________________
૧૮. અધર્માસ્તિકાય : આકાશ : પાતાળ
અધર્માસ્તિકાય :
ધર્માસ્તિકાય પછી બીજું દ્રવ્ય છે અધર્માસ્તિકાય. જે દ્રવ્ય ધર્મસ્વરૂપ નથી એટલે કે જીવ-અજીવને ગતિસહાયક બનતું નથી. એટલું જ નહિ પણ એનાથી વિપરીત જે જીવ-અજીવને સ્થિરતામાં સહાયક બને છે તે દ્રવ્યને ‘અધર્મ’ કહેવામાં આવે છે. આ દ્રવ્ય પણ અસંખ્યપ્રદેશના સમૂહસ્વરૂપ હોવાથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. આ દ્રવ્યના બધાં લક્ષણો ધર્માસ્તિકાયનાં લક્ષણો જેવાં જ છે, માત્ર ફેર એટલો જ કે આ દ્રવ્ય જીવ-અજીવને સ્થિર રહેવામાં સહાયક બને છે.
ધોમધખતા તાપમાં ચાલ્યા જતાં મુસાફરમાં ઊભા રહેવાની શક્તિ હોવા છતાં તે ઊભો રહી શકતો નથી, જ્યારે કોઈ વડલાની છાયા તેને મળે છે ત્યારે જ તે ઊભો રહી જાય છે. એટલે ઊભા રહેવાની તેની ઈચ્છામાં જેમ વડલાની છાયા માત્ર સહાયક બને છે. તેમ જીવ-અજીવની સ્થિતિમાં આ અધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક બને છે.
હજી વૈજ્ઞાનિકો ધર્માસ્તિકાયની જેમ અધર્માસ્તિકાય દ્રવ્ય અંગે કશું વિચારી શક્યા નથી. સંભવ છે કે આવતીકાલે તેના અંગે પણ તેઓ કશુંક વિચારશે. આકાશાસ્તિકાય : લોક : અલોક
જિનાગમોની દૃષ્ટિએ આકાશ એક છે અને અનંત છે. અર્થાત્ આકાશનો કોઈ અંત જ નથી. છતાં આ આકાશના બે વિભાગ કલ્પવામાં આવ્યા છે : (૧) લોક-આકાશ. (૨) અલોક-આકાશ. જેટલા આકાશમાં ધર્મ-અધર્માદિ છે તેટલા આકાશને લોકાકાશ
ten retreat intri અધર્માસ્તિકાય : આકાશ : પાતાળ
***************
૧૮૫
કહેવામાં આવે છે. જૈનપરિભાષામાં ધર્મ અને અધર્મ-દ્રવ્ય ચૌદરાજલોકમાં વ્યાપ્ત છે.
એક રાજલોકના અસંખ્ય માઈલ ગણવામાં આવે છે. આપણી
પૃથ્વીની નીચે સાત રાજલોક છે તેમ ઉપર પણ સાત રાજલોક છે. આ ચૌદ રાજલોકમાં સર્વત્ર ધર્મ અને અધર્મ-દ્રવ્ય વ્યાપ્ત છે, માટે જ આ ચૌદ રાજલોકને લોકાકાશ કહેવાય છે. ટૂંકમાં, અસંખ્ય માઈલોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળો લોક છે. આ લોકની ચારેબાજુ વિરાટ અલોક પથરાયેલો છે. ત્યાં ધર્મ-અધર્મદ્રવ્ય નથી અને એ અનંતાનંત માઈલોનો ગણવામાં આવે છે.
જેમ ધર્મ અને અધર્મ લોકાકાશમાં છે તેમ જીવ, પુદ્ગલ અને કાળદ્રવ્ય પણ આ લોકાકાશમાં જ છે. અલોક-આકાશમાં આમાંનું કાંઈ જ નથી. ત્યાં એક પણ જીવ નથી, એકપણ પરમાણુ નથી. કશું જ નથી.
લોકને એક બંગડીના ચકરડા જેવો કલ્પવામાં આવે તો તે તેની
ચોમેર આ સમગ્ર પૃથ્વીના વર્તુળ જેવડો અલોક કલ્પી શકાય છતાંય
અલોકની કલ્પના વામણી લાગે.
આ તો જિનાગમનની વાતો કરી. પણ આ વાતને પ્રસિદ્ધ ગણિતજ્ઞ પ્રો. આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ અક્ષરશઃ સ્વીકારે છે. તે કહે છે કે લોક પરિમિત છે, અલોક અપરિમિત છે. લોકપરિમિત હોવાને લીધે દ્રવ્ય અને શક્તિ (પર્યાય) લોકની બહાર જઈ શકતા નથી, લોકની બહાર તેમનો અભાવ છે. ધર્મદ્રવ્ય પણ તે લોકની બહાર નથી માટે જ જડ કે જીવ કોઈ- પણ દ્રવ્ય ત્યાં ગતિ કરી શકતું નથી.
કેટલુબધું સત્યને સ્પર્શેલું આ આવેદન છે. ભગવાન જિનની સર્વજ્ઞતાની સિદ્ધિ માટે બીજા પુરાવાની જરૂર રહે છે ખરી ?
કાળદ્રવ્ય : આ દ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવતું નથી કેમકે આ દ્રવ્ય માત્ર વર્તમાન એકજ સમય સ્વરૂપ છે તેથી તે પ્રદેશોના વિજ્ઞાન અને ધર્મ
**台中市治水的 ૧૮૬