________________
તે જીવનની જ અનુભૂતિ થઈ રહી હોય તેવી રીતે રજૂઆત કરી શકે છે.
આ વિદ્યાના નિષ્ણાતો એમ માને છે કે આ રીતે પૂર્વજન્મ જેવી વાત સિદ્ધ થાય છે માટે તો વર્તમાન જીવનના અનેક ગૂંચવણભર્યા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય છે. એવા અનેક માનવો છે, જેઓ જાતજાતના ભયોથી સદા પીડાતા હોય છે. આવા માણસો એ ભય વગેરેની ગ્રંથિની પીડાનાં કારણો ઉકેલી શકતા નથી કેમકે તેમને તેમના વર્તમાન જીવનમાં તેનાં કારણો મળતાં જ નથી, પણ જો વશીકરણવિદ્યાનો આશ્રય લેવામાં આવે અને છઠ્ઠા નંબરનું સૌથી વધુ ઊંડું વશીકરણ તેમની ઉપર થાય તો તેમના પૂર્વ-જન્મોની સ્મૃતિઓ ખડી થાય અને તેમાંથી વર્તમાનકાળની ભયગ્રંથિની પીડાનાં કારણો પકડી શકાય. આજનો બુદ્ધિવાદી માનવ માને કે ન માને પણ આ સિદ્ધાંત ઉપર એ લોકોએ અનેક માનવોને ભયાદિની પ્રન્થિથી મુક્ત કર્યા છે અને એમને સુખી કર્યા છે.
અહીં તો આપણે બે જ દાખલા વિચારશું :
એક માણસ હતો. તે કોઈ દિવસ ‘લિફટ'માં ઊતરતો નહિ, કેમકે તેને પડી જવાનો ખૂબ ભય હતો. એક વખત એક હીમોટિસ્ટની પાસે ગયો. પોતાની સઘળી વાત કરી. તપાસ કરતાં આ જીવનમાં તો તેવા ભયનું કોઈ કારણ ન જણાયું, તરત તેને સુવડાવી દેવામાં આવ્યો. અને ઊંડુ વશીકરણ (deepest hypnotism) કરવામાં આવ્યું. અને તે વખતે માણસે પોતાને ‘ચાઈનીઝા જનરલ’ તરીકે ઓળખાવ્યો અને તેણે કહ્યું ‘હું ખૂબ ઊંચા મકાન ઉપરથી અકસ્માત પડી ગયો અને મારી ખોપરી ફાટી ગઈ. મારું મૃત્યુ થયું.’ ત્યારબાદ તેને ટેબલ ઉપરથી ઉઠાડી મૂકવામાં આવ્યો, અને હીમોટિસ્ટે તેને બધી વાત જણાવતાં કહ્યું કે, “જે અકસ્માત થયો તે વખતે તમારા મગજમાં ઉપરથી નીચે પડવાના ભયની લાગણીઓ સર્વત્ર પ્રસરી ગઈ. એ સંસ્કારો આજે પણ ‘લિફટ’ માં નીચે ઊતરતા જાગૃત થઈ જાય છે.
આવો જ એક બીજો હિસ્સો બન્યો છે. એક બાઈ હતી. તે પાણીથી ખૂબ ગભરાતી હતી. કદી પણ નદી, તળાવ, સમુદ્ર વગેરે પાસે જતી નહિ. આ બાઈ પણ એક હીપ્રોટિસ્ટની પાસે ગઈ. પોતાની ભયગ્રન્થિની
વાત કરી. વર્તમાનજીવનમાં આવા ભયનું કોઈ કારણ ન મળતાં તેની ઉપર પણ પૂર્વજન્મોની સ્મૃતિ તાજી કરતું ઊંડુ હીમોટિઝમ લાગુ કરવામાં આવ્યું. એ વાત જાણીને આશ્ચર્ય થશે કે એ પ્રયોગથી એનો એક એવો પૂર્વજન્મ પકડાયો. જેમાં તે સ્ત્રીનો આત્મા રોમ દેશમાં પુરુષ ગુલામ તરીકે હતો. (આ ઉપરથી જૈનદર્શનની એ વાત સિદ્ધ થાય છે કે પુરુષ મરીને સ્ત્રી થઈ શકે છે, સ્ત્રી મરીને પુરુષ થઈ શકે છે.) ત્યાં તેનાં કોઈ અપરાધને કારણે તેને પગે સાંકળો બાંધીને પાણીમાં ઉતારીને ગૂંગળાવીને મારી નાંખવામાં આવ્યો હતો. આ ઉપરથી હીમોટીસ્ટે એવું તારણ કાઢયું કે એ ગૂંગળામણ વખતે પાણીના ભયના જે સંસ્કાર આત્મામાં જામ થઈ ગયા હતા તે અત્યારના તેના સ્ત્રીજીવનમાં જાગૃત થઈને તેને પાણીથી ડર પેદા કરાવી રહ્યા છે.
આ રીતે પૂર્વજન્મની સ્મૃતિઓ કરાવીને વર્તમાનજીવનની અનેક સમસ્યાઓ ઉકેલવાનું કામ આજના હીપ્રોટિસ્ટ-વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ખેર...આ ઉપરથી પૂર્વજન્મ અને પુનર્જન્મની અકાર્ય સિદ્ધિ થઈ જાય છે એ જ નિત્યાત્મવાદી જૈનદાર્શનિકો માટે ખૂબ જ ગૌરવભરી બીના છે. જે વાત જૈનદાર્શનિકોએ ઠેર ઠેર કહી છે. એ પૂર્વજન્માદિની વાત ઉપર આજ સુધી કદી પણ ઊહાપોહ થયો નથી તેવો ઊહાપોહ હવે થઈ રહ્યો છે. દરેક બુદ્ધિમાન માનવ આ વિષયમાં માથું મારવા તત્પર બને છે.
‘આત્મા છે કે નહિ ? આ જીવન પછી બીજે છે કે નહિ ? અહીં જ સર્વથા વિનાશ થઈ જાય છે ? જો તેમ ન થતું હોય તો મૃત્યુ પછી શું થાય છે.'* વગેરે વગેરે પ્રશ્નો આજે તો ચારે બાજુ જોરશોરથી ઉઠી રહ્યા છે, અને એ તો અપૂર્વ આનંદની બીના છે કે આ પ્રશ્નોનો જે કાંઈ ઉત્તર પ્રાપ્ત થઈ રહ્યો છે તે જૈનદાર્શનિકોનાં વિધાનોને લગભગ સંપૂર્ણ મળતો આવે છે. એ વખતે અંતર પુકાર કરી ઉઠે છે કે કોઈપણ જાતના પ્રયોગો વિના
* To turn, for the moment, to a wider aspect of reincarnation, when we die, are we extinct? What happens after death? These are great questions, and to-day they are engaging the attention of men as never before in the history of world.
- The power within - P. 171 જો કોઈ વાર ગાઉ હાથ વહીવટ હાથ હલાવી કહાનાલાલના
વિજ્ઞાન અને ધર્મ
વશીકરણવિધાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મ
પ૧
પર