________________
બીજી ઔદારિક ગ્રહણ મહાવર્ગણા :
ઔદારિક અગ્રહણ મહાવર્ગણાની છેલ્લી વર્ગણા જેટલા અનંત પરમાણુના સ્કંધોની બની હતી તેમાં એક પરમાણુ ઉમેરીને જેટલા અનંત પરમાણુ થાય તેટલા અનંત પરમાણુનો એક અંધ એવા અનંત સ્કંધોની જે વર્ગણા બને તેને મનુષ્ય-તિર્યંચના જીવો ગ્રહણ કરી શકે છે. અનંત પરમાણુ પણ એક પરમાણુ વધતાં બનેલા અનંત સ્કંધોની જે બીજી વર્ગણા બને છે તેને પણ તે જીવો ગ્રહણ કરી શકે છે. એમ એકેકો પરમાણુ વધતાં અનંત સ્કંધોની બનેલી ત્રીજી, ચોથી યાવતું અનંત વર્ગણા થાય એ બધી વર્ગણાના સમૂહને ઔદારિક ગ્રહણ મહાવર્ગણા કહેવાય. ત્રીજી વૈક્રિય અગ્રહણ મહાવર્ગણા :
ત્યાર પછીની વર્ગણામાં અનંત સ્કંધોમાંના પ્રત્યેક સ્કંધમાં એક પરમાણુ વધી જાય છે એ પછી એકેક પરમાણુ વધતાં વધતાં અનંત વર્ગણાઓ થાય. આ બધી વર્ગણાઓના સ્કંધો નથી તો દારિક શરીરવાળા મનુષ્ય-તિર્યંચો ગ્રહણ કરી શકતા કેમકે તેમને તે સૂક્ષ્મ પડે છે, અને નથી તો વૈક્રિય શરીરવાળા દેવ-નારકો કે લબ્ધિધર માનવો વગેરે ગ્રહણ કરી શકતા કેમકે તેમને તે વધુ સ્થૂલ પડી જાય છે. જેમ જેમ સ્કંધમાં પરમાણુ-સંખ્યા વધે તેમ તેમ તે વધુ સમ્ર બને. આથી જ અનંત વર્ગણાની બનેલી આ મહાવર્ગણાને વૈક્રિય અગ્રહણ મહાવર્ગણા કહેવાય છે. ચોથી વૈક્રિય ગ્રહણ મહાવર્ગણા :
વૈક્રિય અગ્રહણ મહાવર્ગણાની છેલ્લી વર્ગણાના સ્કન્દમાં જેટલા (અનંત) પરમાણુ હોય તેમાં એક વધતાં તે વૈક્રિય ગ્રહણની પહેલી વર્ગણા બને પછી એક એક પરમાણુ વધતાં જતાં અનંતી વૈક્રિય ગ્રહણ વર્ગણા બને. એ બધી વર્ગણાની એક વૈક્રિય ગ્રહણ મહાવર્ગણા બને. આ મહાવર્ગણાના કંધો વૈક્રિય શરીરધારી દેવ-નારક તથા લબ્ધિધર માનવોના ઉપયોગમાં આવે છે. પાંચમી આહારક અગ્રહણ મહાવર્ગણા :
વૈક્રિય ગ્રહણ મહાવર્ગણાની છેલ્લી વર્ગણાના સ્કંધોમાં જેટલા શશશશશ શશશશ શાહના વકફનાશ શશશશશ સોળમહાવર્ગણા
પરમાણુ હોય તેનાથી પછીની વર્ગણામાંના પ્રત્યેક સ્કંધમાં એક પરમાણુના વૃદ્ધિવાળી બનેલી આહારક અગ્રહણ પહેલી વર્ગણા થાય. ત્યારબાદ એકેક પરમાણુ વધતાં અનુક્રમે બીજી, ત્રીજી વગેરે વણા થાય. એવી અનંતી વર્ગણાની આ એક મહાવર્ગણા બને. આ મહાવર્ગણના સ્કંધો વૈક્રિય પુદ્ગલની રચના માટે વધુ સૂક્ષ્મ પડવાથી વૈક્રિય અને આહારક બંનેય ગ્રહણ કરતા નથી.
હવે આ જ રીતે આગળની મહાવર્ગણામાં સમજી લેવું. છઠ્ઠી આહારક ગ્રહણ મહાવર્ગણા :
ચતુર્દશ પૂર્વોનો જેમણે અભ્યાસ કર્યો છે એવો મુનિઓ, મનમાં કોઈ સંશય પડે ત્યારે તેના નિરાકરણ માટે પોતાની વિશિષ્ટ શક્તિથી આહારક શરીરની રચના કરે છે. આ શરીર એકજ હાથનું હોય છે. આંખના પલકારા જેટલા સમયમાં તે શરીર અગણિત માઈલો કાપી નાખીને જ આ પૃથ્વી ઉપર આવેલ મહાવિદેહ નામના ક્ષેત્રમાં રહેલા ભગવાનું સીમંધર સ્વામીજી પાસે પહોંચી જાય છે. ત્યાં સંશય પ્રગટ કરે. છે. ભગવાન તેનો ઉત્તર આપે છે તે લઈને એ શરીર ફરી તે મુનિ પાસે આવી જાય છે. એ શરીરમાં મુનિનો જ આત્મા પ્રવેશ પામતો હોય છે. આત્માનો એક છેડો મુનિના પોતાના શરીરમાં અને બીજો છેડો તેણે બનાવેલા આહારક શરીરમાં રહે છે. જેમ જેમ એ શરીર દૂર જતું જાય છે તેમ તેમ આત્મા લંબાતો જાય છે.
આવું આહારક શરીર ભગવાનની સમૃદ્ધ જોવાના કુતૂહલથી પણ એ મુનિઓ બનાવે છે. આ શરીરના માટે જરૂરી સ્કંધો પ્રસ્તુત આહારક ગ્રહણ મહાવર્ગણામાંથી લેવામાં આવે છે. સાતમી તૈજસ અગ્રહણ મહાવર્ગણા : આઠમી તૈજસ ગ્રહણ મહાવર્ગણા :
ખાધેલા આહાર વગેરેને પકવવામાં, તેજોલેશ્યા વગેરે મૂકવામાં કારણભૂત શરીરને તૈજસ શરીર કહેવાય છે. જેને આપણે શરીરમાં રહેલો જઠરાગ્નિ કહીએ છીએ તે વસ્તુતઃ આ તૈજસ શરીર છે.
૨૦૫
૨૦૬
વિજ્ઞાન અને ધર્મ