________________
કારણ કહ્યું હતું, જયારે હૈરાકિજંતુને અગ્નિને મૂળ કારણ કહ્યું હતું. આમ ઈ.સ. પૂ.૭ મી-૮મી શતાબ્દીથી લઈને ઈ.સ.ની ૧૭મી શતાબ્દી સુધી ૪ કે ૫ મહાભૂતોને મૂળતત્ત્વો તરીકે માનવામાં આવ્યા હતા.
પરંતુ જ્યારથી રસાયણક્ષેત્રમાં લોઢાથી કે તાંબાથી સોનું બનાવવાનું ચાલ્યું ત્યારે સહુ પ્રથમ બોયલ (Boyle) (ઈ.સ. ૧૬૬૧) નામના વૈજ્ઞાનિકે ‘સંદેહવાદી રસાયણી' નામના પુસ્તકમાં આ વાત લખીને પાંચભૂતની મૂળતત્ત્વની માન્યતામાં સંદેહ પ્રગટ કર્યો. એને વિશ્વાસ હતો કે એ પાંચભૂતો પણ બીજાં જ કોઈ મૂળતત્ત્વોનું મિશ્રણ માત્ર છે. એ વખત સુધી વાયુ ભાર વિનાનો મનાતો હતો, પણ બોયલે તેને ભારવાળો સાબિત કર્યો.
આમ કરતાં ૧૯મી સદી સુધીમાં તો મૂળતત્ત્વોની સંખ્યા પાંચને બદલે ત્રીસ સુધી પહોંચી ગઈ. અને ત્યારપછી તો તે સંખ્યા ૯૨ સુધી પહોંચી અને આજ તો ૧૦૩ મૂળતત્ત્વો છે એવી માન્યતા સ્થિર થઈ છે.
આગળ પરમાણુવાદના પ્રકરણમાં આપણે આ અંગે વિસ્તારથી જો ઈશું કે જૈનદર્શનના મતમાં માત્ર પરમાણુ જ મૂળતત્ત્વ છે. તેમાંથી જ પાણી, અગ્નિ વગેરે કોઈપણ વસ્તુ ઉત્પન્ન થાય છે. એટલે પૃથ્વીના પરમાણુમાંથી પૃથ્વી જ બને છે તેમ નથી. જેમાંથી પૃથ્વી બની તે જ પરમાણુમાંથી ક્યારેક પાણી, અગ્નિ વગેરે પણ બની શકે છે. એટલે જડસૃષ્ટિમાં જૈનદર્શનના હિસાબે એકજ તત્ત્વ છે. જડપરમાણુ અને ચેતનસૃષ્ટિમાં પણ એકજ તત્ત્વ છે, ચેતન-જડના મૂળતત્ત્વનો વિચાર કરવો હોય તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય, એમ પાંચ રૂપે થઈ શકે ખરો. એ દૃષ્ટિથી બધું મળીને છ જ મૂળતત્ત્વ થાય છે. આજનું વિજ્ઞાન જે ૧૦૩ તત્ત્વો કહે છે તે બધાંય માત્ર પુદ્ગલાસ્તિકાયનો જ વિસ્તાર છે.
અહીં તો એટલું જ જોવાનું છે કે મૂળતત્ત્વોની માન્યતામાં પણ વૈિજ્ઞાનિકોની વિચારધારા સતત પરિવર્તનશીલ જ રહી છે. હજી પણ કોણ જાણે એમની છેલ્લી માન્યતામાં પણ કેટકેટલાંક પરિવર્તનો આવતાં જશે ? જોન્સ’ અને ‘વિટરો’ નામના વૈજ્ઞાનિકો પણ કહે છે કે, “અમને હવે સમજાતું જ નથી કે મૂળતત્ત્વો હકીકતમાં કેટલાં છે ?'
(૬) પૃથ્વીનું સ્થિરત્વઃ પૃથ્વી સ્થિર છે કે ફરતી છે એ વિષયમાં પણ વૈજ્ઞાનિકોનાં મંતવ્યો સતત વિરોધી અને પરિવર્તનશીલ જોવા મળે છે.
