________________
તેમની મૂર્તિ તપાસવામાં આવે તો ત્યાં પણ પ્રશમરસમગ્નતા દેખાય છે, નથી હાથમાં કોઈ શસ્ત્ર કે જે રોષભાવને સૂચવતું હોય, નથી ખોળામાં કે બાજુમાં કોઈ સ્ત્રી કે જે તેમના રાગભાવને સૂચવતી હોય. શસ્રરહિત અને સ્ત્રીરહિત એમની મૂર્તિમાં જે પ્રસન્નતા માધ્યસ્થભાવ વગેરેનું હૂબહૂ દર્શન થાય છે તે બધુંય તેમની વીતરાગતાને જ પુકારી પુકારી જાહેર કરે છે.
આમ જિનના જીવનમાં, સ્વરૂપમાં અને મૂર્તિમાં સર્વત્ર સર્વદા અને સર્વથા વીતરાગતા દેખાય છે માટે માનવું જોઈએ કે જિન રાગરોષથી રહિત જ હતા.
હવે જયારે જિન રાગાદિથી મુક્ત સિદ્ધ થાય છે, ત્યારે આપોાપ તેઓ સર્વજ્ઞ અને સત્યવાદી સિદ્ધ થઈ જાય છે કેમકે વીતરાગતાનું જ કાર્ય સર્વજ્ઞત્વનું છે અને સર્વજ્ઞત્વ કાર્ય સત્યવાદિત્ય છે.
ભગવાન્ જિનેશ્વરોએ આત્મા, કર્મ, પરલોક, મોક્ષ વગેરે ચક્ષુથી અગમ્ય એવા તત્ત્વોના સંબંધમાં પણ સર્વદેશીય વિધાનો કર્યા છે માટે તેમનું તે વિષયમાં જ્ઞાન પણ હોવું જ જોઈએ. એટલે કે તેમને આ બધા વિષયોનું જ્ઞાન પણ હોવું જ જોઈએ. એથી જ તેઓએ સર્વવિષયના જ્ઞાન માટે સર્વ પ્રકારના રાગાદિથી મુક્તિ મેળવવી જ રહી એટલે સર્વજ્ઞ એવા તેઓ સર્વથા રાગાદિથી રહિત પણ છે.
ટૂંકમાં, જિન વીતરાગ હતા એ વાત સિદ્ધ થઈ જાય છે. માટે જ તેઓ સર્વજ્ઞ હતા અને સત્યવાદી હતા એ બે વાત પણ સિદ્ધ થઈ જાય છે. જેને કોઈ રાગ-દ્વેષ નથી, મત કે મમત નથી, પક્ષ કે વિપક્ષ નથી એવા રાગ-રોષથી સર્વથા પર આત્માને અસત્ય બોલવાનું પ્રયોજન હોઈ શકતું નથી. વળી પાછું તેમની પાસે આત્મા, કર્મ, મોક્ષ, પુનર્જન્મ વગેરે કોઈપણ વિષયનું અધૂરું જ્ઞાન પણ નથી તો પછી મત-મમત વિના અને સર્વજ્ઞ એવા તે જિન શા માટે કોઈપણ વિષયમાં અલ્પાંશે પણ અસત્યનું પ્રતિપાદન કરે ?
rhetessenger where she
સત્યવાદી ભગવાન જિનેશ્વરો
૧૩
જીવન, સ્વરૂપ અને મૂર્તિથી જિનની વીતરાગતા જો અંતરમાં ઠસી જાય તો વીતરાગતામાંથી જ નિષ્પન્ન થતી સર્વજ્ઞતામાં કોઈ સંદેહ ન રહે અને એ બેના સહયોગમાંથી જ નિષ્પન્ન થતી તેમની સત્યવાદિતામાં કોઈ શંકા ન રહે.
જેને આ રીતે તેમના વીતરાગત્વ, સર્વજ્ઞત્વ અને સત્યવાદિત્વમાં અતૂટ વિશ્વાસ બેસી જાય છે તેમને આત્મા, કર્મ, પરલોક, મોક્ષ વગે૨ે ઈન્દ્રિયાતીત વાતોમાં પણ કોઈ શંકા થતી જ નથી. જિનની કોઈપણ વાતમાં લેશમાત્ર પણ પ્રશ્ન તેઓ કરતા જ નથી.
આમાં કશુ આશ્ચર્ય પામવા જેવું પણ નથી. એક ડોક્ટર ઉપર જે દરદીને પરિપૂર્ણ શ્રદ્ધા બેસી જાય છે તે કદાપિ ડોક્ટરની અપાયેલી દવા ઉપર અવિશ્વાસ કરતો નથી. દવાની બાટલી ઉપર ‘પોઈઝન’ લખ્યું હોય તો પણ તે દરદી એટલું પૂછવાની કલ્પના પણ કરી શકતો નથી, કે ‘લાવ, ડોક્ટરને પૂછું તો ખરો કે એમાં ઝેર છે તે તમારા ખ્યાલમાં તો છે જ ને ? અજાણતાં તો મને આ દવા નથી આપી ને ?’ એ તો આંખ મીંચીને એ દવા ગટગટાવી જાય છે.
આવું જ અહીં બને છે. ભગવાન્ જિનેશ્વરો ઉપરનો અખૂટ વિશ્વાસ તેમના પ્રત્યેક વચન ઉપર પરિપૂર્ણ વિશ્વાસ પ્રગટ કરે છે. પછી એમાં આત્માની, કર્મની કે કદી ન જોયેલા મોક્ષની પણ કોઈવાત હોય તેને તે જ સ્વરૂપમાં સ્વીકારી લેવામાં આવે છે, એટલું જ નહિ પણ આગળ વધીને કઠોર જીવન જીવવા માટે પણ એ આત્માઓ સદૈવ સજ્જ બની રહે છે.
એટલે આ રીતે પુરુષના વિશ્વાસ દ્વારા પ્રાપ્ત થતો તેના વચન ઉપરનો વિશ્વાસ જીવનને બહુ ઝડપથી ધાર્મિક બનાવી શકે છે, ચિત્તને ઝાઝી તકલીફ આપ્યા વિના જ કઠોર માર્ગે કદમ બઢાવવા સમજાવી શકે છે, જગતના લોકોને જે અશ-આરામીમાં જ જીવનનું સ્વર્ગ ભાસે છે તે એશ-આરામીને, જિનના વચનના વિશ્વાસ ઉપર એના અનુયાયીઓ સાપ કાંચળીને ફગાવી દે તેટલી સહેલાઈથી
વિજ્ઞાન અને ધર્મ
૧૪