________________
સ્તબ્ધ થઈ ગયો, મારી વાત સાચી હતી. મને પોતાને પણ નવાઈ ઊપજી કે એની આ વાતની મને શી રીતે ખબર પડી ગઈ હશે ? મારી અંદર કોઈ અંતર્ગાને જન્મ લીધો હતો કે શું ?
એ વખતે એક નર્સ મારી નાડી જોવા માટે આવી. એનું જીવન પણ મારી સામે ખુલ્લું થઈ ઊભું. મેં કહ્યું, ‘હું તને ગાડીમાં સફર કરી રહેલી જોઉં છું. તારી પાસે તારા એક મિત્રની સૂટકેશ છે. તને એ ખોવાઈ જવાનો ડર છે.”
‘તમે કેમ કરીને જાણ્યું ?” એણે મૂંઝાઈને કહ્યું, ‘હું હમણાં જ એસ્ટમથી આવી છું, અને ગાડીમાં મારા મિત્રની સૂટકેશ ભૂલી આવી છું, પણ તમને આ વાતની કેમ કરતાં ખબર પડી ?'
હું કોઈ જવાબ ન દઈ શક્યો. નર્સ ત્યાંથી ચાલી ગઈ. થોડીવાર પછી તે પાછી આવી ત્યારે તેની સાથે એક માનસરોગ તબીબ હતા. તે મારી પરીક્ષા કરવા લાગ્યા.
ત્યારપછીના દિવસે એક દર્દી મારા ઓરડામાં આવ્યો. ક્યારેક ક્યારેક તે પોતાના ઓરડામાંથી મારા ઓરડામાં ડોકિયું કરતો. એણે મને કહ્યું કે તે હોસ્પિટલમાંથી છૂટો થઈ હવે ઘેર જવાનો છે. મેં એની સાથે હાથ મિલાવ્યા. અને તરત મને લાગ્યું કે તે બ્રિટિશ એજન્ટ છે અને થોડા દિવસ પચી કાલ્વર સડક ઉપર જર્મનો એને મારી નાંખશે.
એ મારા ખંડમાંથી બહાર ગયો કે તરત મેં નર્સને પૂછયું, કોણ હતો એ માણસ ?”
‘એનું નામ તો...'
‘એને રોકો. એ મરાઈ જશે, એ બ્રિટિશ એજન્ટ છે, અને જર્મનોને એ વાતની ખબર છે. કાલ્વર સડક પર એનું ખૂન કરી નાખશે એને અટકાવો.' કહ્યું.
એ વખતે ડોક્ટર ત્યાં આવ્યા અને મને શાંત રહેવાનું કહ્યું . એમને એમ કે હું માંદગીમાં નકામો બડબડાટ કરી રહ્યો છું.
બે દિવસ પછી ખરેખર એ માણસને જર્મનોએ કાલ્વર સડક પર મારી નાંખ્યો.
આ ઘટના પરથી લોકોને એમ શક આવ્યો કે હું જર્મનો સાથે મળેલો હોઈશ. એટલે તો મને પેલા માણસની હત્યા કરવાની છે એવી ખબર પડી હશે ને ? પણે એ કાંઈ સાચું નહોતું. ઘાયલ થઈને હોસ્પિટલમાં આવતાં પહેલાં હું પોતે પણ જર્મનો વિરુદ્ધના ભૂગર્ભ આંદોલનમાં મારા દેશબાંધવો સાથે ત્રણ વર્ષથી ભાગ લેતો હતો. આમ ભારે વિચિત્ર સ્થિતિમાં હું ફસાઈ પડ્યો હતો.
થોડા જ દિવસોમાં મારી આ અલૌકિક શક્તિ વિષે ચર્ચા થવા લાગી. ડોક્ટરો મારી પરીક્ષા કરવા લાગ્યા. લગભગ ચારેક મહિના હું હોસ્પિટલમાં રહ્યો. હોસ્પિટલના છેલ્લા દિવસ સુધી એ લોકોએ મારી તપાસ કર્યા કરી, જેથી મારા રહસ્યનું કોઈક સૂત્ર હાથ લાગી શકે.
છેવટે હું હોસ્પિટલમાંથી છૂટ્યો. એક નવું જીવન પામ્યો. હું જે માણસને જોઉં, એનું જીવન મારી સામે ઉઘાડું થઈ જતું. એના જીવનમાં આવેલાં એવાં સ્થાનો અને માણસો મને દેખાવા માંડતાં, જેમને મારા પોતાના જીવનમાં તો મેં કદી નહોતાં જોયાં, લોકોના અંગત જીવનમાં આમ નજર નાખવામાં મને ભય લાગતો હતો, પણ એ મારા હાથની વાતે ન હતી, મને હૃદયમાં બહુ બેચેની થવા માંડી. જાણે હું કોઈ નવી જ દુનિયામાં વસતો હોઉં ? ઘડીભર તો એમ લાગ્યું કે આ અદ્ભુત વરદાન મારે માટે અભિશાપ બની રહ્યું છે.
હોસ્પિટલમાંથી હું ઘરે આવ્યો. મારા ઘરનાં લોકોનો મારી તરફનો વ્યવહાર બદલાઈ ગયો હતો. તેઓ મારા પર છાનાંમાનાં વિચિત્ર દૃષ્ટિ નાંખી લેતાં. આમ તો તેઓ કશું બોલતાં નહિ પણ તેમના મનમાં શું છે તેની મને ખબર હતી. હું કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેતો, અને મારી સામે આવતા લોકોની જિંદગી પરથી પડદાને ઊંચકીને નિહાળી રહેતો. હું શું ખાઉં છું ? ક્યારે સૂઈ જાઉં છું ? કશાનું ભાન મને રહેતું નહીં. ઘણીવાર આખી રાત હું મારા ખંડમાં આંટા માર્યા કરતો.
એક દિવસ મારી માએ ગુસ્સે થઈને કહ્યું કે, મારા ઘરમાં રહેવું હોય તો સારી રીતે રહેવું જોઈએ, નહિ તો પછી ઘર છોડી જતાં રહેવું જોઈએ.” એટલે એક દિવસ હું-પિટર હરકોસ-વહેલી પરોઢે ઘર છોડી જાદવાદ ગાયકવાડ હાહાહાહહહહહહહહહહહાહાહાક ૨૬૬
વિજ્ઞાન અને ધર્મ
વિર્ભાગજ્ઞાન અને પિટર હરકોસા
૨૬૫