________________
જિનવચનને ખરેખરું ધન માન્યા વિના અને એ અધિક્ષધિક કમાઈ લેવાની ધગરા રાખ્યા વિના એનાદિની પરેડમાંથી બહાર નહીં નીકાય, કીડા-પશુની ગણતરીમાંથી ઊંચા નહીં અવાય. બોલો, જિનવચનમાં ધનબુદ્ધિ છે ખરી ?
ખંભાતની બાજુમાં જ આવેલું એ ધર્મજ ગામ હતું. ત્રજ્ઞ દિવસની અી ચિરતા હતી. બીજા દિવસે રાતના ગુરુદેવ, પ્રતિક્રમણ બાદ જે અવાજમાં આપે મને બૂમ પાડીને બોલાવ્યો હતો એ અવાજે જ મને સમાવી દીધો હતો કે આજે મારી ધુલાઈ થઈ જ જવાની છે. હું ડરતાં ડરતો આપની પાસે આવ્યો.
‘રત્નસુંદર, સ્વાધ્યાય કર્યો ?'
‘ના’ ‘દિવસે ?'
‘ના*
‘કાંઈ વાંચન કર્યું ?'
‘ના’ અને એ જ પળે ગાલ પર આપનો હાથ આવી ગયું, ‘વિઘાથીએ શિક્ષકને, નોકરે શેઠને, દીકરાએ બાપને જવાબ આપવો પડે કે આખા દિવસમાં મેં કર્યું શું ? અને તારે ક્રોઈને ય જવાબ જ આપવાનો નહીં ? સંઘની ઓ ભકિત ભારે પડી જશે જો જીવન રેઢિયાળ જ રાખીશ તો , અને પ્રભુની અણીનો મોર રખતો જા, અન્યચા આત્માં ચાલ્યો જશે દુર્ગતિમાં !'
ગરદેવ ! આ હતી આપની કરુણાકેન્દ્રિત કઠોરતા | સાવ સાચું કહું ? મેં અનુભવેલા આ સહભાગ્યને 6 આજે જ્યારે મારી આંખ સામે લાવું છું ત્યારે મને એમ લાગે છે કે આપના હાથનો માર ખાવાનું સદભાગ્ય મારા પછી કદાચ કોઈને ય મળ્યું નહીં હોય !