________________
ગુરુદેવ કહે છે... માણસનું નૂરે એના આનંદરસના પ્રકાર પરથી મપાય છે. આનંદનો પ્રકાર જેમ ઊંચો તેમ એનું નર, તેજસ્વિતા ઊંચી ગણાય. ત્યારે અતિ તુરછ હલ કેર્ટ વાતવસ્તુથી જો આનંદ આનંદ થાય છે તો ત્યાં નુરની અધમતા છે. | નૂર-જ-સવ વધે એમ તુચ્છ બાબતના આનંદ કંપાય, અથવા કહો, જેમ જેમ તુચ્છ બાબતના આનંદ અટકાવતા જઈએ તેમ તેમ આત્માનું નૂર વધતું આવે.
‘રત્નસુંદર, તારે અને હેમરને જવાનું છે'
| ‘પણ ક્યાં ?” ‘રાજભવનમાં'
*કારણ ?” ‘વડા પ્રધાન ઈંદિરા ગાંધીને મળવા. કબૂતરોના નિકાસની જાહેરાત એમના કોક પ્રધાને કરી છે એ અંગે એમને એક આવેદન પત્ર આપવાનું છે અને જે સમય મળે એ સમય દરમ્યાન એમને કબૂતરોની નિકાસના નિર્ણયને પાછો લેવા સમજાવવાનું છે.'
‘પણ ગુરુદેવ, આપ તર્ક નિપાત છો. આપ વિદ્વાન છો. આપ પ્રતિભાશાળી છો. વડાપ્રધાન જેવી વ્યક્તિ સામે આપની જે છાયા પડે એની લાખમા ભાગની છાયા અમારી ન પડે, અમારી બુદ્ધિ કેટલી ? અમારી સંવમશુદ્ધિ કેટલી ? અમારી પ્રતિભા કેટલી ? જયારે આપ ? આપનામાં શું નથી એ પ્રશ્ન છે. અમે આપની સાથે જરૂર આવીને પણ આપ તો પધારો જ ! ના. તમારે બેએ જ જવાનું છે. તમને બંનેને મારા અંતઃ કરણના આશીર્વાદ છે.'
| ગઈવ ! સદ્ગુણોના શિખરે નિસ્પૃહતાનો આ વૈભવ ? વિદ્વત્તાના મહાસાગરના તળિયેં અધ્યવસાયોની વિશુદ્ધિનાં આ મોતી ? છેલ્લા નંબરે રહેલાઓને પ્રથમ નંબરે ગોઠવી દેવાની આપની આ તાલાવેલી ? અનંત વૈદન છે અમારા આપને !