________________
ગુરુદેવ કહે છે.... નરસી બોલ ચાલના ઉદ્યોગ છોડી સારી ધર્મવાન્ની ધર્મપ્રવૃત્તિનો ભરચક ઉદ્યોગ રાખવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. સારું સૂઝે છે. બુદ્ધિ કર્મ યાને કે ઉદ્યોગને અનુસરે છે. પૂર્વ કર્મના ભરોસે રહેશો તો તો બુદ્ધિ ક્યારેય નહીં સુધરે. ઉદ્યોગ સારો રાખો. બુદ્ધિ સારી બનીને જ રહેશે.
સંયમજીવનના પર્યાયનું મારું એ સાતમું વરસ હતું. આપ રાજસ્થાનમાં વિચરીને ચાતુર્માસાથે જામનગર પધારવાના હતા અને હું રાજકોટથી સીધો જ જામનગર જઈ રહ્યો હતો, મારી સાથે વડીલ તરીકે પૂજ્યપાદ શ્રી જયશેખરવિજયજી મહારાજ હતા.
જામનગરથી અમે માત્ર વીસેક કિલોમીટર દૂર હતા અને ત્યાં ગુરુદેવ, પૂજ્ય જયશેખરવિજયજી મહારાજે એમના પર આવેલ આપનો પત્ર મને વંચાવ્યો. એમાં લખ્યું હતું આપે કે
રત્નસુંદર અવસરે અવસરે પ્રવચનો કરવા લાગ્યો છે. અને એનાં પ્રવચનો શ્રોતાઓને ગમી રહ્યા છે એનો તો મને ખ્યાલ છે જ પણ હજી એણે પોતાની પરિણતિ બનાવવાની છે. અને એટલે જ તું એને અભિગ્રહ આપી દેજે કે જામનગરમાં પ્રવેશ કર્યા બાદ એક પણ પ્રવચન એ આપે નહીં."
મેં તુર્ત જ પૂજ્ય જયશેખરવિજયજી મહારાજ પાસે વ્યાખ્યાન ન વાંચવાનો અભિગ્રહ લઈ લીધો. પૂર્ણ ઉલ્લાસ સાથે. આંખમાં હાંશ્રુ સાથે.
ગુરુદેવ !
પરિણતિની આવી ચિંતા કરનાર આપના જેવા પુણ્ય પુરુષને 'ગુરુદેવ' તરીકે પામી જવાના મારા પ્રાંડ સદ્ભાગ્યની તો કાચ દેવલોકના દેવતાઓ પણ ઈર્ષ્યા કરતા હશે !