય કે આધુનિક વૈજ્ઞાનિકોનું ઈથરદ્રવ્ય અને જિનાગમનું ધર્મદ્રવ્ય એ બે પ્રાય: એકજ હશે. હવે આપણે તેમની માન્યતાઓનાં પરિવર્તનો જો ઈએ.
ઈથર : ૧૯મી સદી પૂર્વે તો વૈજ્ઞાનિકોની દુનિયામાં ‘ઈથર' જેવા તત્ત્વની કોઈ કલ્પના પણ ન હતી. પરંતુ એકવાર વૈજ્ઞાનિકોના મગજમાં એક પ્રશ્ન જાગ્યો કે સૂર્ય, ગ્રહ, તારા વગેરેની વચ્ચે વિરાટ શૂન્યપ્રદેશ પડ્યો છે ત્યાંથી પસાર થતાં પ્રકાશ કિરણો એક સ્થાનેથી બીજે સ્થાને જવા માટે શી રીતે ગતિ કરે ? અર્થાતુ એમની ગતિનું માધ્યમ શું ? આ પ્રશ્નના ઉત્તરરૂપે જ માધ્યમ તરીકે ઈથરની કલ્પના કરવામાં આવી. એ ઈથરને એ વખતે અભૌતિક નહિ પરંતુ ભૌતિકતત્ત્વ માનવામાં આવ્યું એટલે કે એમાં ખાસ પ્રકારની ઘનતા પણ માનવામાં આવી અને છતાં એમ કલ્પવામાં આવ્યું કે ઈથરની એ ઘનતા પ્રકાશકિરણોની ગતિમાં બાધા પહોંચાડી શકતી નથી. આ હકીકત યુક્તિસંગત ન હોવા છતાં એ વૈજ્ઞાનિકો ઈથરને માનવાની લાલચથી મુક્ત તો ન જ રહી શક્યા. એટલું જ નહિ પણ શરીરના એક ભાગની સૂચના મસ્તક વગેરે અન્ય ભાગ સુધી પહોંચી જવામાં પણ તેમણે ઈથરને જ કારણ માન્યું. પણ આ બધાં ઈથરો જુદાં જુદાં માન્યાં. પ્રકાશકિરણોનું ગતિ-સહાયક ઈથર જુદું, અને
+ विवादपदापन्नसकलजीवपुद्गलाश्रया असकृद्गतयः, साधारण बाह्यनिमित्तापेक्षा, युगपद्भाविगतिमत्त्वात् ।
સર: નિત્નાશાનેસ્થિતિવત્ ા - પ્રમેય કમલ માર્તડ
ધમાંસ્તિકાય
૧૭૯
૧૮૦
વિજ્ઞાન અને ધર્મ