________________
૧. અગણિત વંદન, જિનાગમોને
મહામંગળકારી પરમ પવિત્ર શાસ્ત્રગ્રંથોનું અધ્યયન એક મુનિવર કરી રહ્યો છે. એમના મુખ ઉપર થોડી થોડી વારે કોઈ અપૂર્વ આનંદની લહરી ફરી વળે છે. કોઈવાર એ મુખાકૃતિ ગંભીર બને છે, તો ક્યારેક વળી કોક ઊંડા ચિંતનમાં ગરકાવ થઈ જતા આત્માનું ધૈર્ય પોતાનામાં દર્શાવે છે.
આનંદઘનની મસ્તીમાં મુનિવર ગળાડૂબ ડૂબેલા જણાય છે. જ્ઞાનગંગાની રસલ્ટમાં ઓતપ્રોત જણાય છે.
થોડીવાર થઈ, આનંદ અને ગાંભીર્યના મિશ્રભાવ સાથે મુનિરાજ એકદમ મોટેથી બોલી ઊઠ્યા, “અરે ! અરે ! આવા ભયંકર કળીકાળમાં અમારા જેવાની શી મજાલ હતી કે કાળના એ મલિન પ્રભાવથી અમે જરાય ન ખરડાઈએ ! સ્થિતપ્રજ્ઞ બની રહીએ !
જો .. જો ... આ જિનેશ્વરદેવના આગમોનું જ્ઞાન અમને ન મળ્યું હોત તો હું કલ્પના પણ કરી શકતો નથી કે મારા જેવા અનાથોનું જીવન કેટલી હદ સુધી રફેદફે થઈ ગયું હોત !'
ભગવાન મહાવીરસ્વામીજીના નિર્વાણ પછીના દસમા સૈકાની આ વાત છે. ઉપરના શબ્દો સ્વગત બોલનાર પૂજય હરિભદ્રસૂરીશ્વરજી છે. એક વખતના બ્રાહ્મણ પુરોહિત. જૈન ધર્મના કટ્ટર દ્વેષી. એટલે સુધી આગળ વધીને પોતાનો એ શ્વેષભાવ વ્યક્ત કરતા કહેતો કે, “ગાંડોતુર બનીને કોક હાથી રાજમાર્ગ ઉપર દોડ્યો જતો હોય, લોકો નાસભાગ કરતા હોય તે વખતે પ્રાણ બચાવવા માટે પણ જિનમંદિરમાં તો ન જ જવું. બહેતર છે કે તેના કરતાં તો હાથીના પગ તળે ચગદાઈ જવું.” ૧. અશ્વ હારીલા પાન સમારોહૂતિમા !
हा अणाहा कहं हुंता जइ ण हुँतो जिणागमो ॥ हस्तिना ताड्यमानोऽपि न गच्छेज्जिनमंदिरम् ।
રાજમાન્ય પુરોહિત હરિભદ્રને જિનધર્મ પ્રત્યે આટલો દ્વેષ હતો. એકવાર અચાનક પોતાને જિનમંદિરમાં જવાનું થયું. બન્યું હશે કોઈ નિમિત્ત. અને ત્યાં જોઈ ભગવાન જિનની મૂર્તિ. પુરોહિત હરિભદ્રને એ મૂર્તિમાં વીતરાગતા, પ્રસન્નતા વગેરે કાંઈ જોવા ન મળ્યું. એણે તો જોઈ જિનના દેહની હૃષ્ટપુષ્ટતા ! અને ખડખડાટ હસી પડતાં એ બોલ્યો, “વાહ રે ! તારી વીતરાગતા ! રે ! આ હૃષ્ટપુષ્ટ તારો દેહ તો સૂચવે છે કે તું અવશ્ય પક્વાનોનાં ભોજન ઊડાવતો હોવો જોઈએ. ખરેખર તું તપસ્વી હોય તો તારો દેહ આવો અલમસ્ત હોઈ શકે જ નહિ, જે વૃક્ષના કોટરમાં અગ્નિ મૂક્યો હોય તે વૃક્ષ કદાપિ લીલુંછમ રહી શકે ખરું ?”
જેવો દૈષ હતો હરિભદ્રને જિનધર્મ ઉપર, તેવું જ અભિમાન હતું પોતાને પાંડિત્યનું. માટેસ્તો પેટે પાટા બાંધીને એ ફરતો અને કોઈ તેનું કારણ પૂછે તો કહેતો કે, “જ્ઞાન એટલું બધું વધી ગયું છે કે હવે પેટ ફાડીને તે ક્યાંક બહાર નીકળી ન જાય એ ભયથી પેટે પાટો બાંધ્યો છે !”
બેશક, હરિભદ્ર ચૌદ વિદ્યાનો પારગામી પુરોહિત હતો. એની કક્ષામાં ઊભો રહી શકે એવો એક પણ બ્રાહ્મણ વિદ્વાન એ સમયે ન હતો. પણ હરિભદ્રને એના પાંડિત્યનું અજીર્ણ તો જરૂર થયું હતું. ગમેતેમ હોય, પણ એ પાંડિત્યને ગર્વે જ એને મગજમાં એક વાત દેઢતા સાથે બેસી ગઈ હતી કે જગતમાં એવું કોઈ શાસ્ત્ર નથી, એવો કોઈ શબ્દ નથી જેનો ભાવ એ ન સમજી શકતો હોય. આથી જ એણે પ્રતિજ્ઞા કરી હતી કે જો કોઈ તેવું એકાદ પણ શાસ્ત્રવચન મારી બુદ્ધિથી અણઉકેલ્યું જોવા મળશે તો તેનો અર્થ ઉકેલી આપનારનો હું આજીવન દાસ બની જઈશ.
આ પ્રતિજ્ઞો જ પુરોહિત હરિભદ્રને, મુનિ હરિભદ્ર બનાવવામાં મોટો ફાળો આપ્યો, એણે જ એને જિનધર્મના કટ્ટરષી મટાડીને જિનધર્મના ઝંડાધારી બનાવ્યા, સ્વરનું કારમું અહિત કરતા અટકાવીને, અગણિત આત્માઓને મુક્તિપંથના મહાયાત્રી બનાવ્યા.
એક વખતની વાત છે. દિવસનો સમય હતો. સાધ્વીજી મહારાજના 3. वपुरिदं तवाऽऽचष्टे स्फुटं मिष्टान्नभोजनम् ।
न हि कोटरसंस्थेऽग्नौ तरूभवति शाड्बलः ॥ #teamfie #patidarstatemediese-weddie-etaફeeeeeeeeeeeeeee
વિજ્ઞાન અને ધર્મ
અગણિત વંદન, જિનામોને