________________
જાય છે. આ વાત પણ આજે સિદ્ધ થઈ ચૂકી છે. અમેરિકાથી પ્રસારિત થતા શબ્દો તે જ સેકંડે મુંબઈમાં સંભળાય છે એ વાત આના પુરાવા રૂપે
વળી હવે તો વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે “અમે કૃષ્ણના કે જિસસ ક્રાઈસ્ટના પોતાના મુખેથી બોલાયેલા શબ્દોને પણ પકડશું.” આવતી કાલે ગમે તે બને, પણ જો સાચે જ કોઈ યત્રની મદદથી એ શબ્દો પકડાય તો પણ તેમાં જૈનદર્શનના મર્મોનો જાણકાર જરાય નવાઈ પામે તેવું નથી. કેમકે જિનાગમોમાં જણાવવામાં આવ્યું છે કે મુખ વગેરેમાંથી નીકળેલા શબ્દના પુદ્ગલ સ્કન્ધો આગળ વધતા વધતા આજુબાજુના અનેક સ્કન્ધોને એજ શબ્દરૂપે વાસિત કરતા જાય છે. એવા પુદ્ગલસ્કંધો અસંખ્યકાળ સુધી આકાશમાં પડ્યા રહી શકે છે. એટલે જો એ રીતે રહેલા કૃષ્ણ કે ક્રાઈસ્ટના બોલાયેલા શબ્દપુદ્ગલ સ્કંધોને વૈજ્ઞાનિકો પકડી શકે તો તેમાં જરાય નવાઈ પામવા જેવું તો ન જ કહી શકાય.
એક વાત અહીં ખ્યાલમાં રાખવી કે વૈજ્ઞાનિકો શબ્દને શક્તિરૂપ માને છે. પરંતુ શક્તિ અને પુદ્ગલ (matter)ને હવે તેઓ એક સ્વરૂપનાં બે પાસાં માનતા હોવાથી શબ્દને પણ શક્તિ કહેવા છતાં વસ્તુતઃ તો તે પુગલસ્વરૂપ જ બની રહે છે. અન્યકાર :
હજી સુધી નૈયાયિકો વગેરે અંધકારને તેજના અભાવસ્વરૂપ જ માને છે. માત્ર જૈનદાર્શનિકો અંધકારને શબ્દની જેમ પૌગલિક માનતા આવ્યા છે. તેમના જણાવવા મુજબ અંધકાર એ વસ્તુને જોવામાં બાધાં કરનારા અને પ્રકાશના વિરોધી એવા પુદ્ગલના સમૂહોની જ એક અવસ્થા વિશેષ છે.* અન્યત્ર પણ કહ્યું છે કે કૃષ્ણ વર્ણબહુલ પુદ્ગલનો પરિણામ તે જ અંધકાર છે, અંધકાર એ પ્રકાશનું પ્રતિપક્ષી છે અને વસ્તુની અદેશ્યતાનું કારણ છે, અંધકારમાં વસ્તુઓ દેખી શકાતી નથી તેનું કારણ એ છે કે વસ્તુનું રૂપ તે અંધકારના પરમાણુ સમૂહથી ઢંકાઈ જાય છે. આંખની ઉપર કાળું કપડું આવી જતાં જેમ આંખ દેખાતી નથી તેમ વસ્તુ ઉપર અંધકારના • दृष्टिप्रतिबन्धकारणं च प्रकाशविरोधि । titips ચીફ ગાઇ શાહiઈ ગાશat tie a bigibiા મા થatiઇ શાdiદ ગાdi tag ગાશatiા દtatist થાઈitage શાહnહના શબ્દ-અન્ધકાર-છાયા
