________________
s
s
9
9
=
=
=
=
=
=
=
aષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો,
ગુણનીલો જેણે તુજ નયણ દીઠો; દુઃખ ટથા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતા, સુકૃત સંચય હુઓ પાપ નીઠો...IIII
ઋષભ૦... શબ્દાર્થ : હે ઋષભ જિનરાજ ! આજનો મારો દિવસ અતિ સુંદર છે. ગુણસમૃદ્ધ એવા આપને મેં ચક્ષુથી જોયા. તમને જોતા જ મારા દુ:ખ ટળી ગયા, સુખા મળ્યા, સુકૃતોનો સંચય થયો અને પાપ નાશ પામ્યા.
વિશેષાર્થ : મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા પ્રભુ ઋષભદેવની સ્તવના કરી રહ્યાં છે, પ્રભુના દર્શન કરતાં તેમના હૃદયમાંથી ઉગાર નીકળી જાય છે.
હે પ્રભુ ઋષભદેવ જિનેશ્વર ભગવંત, આજે મારો દિવસ અત્યંત સુંદર છે કેમકે ગુણથી સમૃદ્ધ એવા આપને મેં મારી આંખોથી દીઠા... અર્થાત મારા નયનોએ આપના દર્શન કર્યા.
જે દિવસે પ્રભાતમાં જ પ્રભુના દર્શન થાય છે તે દિવસ અત્યંત મંગલ થઈ જાય છે એટલે આ પંક્તિ બોલતાં આપણને પણ આપણો આજનો દિવસ અત્યંત મંગલ થઈ જવાની લાગણી થવી જોઈએ.
પંક્તિના પ્રત્યેક પદોના પણ આપણા હૈયામાં ઉછળતાં ભક્તિભાવપૂર્વક ઉદ્ગાર નીકળવા જોઈએ.
“ઋષભ જિનરાજ” ઋષભ પ્રભુ પ્રથમ તીર્થકર છે. તીર્થકરોના નામ પણ અતિપવિત્ર છે, અતિ પ્રભાવશીલ છે. ભાવપૂર્વક બોલાતું-જપાતું પ્રભુનું નામ અનંત અશુભકર્મોના સ્કંધોને આત્મ ઘરમાંથી નિર્જરિત કરી નાંખે છે. (દૂર કરે છે, નાશ કરે છે) સ્વ. પરમગુરુદેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજાને છેલ્લી અવસ્થામાં હાર્ટ-એટેક આવતાં પોતાનો અંતિમકાળ ખ્યાલમાં આવતા જ મુખમાંથી. “વીર... વીર...”ના શબ્દો નીકળ્યા. આગમમાં પણ કહ્યું છે, “મદાત્ત હતુ તદવાખi રિહંતા માવંતા नामगोयस्स वि सवणयाए।"
Dek Do (e) koken
કરછ (૧૦) કચ્છ
=
=
=
=
=
=
GOGORO
તથા પ્રકારના અરિહંત ભગવંતોના નામગોત્રનું શ્રવણ પણ અત્યંત ફળદાયી છે. એટલે હર્ષપૂર્વક દેવાધિદેવના નામનો ઋષભ શબ્દ બોલતાં પણ આપણે મહાન લાભને પ્રાપ્ત કરી શકીએ છીએ.
ઘણી-ઘણી પુણ્યરાશિ એકઠી થાય ત્યારે પ્રભુના નામનું ભાવપૂર્વક આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ. દુનિયાના લોકો પણ પોતાને જેના પર રાગ છે તેના નામ કેટલી બધી ઉત્કંઠાથી કેટલા બધા પ્રેમથી યાદ કરે છે. અરે ! સાંભળવા મળતાં જ આનંદવિભોર બની જાય છે. વળી અરિહંત પરમાત્માના નામો તો. પવિત્ર મંત્રાક્ષર છે. એનામાં એટલી બધી તાકાત છે. કે વિનોના સમૂહને વિદારી નાખે છે. જગતને પવિત્ર કરે છે. કલિકાલ સર્વજ્ઞ આ. હેમચંદ્રસૂરિ મહારાજા પણ સકલાર્વત સ્તોત્રના પ્રારંભમાં જ જણાવે છે
"नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनं। क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ।।"
નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ નિક્ષેપાથી ત્રણ જગતના જીવોને પવિત્ર કરી રહેલ સર્વક્ષેત્ર-સર્વકાળના તીર્થકરોની અમે ઉપાસના કરીએ છીએ.
ત્રણ જગતના સર્વ જીવોને પ્રભુનું નામ પવિત્ર કરી રહેલ છે. આવું પ્રભુનું નામ આપણી જીભ પર આવે એ કેટલું બધું સૌભાગ્ય ? એટલે “ઋષભ જિનરાજ' શબ્દો મુખમાંથી નીકળતી વખતે આપણું દય અત્યંત ઉલ્લાસિત થઈ જવુ જોઈએ. આપણા રોમાંચ વિકસ્વર થવા જોઈએ.
- હવે કવિ આગળ કહે છે “મુજ આજ દિન અતિ ભલો, ગુણનીલો જેણે તુજ નયન દીઠો.”
આજનો મારો દિવસ અત્યંત મહાન થયો, શા કારણે ? તો કહે છે “ગુણનીલો જેણે તુજ નયણ દીઠો” ગુણથી ભરપુર એવા તમને મેં મારા ચક્ષુથી જોયા એટલે મારા ચક્ષુ પવિત્ર થયા. મારો દિવસ સળા થયો.
Sweb (૧૨) DOSA.