________________
દેશને ઉત્તરોત્તર ઘણાં દેશો જાણે આખા ને આખા ભેટ ધરી દીધા. ચીન જેવો દેશ, જે બીજા વિશ્વયુદ્ધમાં પશ્ચિમનો મિત્ર દેશ હતો તે ગયો. ઉત્તર કોરિયા, ક્યુબા, ઉત્તર વિયેટનામ, (અને હવે દક્ષિણ વિયેટનામ પણ) કંબોડિયા અને લાઓસ તો હાથથી ગયાં છે. અને હવે કદાચ, થાઈલેન્ડ દક્ષિણ કોરિયા અને ઈઝરાયલનો વારો છે. પોર્ટુગલ એવી જ ડાબેરી અંધાધુંધીમાં પડ્યો છે. ફીનલેન્ડ અને ઓસ્ટ્રિયા પેલાં ઘેટાંઓની માફક પોતાની કતલ થવાની જાણે રાહ જોતા હોય તેમ ઊભાં છે. કારણ કે રક્ષણ માટે તેમની પાસે સાધન નથી. કોઈ પક્ષ તરફથી સહાયની આશા નથી. આફ્રિકાના ઘણાં નાના દેશો તેમજ અમુક આરબ દેશો તો સામ્યવાદના બચ્ચાં હોય તેમ માને ધાવવા તલપાપડ હોય તેવા દેખાય છે. બીજાં કેટલાંક દેશોને તમે આ પ્રકારની ધાવવાની તાલાવેલી દેખાડતાં જોવા માંગો છો ? આવો પ્રશ્ન કરીને શ્રી. સોલ્ઝોનિન્સીન તરત આપણું ધ્યાન સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફ દોરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અત્યારે શું કરે છે ? કદાચ કહીએ કે તે નિષ્ફળ નથી ગયું. પણ જગતમાં કનિષ્ઠમાં કનિષ્ઠ લોકશાહીનો દાખલો પૂરો પાડતો આ સંઘ બળવાનું અને બેજવાબદાર રાષ્ટ્રોના હાથા જેવો બની ગયો છે.
રાષ્ટ્રસંઘ એક એવો તખ્રો બની ગયો છે, જયાં મુક્તિની હાંસી ઊડે છે. પશ્ચિમનાં રાષ્ટ્રોની ઠેકડી ઊડે છે. અને મહાનું રાષ્ટ્ર તરીકે ગણાતા અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના ગઢના કાંગરા ખરતા હોય તેવા દેશ્ય સર્જાય છે.
હવે જયારે લાખ્ખો લોકોની કતલ પછી અને હજારો લોકોને ગુલામોની છાવણીમાં ધકેલ્યા પછી જગતના લાંબામાં લાંબા યુદ્ધ વિયેતનામના યુદ્ધનો અંત આવ્યો છે, ત્યારે આપણે ૩૦ વર્ષનો ઈતિહાસ જો ઈશું તો માલૂમ પડશે કે પશ્ચિમના દેશો તેમની મજબૂત સ્થિતિ જાળવી જ શક્યા નથી. તેમના પગ નીચેથી રેતી સરતી જ ગઈ છે. આશ્વાસન માટે આપણે ત્રણેક દાખલા લઈએ. ૧૯૪૭માં વિયેતનામ, ઈ.સ. ૧૯૪૮માં પશ્ચિમ બર્લિન અને ૧૯૫૦માં દક્ષિણ કોરિયા, માનો કે આ ત્રણેય દેશો કે પ્રદેશોના કિસ્સામાં પશ્ચિમના દેશોએ રશિયાને ભૂ પાયું
હતું ત્યારે આશા જન્મી હતી કે, ત્રીજા વિશ્વયુદ્ધમાં જીત થશે. પણ ફરીથી આ ત્રણેય દેશોનાં નામ લઈ જુઓ. આ ત્રણ દેશોમાંથી કોની તાકાત છે કે તે ગુલામીની તરાપ સામે સામનો કરી શકે ? જો આ ત્રણેય પ્રદેશો ઉપર આક્રમણ થાય તો તેનું કોણ રક્ષણ કરી શકશે ? કઈ સેનેટ કે કયું પ્રધાનમંડળ તે દેશોની મદદ માટે લશ્કર કે યુદ્ધસામગ્રી મોકલશે ? આ ત્રણ દેશોની સલામતી કે આઝાદીને બદલે કદાચ અમેરિકનો પોતાના મનની શાંતિને વધુ પ્રિય ગણશે.
અત્યારે જગતનાં તમામ લોકોના મનમાં અંગત સલામતી અને મનની શાંતિ મહત્ત્વની ચીજ બની ગઈ છે !
જયારે ઈઝરાયલ બહાદુરીપૂર્વક આક્રમણનો સામનો કરતું હતું ત્યારે યુરોપના દેશો એક પછી એક પેટ્રોલ બચાવવા અને કટોકટી પાર કરવા રવિવારના મોટર ડ્રાઈવિંગને બંધ કરવામાં લાગી ગયા હતા. મજબૂત પહેલવાનું હજી કુસ્તી માટે હાથ લંબાવે તે પહેલાં જાણે યુરોપનાં રાષ્ટ્રો ચકિત થઈ ગયાં હતાં !
જો આવી જ સલામતી અને અંગત શાંતિની મનોદશા રહેશે તો છેલ્લા ત્રણ દાયકામાં જે “ઉજ્જવળ સહઅસ્તિત્ત્વ” જોવામાં આવ્યું હતું તેમાં સહઅસ્તિત્ત્વ જેવું કંઈ નહિ રહે, પણ અમુક દાદાગીરીનું અસ્તિત્ત્વ રહેશે અને પશ્ચિમના દેશોનું નામનિશાન આ પૃથ્વી ઉપર નહિ રહે.
પશ્ચિમના બહુ આખા પ્રદેશ ઉપર ત્રીજું વિશ્વયુદ્ધ ત્રાટક્યું છે. આ આખો પ્રદેશ શું છે તે બુદ્ધિશાળી માણસ અહીં સમજી લે. પશ્ચિમના દેશો. સમૃદ્ધિ વિસ્તારવા માંગે છે. જયારે માનવી ગમે તે ભોગે અને ગમે તેટલી છૂટછાટો આપીને અંગત સમૃદ્ધિ વધારવા માગતો હોય ત્યારે તેના ચારિયનો હ્રાસ થાય છે. અત્યારે પશ્ચિમના ચારિત્ર્યનું આ એક આગવું લક્ષણ છે. જાણે ગુલામી ભાગવાને પણ અંગત સમૃદ્ધિ વધારવાની સ્પર્ધા જાગી છે. એટલે જ રશિયા સાથે કોઈ કરાર થાય એટલે અમેરિકા ગેલમાં આવી જાય છે. કેવો ઘાતક ભ્રમ ! રશિયાને ઉપયોગી ન હોય તેવા કરાર તે રાતોરાત ફગાવી દઈ શકે છે. તે વાતનો પણ અમેરિકાને ખ્યાલ નથી. પૂર્વના ગુલામીબંધુઓની ગુલામીને મંજૂરીની મહોર મારવાની ધૃષ્ટતા પણ
ત્રીજું વિશ્વયુદ્ધ તો પૂરું થયું, હવે....
૩૨૭
李多图麼多事修象多麼豪車參參參拿來象車修多麼多事參象率修豪車座際中學參參參參參參參參參參參參參參 ૩૨૮
વિજ્ઞાન અને ધર્મ