________________
સમય પહેલાં કેટલીક ભવિષ્યવાણી કરી હતી, એમાંની મુખ્ય આ હતી : (૧) ભારતવર્ષ સને ૧૯૪૫ અને ૧૯૫૦ વચ્ચે સ્વતંત્ર થઈ જશે. (૨) ગાંધીજીનું મૃત્યુ શસ્ત્ર પ્રહારથી થશે. (૩) સન ૧૯૭૦માં કોઈ અમેરિકાના રહીશ ચંદ્રમાં પર ઊતરશે. (૪) ઉત્તર ભારત પર ચીન આક્રમણ કરશે. આ ચારે ઘટનાઓ સાચી પડી. જ્યારે આ આગાહીઓ કરવામાં આવી તે સમયે એવી કોઈ પરિસ્થિતિઓ જણાતી ન હતી.
શ્રી શાસ્ત્રીજીએ યુગ૫રિવર્તન પુસ્તક પ્રકાશિત કર્યું, એમાં તેમણે લખ્યું, ‘હાલમાં યુગપરિવર્તનની સંધિવેળા શરૂ થઈ છે. યુગ પરિવર્તનની પ્રત્યક્ષ નિશાનીઓ થોડા સમય પછી પોષ વદી અમાસ, સંવત ૨૦૩૮માં પ્રત્યક્ષ થશે, ત્યાર પછી અજ્ઞાનાંધકારનો અંત ઝડપથી થશે અને નવયુગનો પ્રકાશ વધતો જશે. એ સમય ભારતમાં તીવ્ર ખળભળાટનો સમય છે. સાથે સાથે અનેક સફળતાઓ સાથે તેને વિશ્વની નેતાગીરી કરવાનો અવસર મળશે. આગામી સમયમાં ભારત જ્ઞાન અને વિજ્ઞાન એ બંને દૃષ્ટિબિંદુએ વિશ્વનું સર્વોપરી રાષ્ટ્ર થશે.
શ્રી. શાસ્ત્રીએ યુગ૫રિવર્તન સાથે બદલાતી પરિસ્થિતિઓની રૂપરેખા આ પ્રમાણે બતાવી છે :
‘આ દેશમાં એક જબરદસ્ત વિચાર-ક્રાંતિ થવાની છે. આ વિચારક્રાંતિને પરિણામે (૧) શિક્ષણ પદ્ધતિ બદલાઈ જશે. અત્યારે લોકો નોકરીને માટે ભણે છે. થોડા દિવસોમાં જ એક એવી શિક્ષણ પદ્ધતિ પ્રગટ થશે કે જેમાં ભણેલા લોકોને નોકરીની નહિ પણ નોકરની જરૂર પડશે. (૨) ઈશ્વરભક્તનું સ્વરૂપ માળા જપવા સુધી મર્યાદિત ન રહેતાં માનવસમાજના પછાત વર્ગની સેવારૂપે બહાર આવશે. (૩) લોકોને મોક્ષની નહિ પણ સેવાની કામના થશે. (૪) કહેવાતા હલકટ હૃદયના બુદ્ધિવાદીઓ પ્રત્યે લોકો ને ધૃણા ઉત્પન્ન થશે. ભૂગર્ભવિદ્યા, રસાયણશાસ્ત્ર, યંત્રવિદ્યા, ખનિજવિદ્યા, ચુંબક વિદ્યુત વગેરેનાં નવાં ક્ષેત્રોનો વિકાસ થશે. અને એની નેતાગીરી ભારતવર્ષ કરશે. (૫) બેહદ ફેલાયેલી કોમો સમેટાઈ જશે. ને ચાર વર્ણમાં મર્યાદિત થઈ જશે. કોમી સંકુચિતતાઓ નાશ પામશે, અને એનો પ્રભાવ ખાવા-પીવા રહેણી
કરણી, અને રીતરિવાજો પર પડશે. (૬) વેદવિજ્ઞાનનો વિસ્તાર આખા વિશ્વમાં થશે. (૭) લોકો સંઘશક્તિ પર વિશ્વાસ કરશે. (૮) નવા મંદિરો બનાવવા કરતાં જીર્ણ થયેલાં મંદિરોનો પુનરુદ્ધાર કરવાનું પુણ્યદાયક માનવામાં આવશે. મંદિરો જન-જાગૃતિનાં કેન્દ્રો બનીને કામ કરશે. સદ્ભાવ વધશે.
લખનૌમાંથી પ્રકાશિત થતા “જ્ઞાનભારતી' માસિકના ફેબ્રુઆરી ૧૯૬૩ના અંકમાં એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા દિવ્યદર્શી શ્રી. રાવલની ભવિષ્યવાણી છપાઈ હતી. એમાં એવી વાતો આવી હતી કે જેમની તે દિવસોમાં સહેજ પણ સંભાવના હતી નહીં. વાંચનારાઓએ તે દિવસોમાં એ વાતોને અસંબદ્ધ જણાવી હતી પરંતુ સમયે એ બધી વાતોને સાચી પુરવાર કરી દીધી એટલે હવે એ આગાહીઓમાંની કેટલીક બીજી વાતો પર વિશ્વાસ કરવામાં આવે છે.
આ ભવિષ્ય-કથનમાં કહેવામાં આવ્યું હતું ‘સન ૧૯૬૫ના અંત સુધીમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ થશે. એમાં ભારત પોતાની પાકિસ્તાનના કબજામાં ગયેલી ઘણી હદ પાછી મેળવી લેશે અને વાતચીત દ્વારા સમજૂતી થઈ જશે...
પાકિસ્તાન તાશ્કેદ સમજૂતીનું પાલન કરશે નહિં. બંગાળમાં હિંસક ઘટનાઓ વધશે, બેંકોનું રાષ્ટ્રીયકરણ થશે. કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ જશે. નાણાપ્રધાન મોરારજી દેસાઈ રાજીનામું આપશે. પૂર્વ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ થશે અને ભાગલા પણ પડશે. સન ૧૯૭૦માં ઈજિપ્તના નાસરનું મરણ થશે. ઈઝરાયલ જીતેલો પ્રદેશ છોડશે નહીં. બંધારણમાં ફેરફાર થશે. રાજાઓની પ્રીવિયર્સ છિનવાઈ જશે. મોંઘવારી અને ટેક્સ વધશે.'
ઉપરોક્ત બધી વાતો સાચી પડવાથી તેમના નવયુગના આગમન સંબંધીના કથન પર પણ વિશ્વાસ કરવાનું દિલ થાય છે. તેમનું કહેવું છે કે ભારત દરેક ક્ષેત્રમાં ઉન્નતિ કરશે. સારી જાતિનું સન્માન ઘણું વધશે. માનવી-માનવી વચ્ચે ભાઈચારાનો વિકાસ થશે. સંસાર એકતાના કેન્દ્ર તરફ આગળ વધશે. મહાયુદ્ધને સમાંતર એક વિશ્વવ્યાપી બૌદ્ધિક ક્રાંતિ થશે. એની નેતાગીરી ભારત કરશે. ધર્મ અને સંસ્કૃતિનો ઝડપથી વિકાસ
多麼多麼麼麼麼事率麼豪率等多部參象部修象中學多麼豪車摩拿來麼多图像多图象中体察学学 ભવિષ્યવાણી
૩૦૩
થાણા-શBal - Befaa Desaiia-filiateી રાશિ¢gs #gણશાહ શi-શક્ષણ પાછળ ૩૦૪
વિજ્ઞાન અને ધર્મ