________________
(૩) પ્રકાશનું એક કિરણ છૂટતાં એકજ સેકંડમાં એક લાખ અને છયાસી હજાર માઈલની મુસાફરી કરી નાંખે છે !
(૪) હીરા જેવા ઠોસ પદાર્થોના અણુઓની પણ ગતિ દર કલાકે ૯૫૦ માઈલની છે !!!
વિજ્ઞાન જો સત્યાન્વેષી જ રહેશે તો જરૂર એમ લાગે છે કે તે ભગવાન્ જિનના તત્ત્વજ્ઞાનમાં એકવાર સર્વાગે ભળી જશે.
વાયુ : જૈનદર્શનાનુસાર વાયુને પણ એકરૂપી પદાર્થ માનવામાં આવ્યો છે. એમ રોમ-કૃપમાં સમાઈ જતી હવામાં પણ તેણે અસંખ્ય કન્હો કહ્યા છે. હવે આ જ વાતને વૈજ્ઞાનિકોએ પણ માન્ય કરી છે. તેઓ કહે છે કે એક ઈંચ લાંબી, પહોળી અને ઉંચી ડબ્બીમાં જેટલી હવા સમાઈ જાય તેટલી હવામાં ૪૪૨૪OOOO, OOOO, 0000, 00000, (૧૭ મીંડાં) સ્કંધ રહે. જૈનદર્શનના ગણિત અનુસાર તો આ સ્કન્ધ-ગણતરી તો ઘણી જ ઓછી કહેવાય. પરમાણુનાં પ્રાચીન-અર્વાચીન મંતવ્યો:
હવે પરમાણુ અંગે જૈનદર્શનની તથા વૈજ્ઞાનિકોની વિચારણાનું સામ્ય જોઈએ.
જૈનદર્શનમાં પરમાણુના બે પ્રકાર જણાવવામાં આવ્યા છે. પરમાણુ અને વ્યવહાર પરમાણુ. પરમાણુ તેને કહેવાય જે અવિભાજય અંતિમ અંશ છે. જ્યારે વ્યવહાર પરમાણુ તો વસ્તુતઃ અનંત પરમાણુનો છે. છતાં વ્યવહારની દૃષ્ટિ માટે અતિસૂમ અંશ હોવાથી તેને પરમાણુ કહેવાય છે.
વૈજ્ઞાનિકો આજ સુધી પોતે શોધેલા પરમાણુને જ પરમાણન્કહેતા હતા. તેમની દૃષ્ટિમાં ઉપરોક્ત બે પ્રકારો ન હતા, પણ હવે તો તેમને ય બે પ્રકારો માનવા પડ્યા છે, કેમકે તેમણે શોધેલો પરમાણુ અતિસૂક્ષ્મ છતાં તેના ય ટુકડા થઈ ગયા છે. એટલે હવે તેને તેઓ અતિસૂક્ષ્મ હોવાથી વ્યવહાર પરમાણુ જ કહી શકે. જેના બે ટુકડા ન જ થાય તેવો પરમ અણુ તે પરમાણુ, એ તો હવે તેમને પણ બીજો જ કોઈ માનવો પડ્યો છે. વૈજ્ઞાનિકોએ શોધેલા કહેવાતા પરમાણુમાં પણ જ ઈલેક્ટ્રોન વગેરે છે તે પણ વસ્તુતઃ તો વ્યવહાર પરમાણુના જ પ્રકાર છે.
વિજ્ઞાનના ક્ષેત્રમાં એ વાત નિર્વિવાદતયા માન્ય થઈ છે કે પરમાણુવાદ એ યૂનાનની ભેટ છે. ડેમોક્રેટસ (Democritas) એ જ સંસારની પ્રથમ વ્યક્તિ હતી, જેણે એમ કહ્યું કે “આ સંસાર શૂન્ય આકાશ અને અદેશ્ય, અવિભાજય અને અનંતપરમાણુઓનું જ સ્વરૂપ છે. દેશ્ય અને અદેશ્ય તમામ સંગઠનો પરમાણુઓના સંયોગ અને વિયોગનાં જ પરિણામો છે.”* ડેમોક્રેટસ ઈ.પૂ. ૪૬૦માં જન્મ્યો અને ઈ.પૂ. ૩૭૦ સુધી જીવ્યો.
પરમાણુની પરિભાષા કરતાં ભગવાનું મહાવીર કહે છે કે પરમાણુ પુદ્ગલ અવિભાજય, અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહછે. કોઈ પણ તીક્ષ્ણાતિતીક્ષ્ણ શસ્ત્રોથી પણ તેના બે કટકા થઈ શકતા જ નથી.
આમ ડેમોક્રેટસ પરમાણુનું જે સ્વરૂપ બતાવે છે તે જ ભગવાનું મહાવીર બતાવી ચૂક્યા છે. ભગવાન મહાવીરે પણ તેજ વાતો કહી છે. જે ભગવાન્ પાર્શ્વનાથ કે ભગવાન આદિનાથે કહી છે, અને એ બંને ય ડેમોક્રેટસની પૂર્વે થઈ ગયા છે એ વાત પૂર્વે જણાવી દીધી છે.
પણ ડેમોક્રેટસે બતાવેલો પરમાણુ તો આજે તૂટી ગયો છે. જૈનદર્શનનો પરમાણુ અખણ્ડ હતો, આજે પણ તેમજ છે. વૈજ્ઞાનિકોનો પરમાણુ દૃષ્ટિગોચર થતો હતો, તેની ઉપર પ્રયોગ પણ કરી શકાતો હતો. જૈન દાર્શનિકો તો એ વાત જોરશોરથી કહી રહ્યા છે કે જે દષ્ટિગોચર થાય, જેની ઉપર પ્રયોગ થાય એ પરમાણુ જ નથી, એ તો અનંતપરમાણુનો એક સ્કન્દમાત્ર છે, જે પરમાણુ હોય તેમાં મનુષ્ય કોઈ ક્રિયા કે ગતિ ઉત્પન્ન કરી શકતો જ નથી. હવે તો જેને પરમાણુ માનીને વૈજ્ઞાનિકો પાછળ પડ્યા હતા તે પરમાણુ જૈનદાર્શનિકોના કહેવા મુજબ એક સ્કન્ધ જ સાબિત થયો છે. કેમકે તે પરમાણુ હવે અચ્છેદ્ય, અભેદ્ય રહ્યો નથી. પહેલાં તો તેમાં ઈલેક્ટ્રોન, પ્રોટોન જણાયા. તેમણે તેને પરમ અણુ
* The world consists of empty space and an infinite number of indivisible invisibly small atoms and that the appearance and disappearance of bodies was due to the union and separation of atoms.
- Cosmology, old and new. P. 6
પરમાણુવાદ
૨૦૧
૨૦૨
વિજ્ઞાન અને ધર્મ