________________
છોડ અને મનુષ્ય વચ્ચે બે પ્રેમીઓ જેવો ભાવનાસેતુ નિર્માણ થઈ શકે છે. છોડ રિસાય છે. હસે છે. સોલમી સદીનો એક જર્મન તત્ત્વજ્ઞાની વનસ્પતિના જીવનમાં પ્રવેશ કરતો હતો. વોગેલની શિષ્યા પણ એવો પ્રવેશ કરતી હતી.
બેક્ટરના પ્રયોગો વાંચીને જાપાનના શ્રી હોશિમોટો તથા એમનાં પત્નીએ છોડો ઉપર પ્રયોગ કરીને બતાવ્યું કે છોડો વાત કરી શકે છે, મનુષ્યનો જન્મદિવસ બતાવી શકે છે, સરવાળા કરી શકે છે. યાને એમને ગણિત શીખવી શકાય છે. એક છોડને ઉપવાસની સજા કરીએ તો એને આસપાસનાં બીજા છોડો છૂપી પ્રક્રિયાથી પોષણ પહોંચાડે છે.
કોલસા, પેટ્રોલ કે ગેસની તુલનામાં પાંદડામાં સંગ્રહાયેલી સૂર્ય કિરણોની શક્તિનો સીધો ઉપયોગ કરી શકાય છે એવો અનુભવ પણ કરવામાં આવ્યો છે
શ્રી લોરેન્સ બીજી એક મહત્ત્વની વાત કહે છે કે છોડવાઓ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનું કામ સામાન્ય વિદ્યુતપ્રયોગ જેવું નથી. એને માટે પ્રયોગકારે કેટલાંક ગુણો, સંયમ અને સહૃદયતા હાંસલ કરવા જોઈશે. છોડો તમામ જીવ-સૃષ્ટિ સાથે એકરૂપ રહે છે. વોશ બેસિનમાં ગરમ પાણી રેડવામાં આવ્યું એથી નળમાં રહેતા બેક્ટરિયાઓને બહુ કષ્ટ થયું. એમનું એ દુ:ખ પાસેના છોડોએ વ્યક્ત કર્યું. બે રશિયન વિજ્ઞાનીઓએ હિંદુ શાસ્ત્રમાં વાંચ્યું હતું કે જોરથી બગાસું ખાવાથી શક્તિ પુનઃ આવિર્ભાવ (રિચાર્જ) થાય છે. આ રીતે એમણે છોડોને શક્તિ આપી પણ ખરી.
પુસ્તકના બીજા વિભાગમાં ભારતીય વિજ્ઞાની શ્રી જગદીશચંદ્ર બોઝના જીવન અને કાર્યનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. ૧૯૫૮માં રશિયાના શ્રી શિયોખિને ભારે પ્રકોપ વ્યક્ત કરતા લખ્યું હતું : ‘શ્રી બોઝે ૧૯૦૨માં જે પ્રયોગો કર્યા એ વિશે પશ્ચિમનું જગત ૫૦ વર્ષ સુધી સૂતું રહ્યું. શ્રી બોઝે પૂર્વના પ્રાચીન જ્ઞાનનો તથા પશ્ચિમના આધુનિક શાસ્ત્ર અને પરિભાષાનો સુમેળ કર્યો છે.' વૈજ્ઞાનિક પ્રયોગકારોનું સંમેલન યોજીને રશિયન વિજ્ઞાનીઓએ શ્રી બોઝની શતાબ્દી ઊજવી. આજના
****************
વનસ્પતિનું રહસ્યમય જીવન
******** 333
કેટલાયે પ્રયોગોની પશ્ચાદ્ ભૂમિકારૂપે અસંખ્ય વિચારો આ પુસ્તકમાં જોવા મળે છે.
પરીકથા કરતાંયે વધારે આશ્ચર્યજનક
શ્રી જગદીશચંદ્ર બોઝની અગાઉ સદીઓથી એવી માન્યતા હતી કે છોડમાં નાડીપ્રણાલી (નર્વસ સિસ્ટમ) નથી. એથી સર્વ પ્રકારની ઉત્તેજનાઓ માટે તે જવાબદાર (રિસ્પોન્સિવ) નથી. શ્રી બોઝે છોડને એક જગ્યાએથી ઉખેડીને બીજે રોપ્યો ત્યારે એમને કાંઈ કષ્ટ ન થયું. સંશોધન અને પ્રયોગોના આધારે શ્રી બોઝે વિસ્મિત શ્રોતાઓને કહ્યું કે ‘સ્થાવર અને જંગમ વચ્ચેની ખાઈ કાંઈ અધિક ગણનાપાત્ર છે નહીં, ભૌતિક (ફિઝિકલ) અને શારીરિક (ફિઝિયોલોજિકલ) ઘટનાઓ વચ્ચે સીમારેખા
બતાવવાનું મુશ્કેલ છે. તેમણે જણાવ્યું કે પશુઓની ખાલ અને શાકભાજીફળની છાલ, સમાન રીતે કામ કરે છે. ‘રિંજર-સોલ્યુશન' નામના રસાયણમાં પ્રાણીનું હૃદય મૂકવાથી ધબકવા લાગે છે તેમ પાંદડાને પાણીમાં મૂકવાથી તેનો ધબકાર ચાલુ રહે છે. છોડ મરે છે ત્યારે વિદ્યુશક્તિનો એક જોરદાર ધડાકો થાય છે. વટાણાના ૫૦૦ દાણા, ૫૦ વોલ્ટ્સ પેદા કરે છે. શરાબ સીંચવાથી છોડો પાગલ બન્યા, ખૂબ હાલ્યા-ડોલ્યા. કાર્બનડાયોક્સાઈડ આપવાથી તે મૃતવત્ થયા અને પુનઃ પ્રાણવાયુ આપવાથી ઠીક થયા. છોડનો વિકાસ સંગીતની જેમ લયમાં થાય છે. પ્રત્યેક તરંગ વેળા એક આરોહણ, પછી થોડો વિરામ અને છેવટે અવરોધ. મોટાં વૃક્ષો પોતાની પ્રતિક્રિયા બાદશાહી ઠાઠથી બતાવે છે. જ્યારે નાના છોડ જલ્દી ઉત્સાહી થઈ જાય છે. શ્રી હેન્રી બર્કસને કહ્યું છે, ‘બાપડાં મૂગાં વૃક્ષોને શ્રી બોઝે પ્રભાવ પૂર્ણ ભાષા આપી.’ શ્રી બોઝ સ્વયં કહેતા હતા, ‘આ બધું પરીકથા કરતાંયે વધારે અજબ છે, છતાં સત્ય છે.’
વનસ્પતિનું પણ પોતાનું અસ્તિત્ત્વ છે.
૧૯૬૪માં જર્મન વિજ્ઞાની શ્રી રૂડોલ્ફ જેકબ કેમેરારિયસે શોધ કરી કે ફૂલવાળા છોડોની વિવિધ જાતો છે અને પુષ્પરજની ક્રિયાથી એમની ફલોત્પત્તિ થાય છે.
****非市中 ૩૩૪
entertain વિજ્ઞાન અને ધર્મ