પાશ્ચાત્ય જગતમાં પણ જો ધાર્મિક દૃષ્ટિએ પૃથ્વીના સ્થિરત્વ ઉપર વિચારવામાં આવે તો બાઈબલમાં તો પૃથ્વીને સ્થિર માનવાનું વિધાન ખૂબજ કટ્ટરતાપૂર્વક કરવામાં આવ્યું છે, પાશ્ચાત્ય જગતમાં સારા સારા જયોતિષીઓ અને ગણિતાચાર્યો તરીકે જેમની ગણના થતી હતી તે ‘અરસૂ’ અને ‘ટાલમી’ પણ પૃથ્વીને સ્થિર માનવાના જ મતના હતા. ઈ.સ. પૂર્વે ૨૦૦ વર્ષે હીપારકસ પણ પૃથ્વીને સ્થિર માનતો હતો.
પણ ૧૬મી શતાબ્દીમાં સર્વ પ્રથમ કોપરનિક્સ (Copernicus) પૃથ્વીને સ્થિર ન કહેતાં ચર કહી અને સૂર્યને ચર ન કહેતાં સ્થિર કહ્યો.
ત્યારપછી ગેલેલિયોએ ‘દૂરવીક્ષક-યંત્ર’ આદિ દ્વારા નિરીક્ષણ કરીને તે જ માન્યતાને પુષ્ટ કરી. આ વિધાન બાઈબલના વિધાનથી પ્રતિકુળ હતું માટે ગેલેલિયો સામે તે વખતના ધર્મગુરુ પોપે વાંધો લીધો, અને બાઈબલ જેવા ધર્મગ્રન્થનો અપલાપ કરવા બદલ ગેલેલિયોને રાજકીય રીતે ખૂબ ખૂબ વેઠવું પડ્યું.
પણ તેથી કાંઈ પૃથ્વીના પરિભ્રમણની માન્યતા અટકી ન ગઈ. એટલું જ નહિ પણ ભૂતકાળમાં પૃથ્વીને જેઓ સ્થિર માનતા હતા અને ચર માનવામાં જે આપત્તિઓ બતાવતા હતા, જેવી કે-પૃથ્વી જો ફરતી. હોય તો આકાશમાં ઊડતાં પક્ષીઓ પાછાં તે જ વૃક્ષ ઉપર કેવી રીતે આવી શકે ? પૃથ્વીના ભયંકર વેગવાળા પરિભ્રમણને કારણે જે પ્રચંડ વાયુ ઉત્પન્ન થાય તેનાથી પૃથ્વી ઉપરની બધી વસ્તુઓ વેરણ-છેરણ કેમ થઈ ન જાય ? એ વાયુને કારણે ધજાઓ એકજ દિશામાં કેમ ઊડ્યા ન કરે ?” વળી તે વેગજન્ય પવનથી તો મહેલો અને પર્વતોનાં શિખરો પણ કેમ તૂટી ન પડે ?*
આવા અનેક પ્રશ્નોનું સમાધાન પૃથ્વીને ફરતી માનનારાઓએ વાયુમંડળની કલ્પના ઊભી કરીને કરી દીધું. તેમણે કહ્યું કે પક્ષી, તીર, વિમાન વગેરે જે કોઈ પદાર્થ પૃથ્વીની ઉપર જઈને પોતાની એક ગતિ કરે • भूगोलवेगजनितेन समीरणेन केत्वादयोऽप्यपरदिग्गतयः सदा स्युः । - श्रीपति * भगोलवेगजनितेन समीरणेन प्रसादभधरशिरांस्यपि संपतेयः । - श्रीपति (શefજાણીશાળ ફાટફાફાશા જનકક્ષા ના કાકા શાહ
વિજ્ઞાન અને ધર્મ
વિજ્ઞાનનો ફરર્તા વિધાનો
૨૪