કાળા યુગલો છાઈ જતાં તે વસ્તુ દેખાતી નથી. જયારે અંધકારના એ. કાળા પુદ્ગલસ્કંધો ઉપર સૂર્ય, દીપક વગેરેનાં પ્રકાશ કિરણો ફેલાઈ જાય છે ત્યારે અંધકારના તે યુગલસ્કંધોનું વસ્તુને આચ્છાદિત કરવાનું (ન દેખાવા દેવાનું) સામર્થ્ય હણાઈ જાય છે એટલે તે પુગલસ્કંધો વિદ્યમાન હોવા છતાં વસ્તુઓ દેખાવા લાગે છે. વળી પાછા જયારે પ્રકાશકના જવાથી પ્રકાશ કિરણો દૂર થઈ જાય છે ત્યારે પેલા અંધકારના પુદ્ગલસ્કંધો ફરી વસ્તુઓને આચ્છાદિત કરી દે છે. આમ જે પુગલસ્કંધો પ્રકાશસ્વરૂપ પર્યાયને પામ્યા હતા તે પાછા અંધાકરસ્વરૂપ પર્યાયને પામી જાય છે. અને તેથી જ પ્રાણીઓને વસ્તુઓ દેખાડવામાં સહાયક બનતા નથી. છાયા : ' શબ્દ અને અંધકારની જેમ છાયા-પ્રતિબિંબને પણ જૈન દાર્શનિકોએ પુગલ પર્યાય કહ્યો છે. પ્રકાશના આવરણને છાયા અથવા પ્રતિબિંબ કહેવાય છે, જેને સ્પર્શ વગેરે હોય તે અવશ્ય પુદ્ગલ સ્વરૂપ હોય એ નિયમાનુસાર શીત સ્પર્શવાળી છાયા પણ પુદ્ગલસ્વરૂપ સિદ્ધ થાય છે.
લીમડા વગેરે વૃક્ષોની છાયા શીત હોય છે તે વાત સહુ કોઈ જાણે છે.
છાયાના વિષયના જૈન દાર્શનિકો કહે છે કે, સર્વ પ્રકારની ઈન્દ્રિયગમ્ય ધૂળ વસ્તુ ચય-અપચય સ્વભાવવાળી હોય છે અને કિરણોવાળી હોય છે. દરેક વસ્તુમાંથી આવાં જે કિરણો છૂટે છે તે જ તે તે સ્થાને પ્રતિબિંબિત થાય છે, જેને છાયા કહેવામાં આવે છે.
છાયા-પુગલના કિરણો જો અભાસ્વર (અન્યને પ્રકાશિત નહિ કરનાર) વસ્તુમાં પડેલાં હોય તો તે પોતાના સંબંધના દ્રવ્યની આકૃતિને ધારણ કરતાં કાંઈક શ્યામરૂપે પરિણામ થાય છે. (દા.ત. દિવસે કે રાત્રે પૃથ્વી ઉપર મનુષ્યાદિની છાયા) અને જો તે છાયા-પુદ્ગલો ભાસ્વર દ્રવ્યમાં પ્રતિબિંબિત થયેલા હોય તો તેઓ સ્વસંબંધિત દ્રવ્યના આકારને ધારણ કરે છે તથા સ્વસંબંધી દ્રવ્યના કૃષ્ણ-નીલ-શ્વેત વગેરે વર્ણને પણ ધારણ કરે છે. ટૂંકમાં, ભાસ્વર પદાર્થમાં છાયા પુદ્ગલો સ્વસંબંધિત દ્રવ્યની આકૃતિ અને વર્ણ બેય રૂપે પરિણમે છે. (દા.ત., અરીસામાં મનુષ્યનું છાયા પ્રતિબિંબ.) આ ઉપરથી સમજાય છે કે અભાસ્કર પદાર્થમાં ક્ષા શાળate જીલ્લા શી રાણક શાdowાdibશાહ શાહ શાહieશશ શશાક શરાફી: શgs Bશારદા શાહી: શશીકાલે શાશા - કાશી ૨૧૨
વિજ્ઞાન અને ધર્મ
૨૧૧